________________
૪૪
શ્રી આન’ધનજી અને તેમના સમય આવતા નથી. છવીશમા પટ્ટમાં વેઢ સાથે ‘તામ” શબ્દ વાપર્યાં છે તેને ત્યાં અથ વિચારતાં તે કુરાનના અર્થમાં સમજાય છે ત્યારે તે જ શબ્દ પાછે ચુમાલીશમાં પદમાં કુરાન સાથે વાપર્યાં છે ત્યાં તે મહમદ પેગંખર પછીના ગ્રંથકારાએ બનાવેલ મુસલમાની ધર્માં પુસ્તકા બતાવે છે. એવા તે શબ્દના પ્રયોગ ગુજરાતીમાં કદિ થતા નથી. જ્યારે તે અમાં સદરહુ શબ્દ હિંદુસ્તાનીમાં છૂટથી વપરાતા હતા અને અત્યારે પણ વપરાય છે. ચુમાળીશમા પટ્ટમાં ‘ કરવત કાશી જાઈ ગ્રહુરી ' ( પૃ. ૪૬૮) એ ખાસ મારવાડી વાક્યપ્રયાગ બતાવે છે. ગુજરાતીમાં તેને બદલે ‘ કાશીએ જઈને કરવત મૂકાવું ’એવા પ્રયાગ થઇ શકત. કરવત થતું' એવા વાક્યપ્રયોગ ગુજરાતીમાં કદી થતા નથી. ખેતાળીશમા પટ્ટમાં · અપની ગતિ પકરેંગે ’ એ વાક્યપ્રયોગ શુદ્ધ હિંદુસ્તાની છે, એને એ જ વિચાર ગુજરાતીમાં ખાસ પ્રયાગથી બતાવવા હાય તેા · મારા રસ્તે લઈ લઈશ ’ એમ વપરાય છે. પરંતુ ‘ પકડ ધાતુ ગતિ સાથે કિં વપરાતા નથી. આડત્રીશમા પટ્ટમાં
C
ઃ
વાત કરત હૈ ભારી’ એમાં વાતની સાથે ભારી વિશેષણ લગાડયું છે તે ગુજરાતીમાં કિ વપરાતું નથી. આ સવ દાખલાએ આડાઅવળા લઇને બતાવ્યા છે. એ વિષય ઉપર ખાસ લેખ લખવા હાય કે ચર્ચા કરવી હાય તે તે પર પાનાંઓ ભરાય તેમ છે, પરંતુ એવા મોટા ઉલ્લેખ માટે ઉપેાઘાતમાં અવકાશ નથી. ખાસ વિચાર કરીને જરા નિય કરવામાં આવશે તે એકદમ સમજી શકાય તેવું છે કે પદ્યમાં જે ભાષા વપરાણી છે તેમાં મિશ્ર મારવાડી-હિંદુસ્તાનીના સંસ્કારા વિશેષ છે અને તેમાં ગુજરાતી ભાષાના પ્રોગ ક્વચિત્ થયા છે ત્યાં પણ હિંદુસ્તાની સંસ્કારો અને તેના વાક્યપ્રયાગાનેા સારી રીતે ઉપયોગ થયા છે. ગુજરાતના પરિચય હાવાથી ગુજરાતીની છાયા પદમાં પણું અવારનવાર જોવામાં આવે છે, છતાં પન્નુની ભાષામાં મોટો ભાગ મારવાડી-હિંદુસ્તાનીના સંસ્કારવાળા છે અને ગુજરાતી પ્રયાગેા કાઇ કાઇ થયા હાય ત્યાં પણ અસલ ભાષાના સ’સ્કારેશ સ્પષ્ટ જણાઈ આવે તેમ છે.
હવે આ સંબંધમાં એક બીજી વાત પણ વિચારી લઈએ. ચાપનમા પદ્મમાં માણેકચાક ' શબ્દ આવે છે અને ત્યાં હાટ ું માંડવાની વાત કરી છે તે પરથી આનંદઘનજીનેા અમદાવાદમાં વિહાર હતા એમ કેટલાક માનવા લલચાઈ જાય તો તે સંબંધમાં એ અનુમાન છે: એક તેા ઉત્તર હિંદુસ્તાનનાં ઘણુ ં શહેરામાં વ્યાપારના કેન્દ્રસ્થાનને માણેકચાક કહેવાના રિવાજ છે એટલે શહેરના મધ્યભાગમાં જ્યાં સર્વ વસ્તુ મળી શકતી હાય અને ચાક જેવા આકાર હોય તેને ‘ માણેકચોક ’ કહેવાના રિવાજ છે. અમદાવાદમાં તેને માણેકચાક કહેવામાં આવે છે તેથી ગુજરાતની છાયા પદ્મામાં ધારી લેવાનું કારણુ નથી. દિલ્હીમાં ચાંદનીચેાક છે તેવી રીતે ખીજાં ઘણાં મારવાડ અને ઉત્તર હિંદુસ્તાનનાં શહેરામાં માણેકચાક હાલ પણ છે. મારી યાદ પ્રમાણે ખુદ મેડતામાં મધ્ય ચાકને માણેકચાક કહેવામાં આવે છે. ચાપનમા પઢની ભાષામાં ગુજરાતીને મળતા કાઇ કાઈ પ્રયાગેા છે તેથી
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org