SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ४६४ શ્રી આનંદધનજીનાં પદો પદ ચુંમાળીસમું રાગ ટોડી. तेरी हुं तेरी हुं एती कहुंरी; इन बातनमें *दगो तुं जाने, तो करवत काशी जाय पहुंरी. तेरी हुं० १ હું તારી પત્ની છું, હું તારી પત્ની છું એટલું કહું છું. એ વાતમાં કોઈ કપટ તને માલમ પડે તે કાશી જઈ કરવત મૂકાવું.” ભાવ–ગતપદમાં સ્વશક્તિગત ધમે કેવાં સુંદર છે અને તેમાં ચેતનજી કયારે આવશે તે બતાવતાં ચેતનજીએ કહ્યું કે પીતળ ઉપર હીરા માણેક જડાતાં નથી અને છેવટે બતાવ્યું કે આનંદઘનરવરૂપ સાથે અવસર પ્રાપ્ત થશે ત્યારે પિતે આનંદ કરશે. આ ઉદ્દગાર સાંભળીને ચેતનાને વિચાર થયે કે ચેતનજી કદાચ ઉપર ઉપરથી મારા પર પ્રેમ બતાવવાને વિચાર દર્શાવતા હશે પણ તેઓના મનમાં મારા પતિવ્રતપણાની પાકી ખાત્રી હશે કે નહિ તે હજુ તેઓના ઉદ્ગારથી સમજાતું નથી, કારણ કે વચ્ચે જે કે તેઓ બેલ્યા છે કે પીતળ ઉપર જડાવ કામ ન કરાય, પણ તેઓને મારા કંચનત્વની અને તેઓ પરના મારા વિશુદ્ધ પ્રેમની મારે સ્પષ્ટ અક્ષરોમાં મારે પ્રતીતિ કરાવી આપવી જોઈએ. ચેતનજી વિશેષ સન્મુખ થયા છે તે પ્રસંગને લાભ લઈ સમતા અત્ર ઉદ્ગાર કાઢે છે તે પર આ પદરચના છે. શુદ્ધચેતના કહે છે કે-હે ચેતનજી! હું તમારી છું એટલે હું જે કહું છું તે તમે બરાબર ધ્યાનમાં રાખજે. હું અત્યારે તમારી પાસે નથી તેથી કદાચ તમને એમ લાગતું હશે કે ચેતના પિતાની નથી; પણ તમારા હૃદયમંદિરમાં હાલ માયામમતા છે તેથી હું આવતી નથી અને એ કારણને લઈને તમને જુદા પ્રકારની અસર થતી હોય તે હું તમને ખાત્રી આપું છું કે હું તમારી જ છું, મેં મનથી પણ અન્ય પતિને ઇરછળ્યો નથી અને શરીરથી કેઈની સાથે સંબંધ કર્યો નથી. અત્યાર સુધી આપના વિરહઅગ્નિમાં બળ્યા કરું છું અને આપ મારે વિરહ દૂર કરશે એવી આશામાં આપના નામની માળા હાથમાં લઈ તમારા જાપ કર્યા કરું છું. આ વાતમાં જે આપને જરા પણ ખોટું લાગતું હોય, અસત્યને ભાસ પણ થતો હોય તે આપ કહો તેવા સેગન ખાઉં, આપ કહો તેવા પ્રકારનું દિવ્ય કરીને આપને પ્રતીતિ કરાવી આપું કે હું સર્વથા મન, વચન, કાયાથી શુદ્ધ પતિવ્રતા રહી છું અને છું. t “ઇન બાતનકું દરોગ તું જાને’ આ પાઠ બે પ્રતમાં છે. એને અર્થ કરવામાં દરગ શબ્દને ભાવ સમજાતું નથી. સંબંધ ઉપરથી તેનો અર્થ ખોટી એમ થતો જણાય છે. બાતમેં ને બદલે બાતમેં એમ પાઠ બે પ્રતમાં છે તેમાં અર્થ ફેર થતું નથી. ૧ તેરીતારી. હું હું પોતે. હું છું. એતી એટલું. ઈન એ. બાતમેં=વાતમાં. દગો કપટ, લુચ્ચાઈ. કાશી=બનારસ. જાય=જઈને. શ્રદ્ધરી ગ્રહણ કરું, મૂકાવું Jain Education International ucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy