________________
આનંદઘનજીને દેહત્ય વગેરે વિરોધ આવે તેવી વાતે દાખલ કરવામાં કોઈ પણ પ્રકારને લાભ હોય એમ મને લાગતું નથી. મને બહુ વિગતથી તપાસ કરતાં જેટલી વાત લભ્ય થઈ છે તેમાંથી આધારભૂત વાતે જ અહીં દાખલ કરી છે અને તે પર વિવેચક દષ્ટિએ વિચાર કર્યો છે. આ ઉપરાંત ખાસ મહત્ત્વની બાબતો હજુ પ્રાપ્ત થશે તે ઉપરની બાબતમાં ફેરફાર અથવા વધારો કરવામાં આવશે. ઇતિહાસની બાબતમાં આપણે હજુ એટલી પછાત સ્થિતિમાં છીએ કે આવી બાબતમાં વારંવાર ફેરફાર થયા કરે એમાં નવાઈ જેવું નથી અને એ નિયમ મારે શ્રી મુનિસુંદરસૂરિના સંબંધમાં અન્યત્ર પણ જાળવ પડ્યો છે. ઇતિહાસના અભ્યાસીએ આગ્રહી પ્રકૃતિ ન રાખતાં જેમ બને તેમ ખુલ્લા દિલથી કામ લેવું. કઈ વાતને પિતાના પક્ષ, મત કે સંપ્રદાયમાં ખેંચી જવા પ્રયત્ન કરે નહિ અને વધારે આધારભૂત હકીકત પ્રાપ્ત થતાં પિતાની જાતને સુધારણું માટે ખુલ્લી ( open) રાખવી. આવા નિયમથી ઐતિહાસિક બાબતમાં ધળ ચલાવવામાં આવે તે એકંદરે સારગ્રાહી બુદ્ધિવાળા માણસો બહુ લાભ કરી ઘણે નવીન પ્રકાશ નાખી શકે એમ મારું માનવું છે અને તે નિયમ વિસારી દેવાથી ઐતિહાસિક ચર્ચામાં બહુ નુકસાન થયું છે અને આયદે પણ થશે એવો ભય રહે છે. અત્યાર સુધીમાં આનંદઘનજીના ચરિત્ર સંબંધી મેટા પાયા ઉપર પ્રયત્ન મુનિ શ્રી બુદ્ધિસાગરજીએ કરેલું જોવામાં આવે છે, પરંતુ કમનસીબે તેઓએ પૃથક્કરણ દૃષ્ટિએ અને વૈજ્ઞાનિક ઐતિહાસિક રીતિને માર્ગ લેવાને બદલે તેઓએ પોતાના વિચાર પ્રમાણે આનંદઘનજી કેવા હોવા જોઈએ એ વાત પર લક્ષ્ય આપી ચરિત્ર નિરૂપણ કર્યું છે અને ઘણીખરી જગ્યાએ જાણે ચરિત્રલેખક બનાવે બન્યા તે વખતે હાજર હોય અને અભિપ્રાયે સાંભળ્યા હોય અથવા વાતે નજરે જોઈ હોય એવી એકાંતિક ભાષામાં લેખ લખે છે. પૃથક્કરણ કરવાની તેમને રુચિ ન હોવાને લીધે બહુ વાતે અવ્યવસ્થિતપણે દાખલ થઈ ગઈ છે. અવ્યવસ્થિત અભિપ્રાયોને એકત્ર સમૂહ કરવાની પદ્ધતિને બદલે જરા વિશેષ સંભાળભરી તપાસ ચલાવવામાં આવી હતી અને વ્યવસ્થાસર હકીકત દાખલ થઈ હોત તથા તેમાંથી આધારભૂત અને આધાર વગરની તેમ જ પ્રશંસાસ્પદ કે નિંદાસ્પદ હકીકતને વિવેક કરવામાં આવ્યું હોત તે તેમણે જે પ્રયત્ન કર્યો છે તે વિશેષ ઉપયોગી બની શકત એમ મને લાગે છે. બધી કિંવદંતીઓને અવ્ય, વસ્થિતપણે પસાર કરવામાં સમાયેલું જોખમ બહુ વિચારવા યોગ્ય છે અને ખાસ કરીને આનંદઘનજી જેવા મહાત્મા પુરુષને સંબંધમાં વિચાર કરવા માટે જેમ સાધને પૂરાં પાડવાની જરૂર છે તેમ તે પર કાં તે વ્યવસ્થાસર વિચાર બતાવવા જોઈએ અથવા વાત બેંધી લેવી જ જોઈએ. દરેક હકીકત પર વિચારે બતાવવા જતાં ખરા ખેટાનું પૃથક્કરણ કરવાની બહુ જરૂર છે અને એ વાત ખાસ લક્ષ્યમાં ન રહે તો તેનો ગેરલાભ બહ નીકળી આવે છે. બનતાં સુધી ઉપરોક્ત નિયમ સાચવવા અત્ર યત્ન કર્યો છે અને ખાસ કરીને અમુક સંપ્રદાય કે પક્ષ તરફના વાજિંત્ર તરીકે આનંદઘનજીના વિશુદ્ધ જીવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org