________________
૨
શ્રી આનંદધનજી અને તેમને સમય વધારે હોય એમ સ્પષ્ટ બતાવે છે. આવા શબ્દો તથા વાયપ્રોગવાળી ભાષા હાલ પણ બુદેલખંડમાં વપરાય છે એમ તપાસ કરવાથી જણાયું છે.
એક ડેઢ દિન ઘેરી” (પદ ૨૩)ને વાક્યપ્રયોગ idiomatic છે તેવા અર્થમાં એક દેઢ દિવસ એમ ગુજરાતીમાં કદિ બેલાતું ન હતું. પણ એક બે દિવસ બેલાતું હતું અને તે જ પ્રયોગ હાલ પણ થાય છે. સેળમા પદમાં “ઢેલાં” શબ્દને પ્રવેગ બરાબર અર્થસૂચક છે. ઢેલા શબ્દ પતિના અર્થમાં અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કઈ ગુજરાતી કવિએ વાપર્યો હોય એમ જોવામાં આવ્યું નથી. આ સોળમા પદમાં “જીસકે પટંતર કે નહિ, ઉસકા ક્યા મેલા ” એ વાક્યપ્રયોગ જેમ અલંકારિક રીતે હિંદુસ્તાની ભાષા બતાવી આપે છે તેવી જ રીતે “સેજડી રંગ રેલા” એ વાક્યને પ્રવેગ પણ મારવાડી ભાષાને ઉદેશે છે. મારે કહેવાની મતલબ અહીં વિશેષ સ્પષ્ટ રીતે કહેવાની જરૂર છે. એ આખું પદ તે હિંદી ભાષામાં જ છે અને કઈ કઈ જગ્યાએ મારવાડી ભાષાની તેમાં વાસ આવે છે એ જણાઈ આવે તેવું છે, પરંતુ તેની સાથે એમાં વાના જે પ્રયોગ કરવામાં આવ્યા છે અને તેને જે આલંકારિક અર્થમાં વાપરવામાં આવ્યા છે તે બરાબર મારવાડી છે. “તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા,” અથવા “સેજડી રંગ રેલાના જેવા પ્રયોગો ગુજરાતીમાં થતા નથી અને મારવાડીમાં બહુ સાધારણ છે. આવા શબ્દ અને વાક્યપ્રયોગ ઉપરથી જ્યારે એક ગ્રંથકર્તા કે કવિના સમય અથવા વિહારક્ષેત્ર પર વિચાર કરવાનું હોય ત્યારે તે પ્રદેશના ખાસ સંબંધમાં આવવાની જરૂર રહે છે અને તે સમયના કવિઓના લેખે વાંચી જવાની જરૂર છે અને તેમ કરવાનું અને તે પ્રમાણે જેમણે કર્યું હોય તેમના વિચારો અને પ્રવેગ જાણવા સાંભળવાનું મને બનેલું હોવાથી અને તે પ્રદેશમાં જઈ કેટલીક તપાસ જાતે કરેલી હોવાથી એ સંબંધમાં આ પ્રમાણે થયેલ મારે નિર્ણય જાહેરના હિત ખાતર પ્રકટ કરવાની આવશ્યકતા ધારવામાં આવી છે. સવિશેષ આધારભૂત હકીકત પ્રાપ્ત થતાં મારા અભિપ્રાય માટે મને આગ્રહ નથી એ ઉપર જણાવ્યું છે અને ફરી પણ જણાવવાની રજા લઉં છું.
આ ઉપરાંત બીજા પણ અનેક પ્રયેગે આવી રીતે બતાવી શકાશે. તેને ઉપગ મારવાડ અને ઉત્તર હિંદુસ્તાનને સ્પષ્ટ બતાવી આપે છે તે તરફ આંખ મીંચામણી કરવી એ તદ્દન બનવું અશક્ય છે. “તૃષ્ણ રાંડ ભાંડકી જાઈ” (પદ ૧૪) એમાં ભાંડની દીકરીને બદલે ગુજરાતી પ્રવેગ થયે હેત તે ઢંઢની દીકરી એવો જ પ્રયોગ થઈ શકત, તેમ જ તે જ પદમાં પૃષ્ઠ ૧૩૯ માં “ વાજે જીત નગારે” એ વાક્યપ્રયોગને બદલે ગુજરાતીમાં વિજયકે” એવો શબ્દસમૂહ વપરાત. અહીં જે પ્રગ કરવામાં આવ્યા છે તે ખાસ માતૃભાષાને અનુલક્ષીને અને અલંકારિક રીતે થયા છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે. એક સમર્થ અભ્યાસી લેખક પિતાના લેખે ગુજરાતી આદિ ઘણું ભાષામાં લખી શકે એ સ્પષ્ટ સમજાય તેવી હકીકત છે, પરંતુ જ્યારે ભાષાના ઉપયોગને અંગે idiomsખાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org