________________
ચુ'માલીસમું' પદ
૪૬૫
વ્યવહારમાં જ્યારે સામા મનુષ્યને પ્રતીતિ કરી આપવી હાય ત્યારે તે મમતને અંગે કવિચત્ સાગન ખાવામાં આવે છે. ‘ કરવત કાશી જાઈ ગહુ'રી' એ પદ સેગન ખાવાના અર્થમાં વાપરવામાં આવેલ છે. મૂળ વાત તે એમ છે કે સ’સારના અનેક દુઃખથી તખ્ત થયેલા દુ:ખી માણસો આ ભવમાં કાંઇ સુખ મળ્યું નહિ પણ આવતા ભવમાં સુખ મળશે, એવી અજ્ઞતાસૂચક બુદ્ધિથી કાશી જઇ અસલના વખતમાં કરવત મૂકાવતા હતા. મતલખ માથાથી પગ સુધી કરવતવડે કપાઈ આત્મહત્યા કરતા હતા અને તે પ્રમાણે કરવત મૂકાવતી વખત મનમાં આવતા ભવમાં અમુક વસ્તુ પોતાને મળેા એવી ઇચ્છા રાખતા હતા. આવી રીતે નિયાણું કરીને મરવાના, આત્મઘાત કરવાના બીજા પણ ઘણા માર્ગો આ દેશમાં હતા: કેટલાક ગિરનાર પરથી ભૈરવજવ ખાતા હતા એટલે એક ઊંચા શિખર પરથી નીચે ખાઇમાં પછાડી ખાતા હતા અને શરીરને પાતથી નાશ કરતા હતા, કેટલાક જગન્નાથજીના રથ નીચે પડી કચરાઈ જતા હતા, કેટલીક સ્ત્રીએ મૃત્યુ પામેલ પતિ જ પાછે પતિ તરીકે પ્રાપ્ત થાય તેટલા માટે સતી થઈ બળી મરતી હતી. આ સર્વ અજ્ઞાનક હતુ. આત્મઘાત કરવાથી કદિ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી, એટલું જ નહિ પણ પૂર્વે ખાંધેલા અશુભ કર્મ ભાગવી લેવાના પ્રસંગ છેડી દઈ ઉલટા વધારે ચીકણુાં અશુભ કર્માં એકઠાં કરવાનુ તેથી પ્રાપ્ત થાય છે. આ સવ રિવાજો બ્રિટિશ સરકારે બંધ કર્યાં છે. કાશીએ જઇ કરવત મૂકાવવું એ અસલ તે આવા અર્થમાં વપરાતું હતું. પણ પછી તે એક પ્રકારની સાગન ખાવાની રૂઢી થઇ ગઈ. જેવી રીતે હાલ એમ કહેવામાં આવે છે કે અમુક કાર્ય તું કરે તેા તારે માથે મુંબઇનું પાપ, એવી રીતે કરવત મૂકાવવુ' એટલે તું કહે તેવા સાગન ખાઉં, તું કહે તેવી રીતે તને પ્રતીતિ કરાવી આપું કે હું શુદ્ધ છું. તેલની ધગધગતી કઢાઇમાં હાથ બાળવા, અગ્નિમાંથી પસાર થઈ જવું, પાપ પુન્યની ખારી માંથી બહાર નીકળી જવુ વિગેરે અનેક રીતે વ્યિ કરવામાં આવતાં હતાં. એવા અસાધારણ પ્રયાગથી પેાતાનું શુદ્ધપણું બતાવી આપવામાં આવતું હતું. અહીં શુદ્ધ ચેતના કહે છે કે-તમે કહેા તે રીતે હું મારું શુદ્ધપણુ બતાવી આપવા તૈયાર છું, આપ કહેા તે દિવ્ય કરું, આપ કહેા તે સેગન ખાઉં, પરંતુ આપ મનમાં ચાક્કસ માનજો કેહું આપની જ છું અને આપ સિવાય અન્ય ફાઇની નથી તે વાતમાં જરા પણ ગોટો નથી, ફેરફાર નથી, અપવાદ નથી.
જ્યારે ચેતનજીને સમ્યગ્ બાધ થાય છે અને તે માર્ગાનુસારીપણાથી આગળ પ્રગતિ કરે છે ત્યારે તે સુમતિને સહજ મળે છે પણ વળી વચ્ચે વચ્ચે તેના ઉપર અનાદિ મિથ્યાત્વ જોર કરે છે ત્યારે માયામમતાના પ્રસંગેા શોધવા લાગે છે. આવે વખતે ચેતનજીની પ્રતીતિ કરાવવા માટે શુદ્ધ ચેતના પોતે અત્ર લખ્યા છે તેવા ઉદ્ગાર કાઢી ચેતનજીને સમજાવે છે, વસ્તુસ્વરૂપ ખરાખર રીતે કહે છે અને તેના પર વિચાર કરવા
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org