SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ચુ'માલીસમુ' પદ્મ we ચેતનજીનું મહત્ત્વ બતાવવામાં પરમતસહિષ્ણુતા અને દૂધમાં ભળેલુ' જળ ફેંકી દેવાની અને સત્ત્વ ગ્રહણ કરવાની તેની શક્તિને એક ખાસ અગત્યની બાબત તરીકે બતાવે છે. સત્તાવીશમા પદ્મમાં તથા અન્યત્ર આ વિષય પર કેટલુંક વિવેચન થઇ ગયું છે. ચેતનજીની પાસે જ તેને સેવવાની રીત શીખવાનું શુદ્ધ ચેતના કહે છે તે તેની નમ્રતા બતાવે છે. પેાતે તા બધુ જાણે છે પણ ચેતનજીના મુખથી જ તે માર્ગ કહેવરાવવામાં તેના આશય તેને પ્રસન્ન કરવાના સ્પષ્ટ જણાઈ આવે છે. રસરગમાં રહેવાના નિશ્ચય તેનેા અને કુટિલ માયામમતા સ્ત્રીઓ સાથેના ભેદ બતાવવા માટે છે. તે સત્ર ભટકનારી છે અને પતિવ્રતા નથી એ ભાવ પ્રદર્શિત કરવા પોતે તે પતિના રંગથી રંગાઈ જઈ તેમાં રહેવાને નિશ્ચય કર્યાં છે એમ બતાવે છે. પ્રથમની એ પંક્તિને અથ એમ પણ થઇ શકે કે—વેદ, પુરાણ, કુરાન, કિતાબ, અગમનિગમ ( એટલે વેદાંત )એ સને હું કાંઇ ગણતી નથી, તે તારા મત જ માનું છું, મને અન્ય કાંઈ ઈષ્ટ નથી. શુદ્ધ ચેતનાનું કહેવું એમ છે કે-જે ચેતનજીને! મત તે તેને પેાતાના મત, એને કોઇ અન્ય ગ્રંથાનું કામ નથી, આ અર્થ પણ્ ઠીક છે, આ ગાથાના ભાવ બહુ વિચારવા ચાગ્ય છે. જેએ અકારણ ધર્મના નામે લડાઇ જગાવે છે તેઓએ તેમાં સત્યાંશ કયાં અને કેવી રીતે રહેલ છે તે શ્રીઆનંદઘનજીના અભિપ્રાય પ્રમાણે સમજવું જોઇએ અને સત્ય સ્વરૂપ સમજ્યા પછી ચેતનજી સાથે રસરંગ જમાવવા જોઇએ. હાલ તા શુભ માર્યાં પણ એવા કટકમય કરી મૂકાયલા જોવામાં આવે છે કે તેમાં ચાલવાથી લાભ જોઇએ તેવા થતા નથી અને કેટલીક વાર તેા મેાટી હાનિ થતી જોવામાં આવે છે. જ્યારે ધર્મના માર્યાં પણ આવા વિષમ મનાવી મૂકવામાં આવ્યા હાય ત્યારે પછી ચેતનજીને તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કેવી રીતે અને કયાં કરવું એ મોટો પ્રશ્ન થઈ પડે છે. તેથી વસ્તુસ્વરૂપ સમજી ચેતનજીના રસરંગમાં રહી શકાય એવા માગે† ગ્રહણુ કરવા ચેાગ્ય છે. 66 ચાચર ફારી શિખાઇ સખનીકી ” એવા પાઠાંતર છે તેના અથ ગાનારાએએ સ્પષ્ટ રીતે સેવન કરવાની રીત શીખવી એમ થઇ શકે છે. આત્મગાન-હૃદયગાન દ્વારા પરમાત્મભાવને સેવવાની રીતિ શીખવી એટલે આંતરગાનથી પરમાત્મભાવ પ્રાપ્ત કર્યાં, સમજાય એ અર્થ સાધારણ રીતે થઈ શકે છે. પ્રસ્તુત હકીકત સાથે ચાચરના ભાવ ખરાખર બેસતા આવતા નથી. અહીં પરમાત્મભાવ પ્રગટ કરવાની વિવિધ રીતિએ અન્ય ગ્રંથા બતાવે છે તેના તરફ ધ્યાન ન આપતાં શુદ્ધ ચેતના ચેતન-પતિને કહે છે કે હે નાથ ! આપ પોતે જ હવે સેવનની વિધિ વાણી દ્વારા શીખવા એટલે એથી આપને એક તે મારી સાથે વાતચીત કરવી પડશે અને અત્યાર સુધી આપ મારી સામે જોતા નથી અને સાથે ખેલતા નથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy