________________
શ્રી આનંદઘનજીનાં પદ પણ “બાવરા માં ગણતરી થવાની છે એમ પુનરાવર્તન કરીને બતાવવાની ખાસ જરૂરિયાત છે. સુજ્ઞ ડાહ્યા માણસે ગાંડામાં ખપવા ઈરછા ન રાખે એ તે સ્વાભાવિક છે; તેથી આપણું દૂર કરી વિજ્ઞાપણું આદરો અને તે માટે યોગી મહારાજ જે ભાવ અત્ર પ્રદર્શિત કરે છે તે પ્રગટ કરવા નિર્ણય કરે. આ આપણું વાસ્તવિક કર્તવ્ય ક્ષેત્ર છે અને તેના વિજયમાં આ ભવયાત્રાનું સાર્થક્ય છે.
પદ સુડતાળીસમું
રાગ ટેડી पिय* बिन निश दिन झुलं खरीरी, पिय०
लहुडी +वडीकी कांनि मिटाइ, द्वारतें आंखे कब न टरीरी. पिय. १ “પતિ વગર હું રાતદિવસ ખરેખરી ઝર્યા કરું છું. નાના મોટાની શરમ મટાડી દઈનેમૂકી દઈને બારણમાં (જતાં) મારી આંખે કંઈ વખત પણ અટકતી નથી-બંધ થતી નથી.”
ભાવ-છત્રીશમા અને એકતાળીશમા પદમાં જે વિરહદશાનું વર્ણન કર્યું છે તે ભાવ અહીં વિશેષ સ્પષ્ટ કરે છે. આ વિરહઝરણામાં કરેલા આલાપ સુમતિ અથવા શુદ્ધ ચેતનાના બેલેલા સમજી શકાય છે. બંને રીતે તેની અર્થવિચારણા થશે. મને અર્થ બતાવ્યું છે તે શુદ્ધ ચેતનાના મુખમાં આખું પદ મૂકે છે અને ટબાકાર સુમતિના મુખમાં મૂકે છે. બંને ભાવ સારે અર્થ આપે છે.
અનેક પ્રકારની વાત થયા પછી પણ પતિ નિજ મંદિરે પધારતા નથી અને કુલટા સ્ત્રીઓની વક જાળમાં ફસાયા કરે છે, એ સંબંધમાં શુદ્ધ ચેતનાને શેક સમાતે નથી, પતિ વિરહથી તેને ચેન પડતું નથી અને તેથી જેવી રીતે સાધારણ વિરહિણી સ્ત્રી પતિ પરદેશ જાય ત્યારે અનેક પ્રકારના કાલાપ કરે છે તેવી રીતે શુદ્ધ ચેતના પિતાની સુમતિ સખીની પાસે અથવા સુમતિ પિતાની શ્રદ્ધા સખીની પાસે હદયની વાત કરે છે. હે સખી ! મારા હૃદયવલ્લભ મેહનમર્તિ પ્રાણપતિ મારે મંદિરે પધારતા નથી અને જ્યાં ત્યાં ભટકયા કરે છે તેથી મારે પતિને મહાવિરહ થયું છે અને તે વિરહમાં હું પતિ
* પિયાને બદલે બે પ્રતમાં “પિયા” પાઠાંતર છે. + “ લહરી વડીરિ કૌન મિટાઈ ' એવો પાઠાંતર એક પ્રતમાં છે. એનો અર્થ સમજાઈ જશે.
૪ એક પ્રતમાં “ દ્વારતિ આંખ' એવો પાઠ છે અને એક પ્રતમાં “ કારિતે આંખે ” એવો પાઠ છે. સર્વ પાઠના અર્થ એક સરખા થાય છે.
૧ પિય= પ્રિય, પતિ. બિન વગર. નિશદિન =રાતદિવસ. પુરું=ખૂરું છું, દુ:ખી થાઉં છું. ખરી= ખરેખરી. લહુડી–લઘુ, નાની, વડીકી=મોટાની. કાંનિ=કહેવાનું, શરમ. મિટાઈ=મૂકી દઈને, ધારાઁ=%ારમાં, બારણામાં. આંખે=આંખે, ચક્ષુઓ. કબ=કઈ વખત. ન ટરીરી=ટળતી નથી, બંધ થતી નથી.
Jain Education International
ation International
For Private & Personal Use Only
www.jainelibrary.org