________________
૫૧૮
શ્રી આનંદઘનજીનાં પદે થઈ હશે; પરંતુ મારા પતિએ તો દંભની ખાતર મને મૂકી કરી એટલે કે પોતે મુંગા રહ્યા અને એવા મીનમાં પરિપૂર્ણતા માની એટલું જ નહિ પણ એથી બીજી રીતે પ્રાણીને મેક્ષ થઈ શકે એ સ્વીકારવાની કે સમજવાની પણ ના પાડી.
વળી કેઈએ મોટા મેટા કેશ-બાલ વધારીને જટામાં મને લપેટી દીધી, મતલબ કે પિતે જટાધારીને વેશ ધારણ કર્યો. કેઈએ ઉપર જણાવ્યું તેમ લેચ કરાવ્યું, કોઈએ મુંડન કરાવ્યું અને કેઈએ માથે બાલની જટા વધારી. ઉપાધ્યાયજી મહારાજે ઉપરના પદમાં વટવૃક્ષ (વડ) જેમ જટા-વડવાઈઓ વધારે છે એમ જણાવ્યું છે એમ મેં પણ નવીન નવીન વેશ ધારણ કર્યા. આવા બાહ્ય વેશથી કેઈનું કાંઈ વળ્યું નથી અને વળવાનું નથી. મહાગીઓને પાઠ ભજવનાર નાટકી પડદાની અંદર જતાં પાછો અસલ સ્થિતિમાં આવી જાય છે. ભર્તૃહરિ જેવા ગી કે હરિશ્ચંદ્ર જેવા સત્યપ્રિય રાજાને પાઠ ભજવીને આવે છે ત્યારે હદયમાં તે તદન કેર જ હોય છે. એ હકીક્ત સર્વ જુએ છે, પણ સમજવા જેવી વાત એ છે કે-પાઠ ભજવતી વખતે પણ તે પિતાના મનમાં સમજે છે કે હું તે પચીશ પચાસ રૂપિયાને પગારદાર ભાડાને વર છું. આવી સ્થિતિને લઈને પાઠ ભજવ્યા પછી તે શું પણ પાઠ ભજવતી વખતે પણ તેની સ્થિતિ જરા પણ ઉચ્ચ થતી નથી, તેના વિચારવાતાવરણમાં જરા પણ ફેરફાર થતું નથી અને તેની ભાવનાસૃષ્ટિ જરા પણ ઉન્નત થતી નથી. માત્ર તેની ઉદરવૃત્તિનું નિમિત્ત નાટકને પાઠ થાય છે તેવી રીતે મુંડન, લેચ કે જટાધારણને પાઠ ભજવતી વખતે પણ તે બિલકુલ લાભનાં કારણે થતાં નથી, અને કેટલીક વાર ઉલટા દંભના નિમિત્તને લઈને કષાય દ્વારા વિશેષ હાનિ કરનાર, કર્મમળને સવિશેષ રસને પુટ આપનાર થઈ પડે છે. * જટા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા” એ વાત અગાઉ થઈ ગઈ છે. એવી રીતે જટાધારીઓ જટામાં એટલા મગ્ન રહે છે કે જટાથી બહાર સત્યને સમાવેશ કે સદ્ભાવ હોઈ શકે એ તેઓના ગ્રાહ્યમાં પણ આવી શકતું નથી.
વળી કેઈએ મને જગાડી. અલખ જગાવવાને નામે, ધુણી ધખાવવાને નામે અથવા હઠાગાદિ કરવા માટે મને જાગ્રત કરવાનો દેખાવ કર્યો અથવા દુઃખગર્ભિત વૈરાગ્યદ્વારા મને જાગ્રત કરી. મારી વસ્તુગત શુદ્ધ દશા જાગ્રત કરવા ખાતર અથવા મારા તરફના અવિચળ પ્રેમ ખાતર અને જાગ્રત કરી નહિ, પણ સંસારનાં દુઃખથી ડરી જઈને અથવા કષ્ટ સહન કરવાની પિતાની અશક્તિને લઈને પછી રાશિમાર્ મવેત્ સાપુ: એ નિયમાનુ સાર મને જાગ્રત કરવાને દેખાવ કર્યો. દુઃખ કે મેહગર્ભિત વૈરાગ્ય ગમે તેટલું હોય તે પણ તે ઘણે દરજે બીનઉપયોગી થાય છે તે અન્યત્ર આપણે વિસ્તારથી જોયું છે,*
* ૫દ સત્તાવીસમું, પ્રથમ ગાથા.
જુઓ હરિભદ્રસૂરિકૃતિ અષ્ટક ૧૦ મું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org