________________
અડતાલીસમું પદ
૫૦૯
પિતાની નિંદા સાંભળી ખેદ થતું નથી, સ્તુતિ સાંભળી આનંદ થતું નથી; એ પંકજ
એટલે કાદવમાંથી ઉત્પન્ન થયેલ કમળ જેમ કાદવથી દૂર જ રહે છે તેમ વિષયમાંથી ઉત્પન્ન થયેલ છતાં વિષયથી દૂર રહે છે. આવા મનુષ્ય-નિષ્પક્ષ ચેતને અવિનાશીના ઘરની વાતો જાણે છે અને તે સાહેબના પ્યારા છે, પરમાત્માને પગલે ચાલનારા છે અને નિરંતર ગુણસ્થાન પર આરોહણ કરી પ્રગતિ કરનારા છે. તેઓના સંબંધમાં ચાર દૃષ્ટાંત બતાવ્યાં છે તે બહુ મનન કરવા યોગ્ય છેઃ એવા મહાત્માની શીતળતા ચન્દ્ર જેવી હોય છે, ગભીરતા સમુદ્ર જેવી હોય છે, ઉદ્યોગિતા ભારંડ પક્ષી જેવી હોય છે અને ધીરતા મેરુપર્વત જેવી હોય છે. એ ચારે મહાત્ સદ્ગુણે પર એક એક નિબંધ લખાય તેમ છે. આવા પ્રબળ તેજસ્વી પુરુષ મનની સ્થિતિસ્થાપકતા જાળવી નિંદા સ્તુતિની દરકાર કર્યા વગર પિતાના વિશુદ્ધ માર્ગ પર ચાલ્યા જાય છે અને ચિદાનંદજી મહારાજ કહે છે કે-આખી દુનિયા પર દષ્ટિ નાખતાં જણાય છે કે આવા નિષ્પક્ષ મનુષ્ય બહુ વિરલ હોય છે. આ આધ્યાત્મિક દૃષ્ટિએ નિષ્પક્ષપાતપણું બતાવ્યું. ધાર્મિક વિષયના બે મેટા વિભાગ છે : એક Metaphysics દ્રવ્યાનુયોગ અને બીજો Ethics નીતિવિભાગ. પ્રથમ વિભાગ આત્મા અને અન્ય દ્રવ્યોનું સ્વરૂપ અનેક પ્રકારે બતાવે છે અને બીજો વિભાગ ચારિત્ર-વર્તનનાં અનેક વિભાગો, સાધન અને મૂળતત્વે બતાવે છે. ચિદાનંદજી મહારાજે eithical દષ્ટિએ-દ્વિતીય વિભાગની અપેક્ષાએ નિષ્પક્ષપાતપણું બતાવ્યું છે. શ્રી આનંદઘનજી મહારાજે પ્રથમ વિભાગ-દ્રવ્યાનુયેગને અપેક્ષીને બતાવ્યું છે. તેના પર વિશેષ વિવેચન પ્રસંગે પ્રસંગે થતું જશે. ચેતનાના જૂદા જૂદા પ્રકારે કેવા હાલ કર્યા છે એ હવે આપણે શ્રી આનંદઘનજી મહારાજ સાથે વિચારીએ.
जोगीए मिलीने जोगण कीधी, जतीएं कीधी जतणी;
भगते पकडी भगताणी कीधी, मतवासी कीधी मतणी. मायडी. २ “અતીત બાવાઓએ એકત્ર થઈને મને મહામાયા બનાવી, સંન્યાસી પરિવ્રાજક મને પરિત્રાજિકા બનાવી; ભક્તિમાર્ગના ઉપાસકેએ મને ભગતડી બનાવી અને મસ્તાન યોગીઓએ મને તેઓના મતમાં આસક્ત બનાવી.”
ભાવ–કાનફટા જોગીઓ હાથમાં ટેકરી રાખી દુકાને દુકાને માગવા નીકળે છે,
* બીજી, ત્રીજી તથા ચોથી પંક્તિમાં છાપેલી બુકમાં કીધીને બદલે કીનિ પાઠ છે, અર્થ એક જ છે, પણ એકે પ્રતમાં તે પાઠ નથી - t છાપેલ બુકમાં મતવાલે ' એવો પાઠ છે, અર્થ એક જ છે.
૨ જોગી=અતીત, પથ્થરની માળા પહેરવાવાળા મિલીને એકત્ર થઈને. જોગણ =મહામાઈ. મહામાયા, ગિણી.. કીધી કરી બનાવી. જતિ=પરિવ્રાજક, સંન્યાસી. જતણી પરિવાજિકા. ભગતે=ભક્તિમાર્ગ રસિકે. પકડી-ખેચી લાવીને. ભગતાણી=ભક્તિમાર્ગવાળી. મતવાસી=મસ્તાન યેગી, અલખમાં મગ્ન રહેનાર
ગી. મતણીક્તન્મતાસક્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org