________________
New
શ્રી આનંદઘનજીનાં પર ગમે તે પ્રકારે હવે બાહા ભાવ છોડી આંતર દષ્ટિ જાગ્રત કરો, તમારું મૂળ સ્વરૂપ સમજે, તેને પ્રગટ કરે અને આ શુદ્ધ ચેતનાને અનાદિ વિરહકાળ દૂર કરો.
પદ અડતાલીસમું
રાગ–મારુ જંગલ *मायडी मुने निरपख किणही न मूकी, निरपख किणही न मूकी; मायडी. निरपख रहेवा घ[इ झुरी,+ धीमें निज मति फुकी. मायडी० १
હે માડી ! મને કેઈએ નિષ્પક્ષ રહેવા દીધી નહિ. નિષ્પક્ષ રહેવા માટે મેં ઘણે પ્રયાસ કર્યો પણ ધીમે ધીમે મારી બુદ્ધિને (તેણે) કુંક મારી.”
ભાવ–આ અતિ અદ્દભુત પદ છે, જેમાં પરમસહિષ્ણુતા અને ચેતનાની વિભાવદશામાં થયેલી અને થતી અતિ વિરૂપ દશાનું બહુ સુંદર રીતે વર્ણન આપ્યું છે. તેને ટબ નથી. મારા ગુરુ પં. ગંભીરવિજયજીએ તેને બહુ સુંદર ભાવ બતાવ્યું છે તે અનુસાર નીચે અર્થ કરવામાં આવ્યો છે. ચેતના તે નિરંતર શુદ્ધ જ છે, એને કર્મને લેપ શુદ્ધ દિશામાં લાગતું નથી, પરંતુ ચેતનમાં ચેતનતા ગુણ રહ્યો છે તે સર્વદા તેની સાથે જ રહે છે, તેના પર કર્મને લેપ લાગેલ દૂર થાય છે ત્યારે ચેતના શુદ્ધ થાય છે અને તે પછી તેને શુદ્ધ ચેતનાના નામથી ઓળખવામાં આવે છે. બહુ કર્મમળ દૂર થાય ત્યારે પણ ચેતનાને શુદ્ધ વિશેષણથી જોડવામાં આવે છે. ચેતન અને ચેતનાને આ દષ્ટિથી જોતાં અભેદ છે. ઉપરના જુદાં જુદાં પદમાં વિરહાલાપ બતાવવામાં આવ્યા છે તે શુદ્ધ ચેતનાના છે. એમાં રહેલે ચેતનાધર્મ તે ચેતનજી સાથે જ છે અને જે વિરહ બતાવ્યું છે તે તે શુદ્ધચેતનાને અને ચેતનછને છે. આ ભાવ બરાબર સમજવાની ખાસ જરૂર છે. ચેતના તેની વિભાવ
* માયડીને બદલે બે પ્રતમાં “માડી” પાઠ છે. રાગ સાથે માયડી શબ્દ વધારે મળતો આવે છે અને માડી કરતાં તે વધારે હત–પ્રેમ બતાવે છે તેથી માયડી પાઠ એક અર્થવાથી હાઈ વધારે સારો લાગે છે.
+ “ઝુરી ને બદલે બે પ્રતમાં “” એવો પાઠ છે. ભૂતને બદલે ભૂતથી અત્યાર સુધીની સ્થિતિ બતાવનાર “ગુરુ ” પાઠ વધારે યોગ્ય જણાય છે.
સ ધીમેને બદલે એક પ્રતમાં “ધીંગે ' એવો પાઠ છે. એનો અર્થ “સબળ ” એવો થાય છે, જુઓ આ જ પદની છઠ્ઠી ગાથા, પરંતુ અત્ર તે પાઠ અશુદ્ધ જણાય છે. “ધમી નિજ પર આ પ્રમાણે પાઠ એક પ્રતમાં છે. એનો અર્થ હું નિરપક્ષ રહેવા ઘણું ઝરી પણ મને ધમીને પોતાના અને પારકા હાથમાં ફેકી દીધી એ થાય છે. જુઓ વિવેચન.
૧ માયડી=મા, માતાજી, વહાલી મા. મુને ચેતનાને. નિરપ=નિષ્પક્ષ, એક બાજુએ ઢળી ન જવાય તેવી. કિણહી કેન અપિ, કેઈએ પણ ન મૂકી=રહેવા ન દીધી. ઝરી=પ્રયાસ કર્યો, ઝંખના કરી. ધીમેં= કપટથી, હળવે હળવે. નિજ મતિ=પિતાની બુદ્ધિ, વિચાર, મન. ફુકી=ની ડુંક મારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org