________________
૫૨૬
શ્રી આનંદઘનજીનાં પદો “(એને વશ પડીને) મેં જે જે કર્યું અને મારી પાસે જે જે કરાવ્યું તે કહેતાં–તેનું વર્ણન કરતાં મને શરમ આવે છે. થોડું કહેવામાં બહુ સમજી જજો કે મારા ઘરનું બંધારણ સાચું નથી-નિયમસર નથી.”
ભાવ–એને વશ પડીને મેં જે જે કાર્યો કર્યા છે, જે માન્યતા રાખી છે અને મારી પાસે એણે જે જે કામે કરાવ્યાં છે તે સર્વ વર્ણવી બતાવતાં મને લાજ આવે છે. વિભાવને વશ પડી ધર્મબુદ્ધિએ મેં સ્થળ કામ કેવાં કેવાં ક્યાં છે તે સાંભળે. ધર્મને નામે મેં હિંસા કરી, અસત્ય વચને ચાર કર્યો, ચેરી કરી, ધનના ઢગલા એકઠા કર્યા, કન્યાદાન દીધાં, પીપળે પાણી ઘાલ્યાં, બકરા પાડાનાં બળિદાન કર્યા, અશ્વને હામ કર્યો, મહામાયાને તૃપ્ત કરવા મદિરાપાન કર્યું, શક્તિને સંતોષવા મધ, માંસ, રસ અને રુધિરનું પાન કર્યું, કાળિકાને સંતોષવા બત્રીશે ચડાવ્યા, અંબિકાને આરાધવા બેકડાનું બલિદાન આપ્યું, પરભવમાં સારું ઇચ્છિત સ્થાન મેળવવા સારુ કાશીએ કરવત મૂકાવ્યું, ગિરનાર જઈ ભેરવજવ ખાધે, દેહ સમર્પણ કરવાના બહાના નીચે આચાર્યો સાથે કુકર્મો ક્ય, પ્રભુને નામે લાખ રૂપિયાની પેઢીઓ ચલાવી, કર્માદાનના વ્યાપાર કર્યા, સેવક સેવિકા થઈ અનુયાયીઓને છેતર્યા, લંચ્યા, હેરાન કર્યા, ગુરુની પદવી પ્રાપ્ત કરી તદ્દન વિપરીત ઉપદેશ કર્યો, કપટજાળ બીછાવી અનેકને ફસાવ્યા, અભિમાન કરી આડંબર વધાર્યો, ગ્યતા વગર પધરામણીઓ કરાવી, ધર્મના અધ્યક્ષ થઈ આવકમાં હિસ્સો માગે, પરભવમાં ઈચ્છિત વસ્તુઓ મળવાની ચીઠ્ઠીઓ લખી આપી, ધર્મિષ્ટ હોવાને બહાને પિતાને વ્યવહાર ચલાવ્ય, કામવાસના પૂરી કરી, અન્ય ધર્મનું સ્વરૂપ સમજ્યા વગર, તેમાં રહેલા સત્યાંશનું અસ્તિત્વ જાણ્યા વિચાર્યા વગર પરધર્મની, પરતીર્થની અને તેના અનુયાયીઓની નિંદા કરી, મિથ્યા ધર્મને નિમિત્તે ક્રોધ માન માયા લેભ કષાયે કરી તેમાં પ્રશસ્તપણું માન્યું અને ઘણી ખરી વાર તે તેમાં ધર્મ જ માન્ય–આવી રીતે મેં અનેક પ્રકારનાં મલિન સ્થળ કાર્યો ધર્મને નામે કર્યા, મેં અનેક પ્રકારની અધમતા સ્પષ્ટ રીતે કરી અને ધર્મને નામે દુકાન માંડી, એક નૂતન પ્રકારનો સંસાર શરુ કરી દીધો. મારી પાસે એવાં સર્વ કામ વિભાવદશાએ કરાવ્યાં. મારાં એ સર્વ કાર્યો એવાં અને એટલાં છે કે તેનું વર્ણન તમારી પાસે કરી બતાવતાં, હે માડી ! હું શરમાઉં છું. એવી જ રીતે માનસિક બાબતમાં પણ મારી પાસે એવી એવી માન્યતા મનાવી છે કે તેની વાત કહેતાં હું શરમાઉં છું. ઉપર મેં જણાવ્યું
આ પ્રમાણે છે. થોડે કહે ઘણું પ્રીતિ દોધર સૂતર નહિ સાચું ? આ પ્રમાણે એક સરખો પાઠ બે પ્રતમાં છે, પણ મને ઘર સૂતરને અર્થ બેસતું નથી, આ પાઠાંતર બે પ્રતમાં સરખે છે તેથી ખાસ વિચારવા ગ્ય ગણાય. છાપેલી બુકમાં “ઘરશું તીરથ નહિ બીજું’ એમ પાઠ છે એનો અર્થ વિવેચનમાં આપ્યો છે તે વિચારવા.
૭ કીધુ=પોતે કર્યું. કહે=કહેવાથી, પ્રીછી સમજી, ઘરસુતર=ધરસૂત્ર, ઘરનું બંધારણ, સાજુક ઓર્ડરમાં, નિયમમાં, રીતસર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary
www.jainelibrary.org