________________
પીસ્તાલીસમુ પ
૪૭૧
હતા, ફસાયા હતા, છેતરાઇ ગયા હતા; તેવી મને છેતરનારી હું લુચ્ચી સ્ત્રીઓ ! તમે હવે મારાથી દૂર જાએ, મારા છેડા છોડા, મારાથી આધી જાએ; અને હે વહાલી શુધ્ધ ચેતના ! તુ હવે જાગ્રત થા અને મારી સાથે લાગ. અત્યાર સુધી મેં તને ઊંઘાડી રાખી છે, તારી હકીકત સાંભળી નથી, તને ઉવેખી મૂકી હતી, તે ઠીક થયું નથી; પણ હવે તું જાગ્રત થા અને મને ભેટ, મારી પાસે આવ અને મારી હૃદયવલ્રમા થા. અટ્ઠા ! આ આત્મા ( હું પોતે ) અત્યાર સુધી માયા, મમતાની બુધ્ધિએ ચાલ્યા છે જ્યારે કોઇ વસ્તુસંબંધ કે સ્થિતિની તુલના કરવી હાય ત્યારે તેને મમતાની દૃષ્ટિથી જ જોઇ છે, તેની ગણના વ્યવહારિક સ્થળ સુખ, સગવડ અને અજ્ઞાનને અગે જ કરી છે અને તેથી આત્મા વારંવાર ખાટી ગણતરી કરીને છેતરાયા છે, તેની ગણુતરી ઊંધી વળી ગઇ છે, ખાટી પડી છે, ખેાટે રસ્તે દોરનારી જણાઈ આવી છે. તેણે જે વસ્તુને પેાતાની માની હતી તે પારકી જણાઈ છે, પેાતાના સંબંધીઓને ચાલ્યા જતા જોયા છે, પેાતાનુ દ્રવ્ય ઘસડાઈ જતું જોયું છે, પેાતાનાં સગાંઓને માની લીધેલા વૈરી તરીકે કાર્ય કરતા જોયાં છે. આ સ ભૂલભરેલી ઉલટી ગણતરીનું કારણ એ હતું કે તે સની કિમત માયા, મમતાના અજ્ઞાનમૂલક ધેારણુ પર કરી હતી અને જ્યાં ગણતરી કરવાનું ધારણ (Basis ) જ ખાટુ' ડાય ત્યાં પછી તેના સરવાળા બાદબાકી ખાટાં જ આવે એમાં નવાઇ જેવું નથી. જેને વસ્તુતઃ સુખ માની સરવાળામાં ગયું હતું તે તે દુઃખરૂપ હોવાથી બાદ કરવું જોઈતું હતું તેવી જ રીતે ગુણાકાર અને ભાંગાકાર પણ ઉલટા જ થતા હતા. આવી રીતે માયા, મમતા પર સુખદુઃખની ગણુના કરીને ચેતનજી ( હું પોતે) અત્યાર સુધી છેતરાયેલ છે, પરંતુ હવે મને સ્પષ્ટ માલૂમ પડે છે કે અનુભવષ્ટિ એ જ મારી ષ્ટિ છે. વસ્તુસ્વરૂપ યથાસ્થિત જ્ઞાનને, અગાઉ જણાવ્યું છે તેમ, અનુભવ કહેવામાં આવે છે. એ અનુભવષ્ટિ અથવા જ્ઞાનષ્ટિથી જે ગણુના કરવામાં આવે તે વાસ્તવિક ગણતરી છે, સાચી ગણતરી છે અને તેવી ગણતરી પર જે મુકામ માંધ્યું હાય તે લાંખા વખત ટકે છે તેમ જ ગણતરી કરનારની ગણુનાઓને સાચી મનાવે છે; બાકી એ સિવાય બીજી દૃષ્ટિથી કાઇ પણ ગણુતરી કરી હાય, સ્થૂળ સ્થિતિ પર તુલના કરી હેાય તે સર્વ દગાવાળી-અવિશ્વાસ્ય માલૂમ પડે છે અને તેવી ગણતરી પર કરેલા કાર્યાં પણ સુખને બદલે પરિણામે દુઃખ જ આપે છે. આવી ભૂલભરેલી ગણતરી ખાટી છે એમ હવે મને જણાયુ છે તેથી એવી ખાટી ગણતરી કરાવનાર કે માયામમતા ! તમે હવે મારાથી દૂર ખસી જાઓ, અહીંથી ભાગી જાઓ અને મારા પર તમારા વક્ર પ્રયાગા કાંઈ પણ અજમાવશે નહિ.
જ્યારે જ્યારે ચેતનજી જરા પણ શુધ્ધ દશામાં આવે છે, કાંઈ શુધ્ધ અવમેધ થાય તેવું વાંચન કે શ્રવણ કરે છે, ત્યારે તેના મનમાં આવા શુધ્ધ વિચાર। આવે છે અને તે વખતે થયેલી ભૂલ પર પશ્ચાત્તાપ થાય છે, તે સાથે હવે પછી તેમ ન થાય તે ઠીક તેવા વિચારને લઈને આવા ઉદ્દગારો નીકળી આવે છે. એવી ક્ષણિક ભાવના લાંબે વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org