________________
શ્રી આનઘનજીનાં પદ્મા
ભાવ—મ્યાન વગરની તરવાર અને તીક્ષ્ણ કાઢલવડે તું દુશ્મનાને માર. માક્ષ પામવાની રુચિરૂપ તરવાર્ અને સ્વરૂપ પ્રાપ્ત કરવાના પ્રેમરૂપ કાઢલવડે તું માહુરાજાને મારી હઠાવ. તારે મનમાં તે વખતે યા રાખવાની નથી. તું મનમાં એમ વિચારીશ નહિ કે દયામય અર્હિંસા ધર્મના અનુયાયી હાવા છતાં તારાથી સંહાર કેમ કરાય ? કારણ કે પૂર્વે તીથ કરાર્દિકે પણ તેમ જ કર્યુ. છે અને તારે તેઓને માર્ગ પકડવાના છે. એક ચૈત્યવંદનમાં કહ્યું છે કે તીર્થંકર મહારાજ
૪૮
ગુરુ પાસે ભણિયા નહિ, પણ સઘળું જાણે; ભેળ વિના પરમેસરા, સુખ સઘળાં માણે. રાગ નહિ પણ રીઝવે, વિ વિનાં મન દ્વેષ નહિ પણ ટાળીયાં, સવિ કર્મના સ. સેવા ફાવે સૌ ભી, નામ ધરાવે સાધુ; સાધ્ય ધરાવણુ કે નહિ, સૂક્ષમ નિરાળાધુ.
આ પ્રભુના માર્ગે તારે ચાલવાનુ છે તેથી તારે મેહરાજાના સૈન્યના સ'હાર કરતાં જરા પણુ વિચારવાનું નથી. તારે તે હાથમાં ઉઘાડી તરવાર અને કાઢલ લઈને મેદાનમાં જરા પણ ભય રાખ્યા વગર ઉતરી પડવું. અનેક કર્માં જે અત્યારે તને વિવિધ પ્રકારે ત્રાસ આપે છે અને પ્રથમ દૃષ્ટિએ સખ્યા અને સત્તામાં અપ્રતિહત લાગે છે તે સ ઉપર તું એકલા સામ્રાજ્ય મેળવી શકે એટલી તારામાં શક્તિ છે. તારી એવી અચિંત્ય શક્તિને તું જાણુતા નથી, તને તેની ખખર નથી, તને તેના મહિમા ખરાખર સમજાયા નથી. જ્યારે તું મહરાજાના લશ્કરના સંહાર કરવા મંડી જઈ ક્ષપકશ્રેણી માંડીશ ત્યારે સર્વ કર્મના નાશ કરતાં તને પૂરી એ ઘડી પણ થવાની નથી, આઠમા ગુરુસ્થાનકેથી ક્ષપકશ્રેણી માંડી ચેતનજી જ્યારે પ્રગતિ કરે છે ત્યારે અંતર્મુહૂર્તના કાળમાં તે તેરમે ગુણુસ્થાનકે આવી જાય છે અને તે પહેલાં તે મેહનીય કર્મના સર્વથા નાશ કરે છે. આવી રીતે અડતાળીશ મિનિટથી પણ ઓછા કાળમાં તું માહનીય કર્મોના નાશ કરી શકે તેવી તારામાં તાકાત છે, કના મોટા સમૂહને પ્રદેશેાયથી વેદી નિર્જરા કરીને તું તદ્દન દુશ્મન વગરના થઈ જાય એવી તારા પોતામાં શક્તિ છે અને તેમ કરવામાં તને વખત પણ બહુ લાગે તેમ નથી. આવી રીતે સ્વસ્વરૂપ પામવામાં આડા આવતા દુશ્મનને મારી હઠાવ અને હતપ્રદ્યુત કરી દે. આ પ્રમાણે કરવાથી તને શું લાભ થશે તે હવે બતાવે છે. તુ સર્વ વસ્તુના આધરૂપ કૈવલ્યજ્ઞાનને પ્રાપ્ત કરીશ અને તેની સાથે વળી શિવસ્થાન પ્રાપ્ત કરીશ. એના મહિમા ખતાવતાં કેટલાંક ઉપયાગી વિશેષણેા બતાવ્યાં છે તે સમજવા ચેોગ્ય છે. આ સંસારમાં મોટામાં મોટી પીડા-ઉપાધિ તારે અહીંથી તહીં અને તહીંથી અહીં દોડધામ કરવાની છેઃ જરામાં તું મનુષ્ય થાય છે, વળી તિર્યંચ થાય છે, પાછો વળી દેવ થાય છે, પાછા વળી તિય "ચાદિના ભવ કરી નારકીમાં જાય છે. આવી રીતે નારકી નિગેાદમાં તથા ખીજી ગતિએમાં રખડ્યા કરે છે; એક ભવમાં પણ ઠરીને ઠામ બેસતા નથી; તેને બદલે તને એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org