________________
૫૦૦
શ્રી આનંદધનજીનાં પદા અગ્નિને—મારા તાપને બીજે વૈદ્ય મટાડી શકે તેમ નથી, આનંદઘન અમૃતને વરસાદ થાય ( ત્યારે તે તાપ શમે તેમ છે).”
ભાવ-વિભાવદશામાં પડેલા પતિના સંબંધમાં પિતાને કેટલી અગવડ છે તે સવિસ્તરપણે બતાવતાં શુદ્ધચેતના કહે છે કે–અમારા બાઈજી-સાસુજી જેનું નામ આયુ સ્થિતિ છે અને જેને લઈને ચેતનજી એક શરીરમાં અમુક વખત સુધી રહે છે તે મારા પતિને એક શ્વાસોશ્વાસ જેટલે કાળ પણ વિશ્વાસ રાખતી નથી. અત્યારે મારા પતિ જૂદી જૂદી ગતિમાં જન્મે છે અને ત્યાં ટકે છે તેનું કારણ આયુરસ્થિતિ છે. તેવી સ્થિતિ મારા પતિને જૂદી જૂદી ગતિમાં જન્મ આપનાર હોવાથી મારા પતિની વર્તમાન માતા તે થઈ અને તેથી તે મારી સાસુ થઈ આવી મારી સાસુ મારા પતિને જરા પણ વિશ્વાસ કરતી નથી, એક મિનિટની, એક સેકંડની પણ પતિની દરકાર કરતી નથી. શ્રી વીરપરમાત્માને ઈન્દ્ર જણાવ્યું કે “હે પ્રભે ! લેકના હિત સારુ અને શાસનના લાભ માટે આપ આપનું આયુષ્ય બે ઘડી લંબાવો, જેથી ભસ્મગ્રહને આપની નામરાશિ પર સંક્રમિતે આ૫ જુઓ તે તે આક્રમણ કરી શ્રમણ સંઘને પીડા કરે નહિ.” તેના જવાબમાં પ્રભુએ જણાવ્યું કે“ચક્રવતી કે તીર્થકર કેઈ પણ એ અર્થ કરવાને સમર્થ નથી, કેઈથી પિતાનું આયુષ્ય એક ઘડી કે એક ક્ષણ પણ વધારી શકાતું નથી.” શરીરને ભરોસે નથી, તે કયે વખતે પડી જશે તેને વિશ્વાસ નથી, છતાં તેના પર મમતા કરીને આ પ્રાણ અનેક પ્રકારનાં કાર્યો આદરી બેસે છે અને પસંદ ન આવે તેવી ગતિમાં જન્મ આપનાર આયુકર્મરૂપ સાસુને એકઠી કરે છે અને પછી તેને તાબે રહી અનેક પ્રકારના ત્રાસ તે ભોગવે છે. આવી રીતે એકઠી કરેલી આ સ્થિતિ એક ક્ષણને પણ વિશ્વાસ રાખવા ગ્ય નથી. જેને સવારે જોયા હોય તે બપોરે નામશેષ થઈ ગયા સાંભળ્યા છે, વાત કરતાં રસ્તે ચાલતાં ઠેસ લાગવાથી, હૃદય બંધ થઈ જવાથી કે બીજી અનેક રીતે મૃત્યુને વશ થતાં જોયા છે અને જેના વર્તનથી એમ લાગે કે સેંકડો વર્ષો સુધી પૃથ્વીને કે પિતાની અન્ય વસ્તુઓને આ છેડનાર નથી તે સર્વને તજીને ચાલ્યા જતા અનુભવ્યા છે. આવી રીતે સાસુ તે એક ક્ષણ પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી, છતાં વિભાવદશાને લઈને તે આયુરસ્થિતિ મારી સાસુ થયેલી છે. વાત એમ છે કે-વિભાવદશાના જોરને લઈને પિતાનાં વાસ્તવિક સગાઓ કેણ છે તેને પણ ચેતનછ ઓળખતા નથી અને તેની આયુરસ્થિતિને સાસુ અત્ર કહેવામાં આવી છે. “સાસ ઉસાસ વિસાસ ન રાખે’ એ પાઠ છાપેલી બુકમાં છે, તેને અર્થ શ્વાસ અને ઉધાસ જેટલે કાળ પણ વિશ્વાસ રાખે નહિ એમ થાય છે અને તે આખા વાક્યને નણંદની સાથે લઈ જવાનું છે. બાકી ભાવ સ્પષ્ટ છે અથવા બીજી રીતે અર્થ કરતાં પતિ વગર એક શ્વાસે શ્વાસ જેટલા કાળને પણ વિશ્વાસ રહેતું નથી, એટલે તેટલે વખત પણ ધીરજ રહેતી નથી, પતિ વગર અન્યત્ર મન માનતું નથી અને ચિત્ત ચોટતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org