SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ છે'તાલીસમુ' પદ્મ ૪૯૧ સાથે લડાઇ કરે છે અને તેને પરાજય કરે છે. સ્થૂળ લડાઈ લડી નાનું સરખું રાજ્ય મેળવવુ' એમાં કાંઇ દમ નથી, કારણ કે જ્યાં સુધી રાગદ્વેષને નાશ થયા નથી ત્યાં સુધી શત્રુતા ઘટતી નથી પણ વધે છે. શત્રુને જરા પણ પ્રસંગ મળે, બહારની મદદ મળે અથવા પેાતાના રાજ્યમાં કાંઈ ખટપટ થાય કે તુરત તે લડાઈ જમાવે છે અને વળી લડાઈ કરીને વેર-વિરાધથી જે કિલષ્ટ કર્યું બંધાય તેથી ભવાંતરમાં અનેક દુ:ખયાતના સહન કરવી પડે છે. આવી લડાઇ લડવી એ બહાદુર માણસનું કામ નથી, સાક્ષેપ ષ્ટિવાળા જીવનું કામ નથી, ડાહ્યા માણુસનું કામ નથી. જે લડાઇ લડવાથી અચળ, અબાધિત શિવદરવા પ્રાપ્ત થાય અને જેથી કૈવલ્યજ્ઞાનરૂપ વિશાળ મેષ સ્પષ્ટ રીતે પ્રગટ થાય તે લડાઈ લડવી ઉચિત ગણાય. એ સિવાયની ખીજી લડાઇ લડે તેને ખાવા-ગાંડા સમજવા. ગાંડા મનુષ્યની નિશાની એ છે કે-એ જો કે સર્વ કાર્ય કરે છે પણ તેના પિરણામને અને તેના લાભાલાભને તે વિવેકપૂર્વક વિચાર કરી શકતા નથી. સ્થૂળ લડાઈ કરનાર સમજતા નથી કે એ લડાઈ તે પરપરિણતિની છે, એમાં સ્વભાવ કે સ્વગુણુ પ્રકટ થાય, વસ્તુતઃ પેાતાને લાભ થાય એવુ કાંઇ નથી અને આવી રીતે વસ્તુસ્વરૂપ સમજ્યા વગર જે લડાઇ કરે છે તેને ગાંડા અથવા મૂખ કહેવા એ તત્ત્વષ્ટિએ બરાબર છે, જે લડાઇ લડીને મહાન્ રાજ્ય પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયા પછી જાય નહિ એનું નામ લડાઇ કહેવાય; ખાકી જે લડાઇથી આંખને અળખામણી લાગે–જોવી ન ગમે એવી લેહીની નદીએ ચાલે અને પરિણામમાં બહુ ટૂંક વખત માટે કદાચ એક નાનું સરખું રાજ્ય મળી જાય એનું નામ ખરી લડાઇ કહેવાય નહિ. શત્રુને એવી રીતે પરાસ્ત કરવા જોઇએ કે એક વાર હાર્યાં પછી તે ફરી વાર ઊભા થાય નહિ, લડવાના કે સામે આવવાના વિચાર પણ કરી શકે નહિ અને લડીને મેળવેલા સ્થાનમાં તેના પ્રવેશ પણ થઇ નહિ, આવી રીતે આંતર દુશ્મનની સાથે લડાઈ કરી હાય અને તેમ કરીને ભાવશત્રુને પછાડી નાખેલ હાય તેનુ નામ લડાઇ કહેવાય. ચેતનજી ! તમે અત્યાર સુધી સ્થળ લડાઈ લડવાનેા ખ્યાલ કર્યાં કરા છે તે મૂકી દો અને આવી ભાવ લડાઇ લડી, મેહરાયને તેના લશ્કર સાથે પરાસ્ત કરી, તેને કેદ કરી, કારાગૃહમાં નાખી દો કે પછી તમારે કોઇ પણ પ્રકારની લડાઈ લડવાનું ખાકી રહે નહિ અને જીતીને પ્રાપ્ત કરેલી તમારી શાંતિ-સામ્રાજ્યવાળી નિવૃત્તિ નગરીમાં તમારેા અચળ નિવાસ થાય. : સૂર પછાડે નાઉ અરીરી ' આવા પાઠાંતર એ જગ્યાએ છે. શૂરવીર માણુસ દુશ્મનને એવી રીતે પછાડે કે તે નાઉ એટલે ફરી વાર આવે નહિ. બહાદુર માણસની લડાઇમાં એવી ખૂખી હોય છે કે તે ટૂંક વખતની જીત મેળવતા નથી. પરંતુ શત્રુને એવા ઝેર કરે છે, એવી રીતે પછાડીને ભેાં ભેગા કરી દે છે કે તે ફરી વાર ઉઠવા જ પામે નહિ, ફ્રી વાર સામે લડવા જ આવે નહિ. નાઉને બદલે ભાઉ પાઠ વધારે સુંદર અને અઘટના યુક્ત છે. આવી રીતે અમુક લડાઈ લડવી અને અમુક ન લડવી એવી વાત ચેતનજીને કહી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy