________________
૯૬
શ્રી આનંદઘનજીનાં પદો ટકાવી રાખવા માટે કવિએ એવા પ્રસંગે ચેતનજીથી બેલાયેલા ઉદ્ગારે અત્ર નેંધી રાખ્યા છે. એની કિંમત વસ્તુસ્વરૂપના અવધ વખતે ઉચ્ચારાયેલા શુધ ઉદ્ગારના માર્ગદર્શકત્વ તરીકે બહુ મોટી છે, એવી સ્થિતિ અધિકાર અને પ્રસંગે પર આધાર રાખે છે, પરંતુ એવા પ્રસંગે એક સરખી સૌમ્ય સ્થિતિ થતાં વસ્તુદર્શન યથાતથ્ય થાય છે અને તેને કાયમ લાભ મળે તે માટે એવા પ્રસંગે થયેલ સંકુરણું હૃદય પર અંક્તિ કરવી ઉચિત છે. ચેતનજીને અહીં એમ વિચાર થાય છે કે-જ્ઞાનદ્રષ્ટિ એ મારી દષ્ટિ છે અને બીજે સર્વ દગો છે એ સાધારણ વાત નથી. એવી વિચારણુથી થયેલી બુદ્ધિને બરાબર વિકસ્વર કરવાની અને તેવા વિચાર કરવાના પ્રસંગો વધારવાની બહુ આવશ્યકતા છે. નકામી વાત કરવામાં ઘણી વાર બહુ સમય ચાલ્યો જાય છે તેને સદુપયેગ થવા સાથે જે આવા શુધિ વિચારે અને તે પણ ચેતનજીના પિતાના આંતર ઉદ્દઘાટન સાથે થાય તે બહુ લાભ થવા સાથે ચેતનજીને છેડા વખતમાં માર્ગ પર લાવી મૂકનાર થાય છે. મુમુક્ષુ જીવે આ દષ્ટિથી વિચાર કરવાની-આત્મનિરીક્ષણ કરવાની બહુ જરૂર છે. ઘણીખરી બાબતમાં આ જીવ વિચાર કરતો જ નથી અને કરે છે તે તેની તુલના કરતું નથી, ઉપર ઉપરના વિચારનું ફળ બેસતું નથી. શુદ્ધ સ્થિતિના ખપી જીવે તેથી યોગ્ય માર્ગદર્શક આશ્રય તળે વાસ્તવિક માર્ગને સૂચવનાર, આત્મદષ્ટિ જાગ્રત કરનાર અને સ્વવિષયને અવલંબી રહેનાર શુભ આત્મવિચારણા કરવી અને તે વખતે સ્વને ઓળખવા માટે પરભાવનું સ્વરૂપ પણ તેટલા પૂરતું વિચારવું અને વિચારી યોગ્ય નિર્ણય કરે. ચેતનજી હજુ આ પ્રસંગે વિચાર કરી કેવા કેવા ઉદ્દગાર કાઢે છે તે આગળની ગાથામાં જોવામાં આવશે. એને હેતુ ચેતનજીને વસ્તુસ્વરૂપને શુદ્ધ અવધ કરાવવાનું છે. એ આશય બરાબર સમજવાથી આ અટપટા પદને નિષ્કર્ષ બહુ સારી રીતે નીકળી આવે છે. આવી વિચારણું કરવાથી ઘણી વખત જે હકીકતનો ખુલાસો શ્રવણ કે વાંચનથી થતું નથી તે સહજમાં થઈ જાય છે અને તે વખતે મનમાં શાંતિ વ્યાપી જાય છે. જ્ઞાનદષ્ટિ સિવાયની વસ્તુ અથવા સંબંધસ્થિતિ દગો દેનારી છે એ હકીક્ત પણ ચેતનજીને વિચારણાને અંગે જ ફુરે છે.
भ्रात न मात न तात न गात न,* जात न वात न लागत गोरी; मेरे सब दिन दरसन फरसन, तान सुधारसपान पगोरी. ठगोरी. २ “(તે દૃષ્ટિ સિવાય મારે કેઈ) ભાઈ નથી, મા નથી, બાપ નથી, સગા નથી,
* છાપેલી બુકમાં પ્રથમની બે પંક્તિ આ પ્રમાણે છે. “ભ્રાત ને તાત ન માત ને જાત ને, ગાત ન વાત ન લાગત ગરી. ' એમાં શબ્દોનું સ્થાન ફરે છે, અર્થમાં ફેરફાર જણાતો નથી. જાત એટલે છોકરો એ પણ અર્થ થઈ શકે છે.
૨ ભ્રાત=ભાઈ. માત=માતા, મા. તાત-પિતા. ગાત=સગોત્રીય, સગા અથવા શરીર. જાત=સનાતીય, એક જ્ઞાતિવાળા. લાગત લાગે છે. ગોરી સુહાવણી, સારી, ચેખી, ઉજળી. મેરે મારે તે. દરસત્રદર્શન. ફરસન=સ્પર્શન, વંદના, પૂજા. તાન=લય. સુધારસ પાન= અમૃતપાન. પગો પાકું, ખરેખરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org