________________
૪૭૦
શ્રી આન ધનજીના પા
સ્થિતિના અંત આવશે અને આપની પેાતાની ઇચ્છા શું છે તે મને વ્યકત થતાં હું તેને માન આપી અનુસરીશ. હે નાથ ! તેટલા માટે આપ પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની રીતિ મને શીખવા. ટખાકાર આ ગાથાના અથ કરતાં કહે છે કે આગમ એટલે જેનાગમના નિગમ એટલે માર્ગ પ્રત્યે કાંઈ પ્રાપ્ત કર્યું નહિ, વાણી ખેાલીને તારી સેવા (શુદ્ધ ચેતનાએ) મને શીખવી. ’ આ ભાવમાં જાણે સુમતિ ચેતનજીને ઉદ્દેશીને ખેલતી હાય તેવા ભાવ ખતાવ્યા છે; પણ તે ભાવ ઉપર લખ્યો છે તેવા આત્માને ઉચ્ચતર સ્થિતિમાં અતાવનારા નથી તેથી પ્રથમ અર્થ લખ્યું છે તે વિશેષ ચાગ્ય જણાય છે. આ ગાથાનું તાત્પર્ય એ છે કે-ચેતનજી પોતે જો સેવનની રીતિ વાણી દ્વારા વ્યક્ત કરે તે તેને પ્રથમ તે વિચાર કરવા પડે અને તેમ કરતાં ચેતના સુમતિ અને માયામમતાનું સ્વરૂપ સમજી જાય. આવા અનેક ઉદ્દેશે। મનમાં રાખી ચેતના ચેતનજી પાસે સેવનની વિધિ વાણી દ્વારા વ્યકત કરવા વિનતિ કરે છે. ચેતનાના આશય પતિ સાથે રસરંગ જમાવવાના છે અને તેથી તે હજી પશુ આગળ તે જ લયમાં બેલે છે.
मैरे तो तुं राजी चहीए, औरके बोल में लाख सहुरी;
आनंदघन प्रभु वेगें मिलो* प्यारे, नाहि तो गंगतरंग बहुरी, तेरी ० ३
.
“ મારે તેા તું પ્રસન્ન રહે એટલુ જોઇએ છીએ, બીજાનાં લાખા વચનેા હું સહન કરીશ, વહાલા આનંદધન નાથ ! જલદી મળા, નહિ તેા પછી હું ગંગાના પ્રવાહમાં તણાઈ જઈશ.
"
ભાવ-શુદ્ધ પતિવ્રતા સ્ત્રીની ભાવના ગમે તે ચેાગ્ય પ્રકારે પતિને પ્રસન્ન કરવાની હાય છે, તેને પછી લેાકેા વઘેલી કહે કે તેની અન્ય પ્રકારે મશ્કરી કરે તેની તે દરકાર કરતી નથી, તેની સખીએ તેને હસે તેને તે ગણકારતી નથી, બીજા માણસે તેની ગમે તેવા શબ્દોમાં વાત કરે તે વાતની તેના મનમાં ચાટ રહેતી નથી, તેનુ સાધ્ય તા હરકાઇ પ્રકારે પતિને પ્રસન્ન કરવાનુ... હાય છે. બીજા કાઈ તેને લાખા ખેલે સભળાવે તેની તેને દરકાર હાતી નથી અને તે સને સહન કરી જાય છે. વેદ, પુરાણ, આગમપ્રસિદ્ધ પતિને મેળવીને શુદ્ધ ચેતનાની પણ એવી જ દશા થાય છે. તે સ્પષ્ટ રીતે પતિ સાંભળે તેમ કહે છે કે—ખીજા સર્વ ગ્રંથા તમારા સંબંધમાં ગમે તે પ્રકારે વાત કરે, માયામમતા તમારી વિરુદ્ધ ગમે તેટલુ ખેલે અને માયામમતાના સંબંધી ગાત્રજના તમારા સંબંધમાં ગમે તેવા શબ્દોમાં મશ્કરી કરે તેની મારે દરકાર નથી. મારે તે એક જ વાત છે કે-ગમે તે પ્રકારે તમને પ્રસન્ન કરવા અને તમે સદા મારા ઉપર પ્રસન્ન રહેા તેવા ઉપાયા યાજવા. વ્યવહારમાં
મિક્લ્યા ' પાઇ છે તેના અર્થ પ્રસિદ્ધ છે, તેના ભાવ પર
* મિલેને સ્થાનકે તે પ્રતામાં વિવેચન કર્યુ છે તે જુઓ.
૩ મૈરેમારે. રાજી=પ્રસન્ન. ચહીએ=જોઇએ. વેગે=જલદી. યારેવહાલા. ગગતર`ગ=ગંગાના પ્રવાહમાં. વહુંરીતણાઈ જઈશ.
Jain Education International
ઔરકે બીજાનાં. એલચન સહુંરી=સહન કરીશ.
For Private & Personal Use Only
www.jainelibrary.org