________________
૩૮
શ્રી આનંદઘનજી અને તેમને સમય ઉપયોગ ન થાય એ જેવા ખાસ સંભાળ રાખી છે. એ મહાત્માના શિક્ષણ પર હવે પછી વિચારણા થશે ત્યારે પણ આ નિયમ ઉપર લક્ષ્ય રહેશે.
મેતા 'આનંદઘનજી મહારાજના પ્રસંગે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે તેઓને વિહાર મેડતા અને તેની આજુબાજુમાં વધારે થયો હોય એમ જણાય છે. સંપ્રદાય પ્રમાણે તેઓ મારવાડમાં બહુ વિચર્યા જણાય છે અને જિંદગીને કેટલેક કાળ તેઓએ પાલણપુર તરફનાં ગામમાં ગાળે જાય છે. મેડતાની આજુબાજુનાં મોટાં જંગલોમાં અને આબુ ઉપરની ગુફામાં તેઓ વિશેષ રહ્યા હોય એમ જણાય છે અને શ્રી સિદ્ધાચળને ભેટવા માટે કાઠિયાવાડમાં આવી ગયા હોય એ સંભવિત છે. તેઓશ્રીને જન્મ બુદેલખંડમાં થયું હોય એમ તેઓની ભાષા અને તે સંબંધી ચાલતી દંતકથા ઉપરથી જણાય છે. તેઓની ભાષા પર હવે વિચાર કરવા માટે એ અગત્યની વિચારણા કરવાનાં સાધને પર આપણે લક્ષ્ય આપીએ. તેઓના સંબંધમાં ચાલતી સાંપ્રદાયિક વાત, દંતકથાઓ અને હકીક્ત એક સરખી રીતે તેઓને મારવાડમાં વિહાર બતાવી આપે છે. આપણે ગુજરાતના હેઈએ તેથી તેમને ગુજરાતી કહેવા, કાઠિયાવાડી હેઈએ તેથી કાઠિયાવાડી બતાવવા પ્રયાસ કરો અથવા બંગાળી હાઈએ તે બંગાળી બતાવવા યત્ન કરે એમ કરવા લલચાઈ જવાય તેવું છે; પરંતુ વાસ્તવિક રીતે એ વસ્તુસ્વરૂપ પર આંખ મીંચવાને અથવા મીંચાવવાનો પ્રયત્ન છે. આથી આપણે હવે આનંદઘનજીની ભાષા પર વિચાર કરીએ.
આનંદઘનજીની ભાષા સાંપ્રદાયિક હકીક્ત એ બહારને પૂરા ( extrinsic evidence) છે. આનંદઘનજીના ચરિત્રને અંગે આપણે સહજ ઉહાપોહ તે રીતે કરી ગયા. હવે આપણે ગ્રંથકર્તાના સંબંધમાં અને ખાસ કરીને તેમની ભાષાના સંબંધમાં તેઓની જાણીતી કૃતિઓમાંથી શું હકીકત પ્રાપ્ત થાય છે તે પર વિચાર કરીએ. આ આંતરિક પૂરાવા (intrinsic evidence ) જેમ એક રીતે સમય, જન્મ, વિહાર આદિને નિર્ણય કરવામાં ઉપયોગી જણાય છે તેમ અમુક સગાના પુરુષ માટે તેને બહુ ઉપયોગ કરવામાં આવે તે આડે રસ્તે પણ દેરી જાય છે. શેકસપિયર જેવા એક સ્થાનકે રહી જીવન પૂરું કરનારના જન્મ અને વ્યવહારના નિર્ણયમાં અમુક અંશે તેના ગ્રંથમાં વપરાયેલી ભાષા બહુ ઉપયોગી ગણાય, પરંતુ એક સ્થાનકેથી બીજે સ્થાનકે વિહાર કરનાર સાધુઓના સંબંધમાં એ જ ભાષાવિચારણા કદાચ બેટા અનુમાનનું કારણ થઈ પડે તો તે તદ્દન સંભવિત છે. સામાન્ય રીતે અમુક ભાષા ઉપરથી કઈ પણ નિર્ણય ઉપર અમુક વ્યક્તિના સંબંધમાં આવવું અથવા તે પરથી તેમને જન્મ, વ્યવહાર નિર્ણય કરવા એ ઘણું જોખમભરેલું છે. તેનું કારણ એ છે કે મનુષ્ય પોતાની ભાષા સંગ પ્રમાણે ફેરવી શકે છે. સ્વામી વિવેકાનંદને ઈંગ્લિશ ભાષા પર કાબૂ વિચારતાં તેમને ભારતભૂમિથી અન્યત્ર જન્મેલા ધારવામાં આવાં અનુમાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org