SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું પદ ૫૦૭ ચેતનાને કેવી રીતે એક પક્ષમાં તાણી જઇને તદ્રુપ બનાવી તેનાં દષ્ટાને હવે આપે છે તે આપણે હવે પછીની ગાથામાં વિચારશું. ધમી નિજ પર કર કુંકી” મને ધમકાવીને પિતાના અને પારકા હાથમાં ફેંકી દીધી એટલે મને પારકા હાથમાં પણ ઘસડાવા દીધી અને પોતે પણ ઘસડી. મને આવી રીતે અસ્તવ્યસ્ત કરી નાખી અને મારું એક પણ રીતે યોગ્ય ઠેકાણું પડવા ન દીધું. ધીમે નિજ મતિ કુંકી” એમ અસલ પાઠ છે તે એવો ભાવ બતાવે છે કે મેં ગમે તેટલે પ્રયત્ન કર્યો તે પણ પિતાના વિચારની કુંક મને મારી. યંત્ર કે મંત્રથી જેમ ફૂંક મારીને સામા માણસને પોતાની અસર નીચે મૂકવામાં આવે છે અને તે વખતે કબજામાં આવનાર માણસનું મન તેમ થવા રાજી હોય કે ન હોય તે પણ તેને તાબે થવું જ પડે છે, તેમ મને પતિએ એવી કુંક મારી કે મારે શુદ્ધ સ્વભાવ વિસારી મારે ચેતનજી સાથે ઘસડાવું પડયું. આ ભાવમાં અને પાઠાંતરના ભાવમાં ઘણે ફેર છે. પાઠાંતરને ભાવ બળાત્કાર સૂચવે છે અને મૂળમાં લખેલે પાઠ મંત્ર અથવા Hypnotismની અસર બતાવે છે. બને ભાવ બહુ સુંદર છે. ચેતનજીની અજ્ઞાનદશા એવા આવરણમાં રહીને કામ કરે છે કે એને તે વખતે યથાસ્થિત વસ્તુદર્શન થાય તે પણ તે તેને સમજાતું નથી અને પોતાની જાતને તે એકદેશીય જ્ઞાનથી અને સ્વકલ્પનાજાળથી એવી તે નિકૃષ્ટ સ્થિતિમાં લાવી મૂકે છે કે પછી તેને વિશુદ્ધ સ્થિતિમાં આવતાં બહુ વખત લાગે છે. સાધારણ વ્યવહારના પ્રસંગને બાજુ ઉપર રાખીએ તે પણ ધાર્મિક પ્રસંગોમાં એ જ નિકૃષ્ટ સ્થિતિ સ્પષ્ટ જણાશે. એને સ્વભાવ જ અધોગામી થઈ ગયેલ હોવાથી જ્યાં સુધી નિષ્પક્ષપાત દષ્ટિએ જોવાની તેને ટેવ પડે નહિ ત્યાં સુધી તેની સ્થિતિમાં ફેરફાર થવો સંભવતો નથી. સત્યનો અંશ લઈ, પિતાને પંડિત સર્વજ્ઞ સમજી, કાંઈક ભૂલથી, કાંઈક અભિમાનથી અને કાંઈક મતિમંદતાથી એક બાજુએ ઢળી જવાની ટેવને લીધે ઘણું પ્રાણીઓ વિના કારણ સંસાર સમુદ્રમાં અટવાયા કરે છે, ઘસડાયા કરે છે અને હેરાન થયા કરે છે. એને કિનારો દેખાતું નથી, દેખાય છે તે તે તરફ સ્થિર દષ્ટિ રાખીને તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થતું નથી અને સાધારણ ખડકોને કિનારા માની તે તરફ ખેંચાઈ, જીવનજહાજ તેની સાથે અથડાવી સમુદ્રના વમળમાં પડી ઘસડાયા કરે છે. આવી રીતે નિષ્પક્ષ રહેવાની ઝરણા કઈ વખત થાય છે તે પણ ઉપર ઉપરની હોય છે, કિનારાને બદલે ખડકને કાંઠા સમજી તે પ્રાપ્ત કરવાના પ્રયત્નને સાધ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિંદુ સમજવામાં આવે છે. આવા સર્વ પ્રયત્નો નિષ્પક્ષ ન રાખતાં ચેતનજીને વધારે વધારે સમુદ્રમાં ડુબાડતા જાય છે. અમુક મત કે અમુક દર્શન ચેતનજીને નુકશાન કરનાર થાય કે લાભ કરનાર થાય તેને મુખ્ય આધાર તેની સત્યાગ્રાહી બુદ્ધિ ઉપર છે. દરેક દર્શનમાં સત્યના અંશો તે રહેલા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy