________________
શ્રી આનંદઘનજીનાં પ કેવી હલકી સ્ત્રીઓને પ્રસંગ કરે છે એની વચ્ચેની સરખામણી પર અત્ર ધ્યાન ખેંચ્યું હોય એમ જણાય છે. ચેતનજી જેવા સુંદર અમૂલ્ય ગુણરત્નાકરને બે બદામની બૈરીઓ સાથે વાત કરવી પણ ન ઘટે તે પછી તેને પ્રસંગ તે કેમ જ ઉચિત ગણાય? અથવા અપને પદ એટલે મુક્તિ–મોક્ષ. આ અર્થ ટબાકાર બતાવે છે. જ્યારે એ મુક્તિને સંભારશે એટલે જ્યારે તે પિતાનું સાધ્યબિંદુ શું છે? તે કેવી રીતે પ્રાપ્તવ્ય છે? તેને વિચાર કરશે અથવા હું વિચાર કરીશ ત્યારે તારા પ્રસંગ કરીશ. આ અર્થ પણ બહુ સુંદર છે અને પદના બીજા ભાવ સાથે બંધબેસતે આવે છે. હવે ચેતનજીએ તે લાંબી મુદત નાખી આવવાને સમય કાંઈ જણાવ્યું નહિ, માત્ર ધીરજ આપી, આશા આપી, સુમતિને છાતી પર હાથ મૂકાવ્યું, તેથી સ્વાભાવિક પ્રશ્ન એ ઉઠ્યો કે ચેતનજી કયારે સુમતિને પ્રસંગ કરશે. તેના જવાબમાં હવે કહે છે તે વિચારીએ.
ओसर पाय अध्यातम सेली,* परमातम निज योग= धरेरी सकति’ जगाइ निरुपम रूपकी, आनंदघन मिलि केलि करे.+ मेरी० ३
અવસર પામીને (કાળ પરિપકવ થશે ત્યારે) આત્માનાં કૃત્યેની રીતિ એટલે પરમાત્માણના હેતુરૂપ નિજાગને ધારણ કરશે અને નિરુપમ રૂપની શક્તિ જાગ્રત કરીને આનંદઘન સાથે મળી ( ચેતનજી) લહેર કરશે.”
ભાવ-અધ્યાત્મશેલી એટલે શું તે અહીં ખાસ વિચારવા યોગ્ય છે. આત્મા અને પુદ્ગલ વચ્ચેનો તફાવત શું છે? આત્મિક કાર્યો ક્યા ક્યા છે ? શું કરવાથી આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત થાય-પ્રગટ થાય? એવી દશા પ્રાપ્ત કરવાથી આત્માને શું લાભ થાય? વર્તમાન દશાનું કારણ શું છે? વિગેરે બાબતને નિર્ણય કરી તદનુસાર વર્તવું તેને અધ્યાત્મશેલી કહેવામાં આવે છે. જ્યારે અમુક બાબતની ધૂન લાગે છે ત્યારે તે સિવાય અન્ય કાર્ય સૂઝતું નથીઃ રમણીઆસક્ત પ્રાણીને સ્ત્રીની વાતમાં આનંદ આવે છે, ગણિતમાં ધૂન લાગે છે તે મનયત્ન કરવામાં જ રાજી થાય છે, ધન આસક્ત પ્રાણ પૈસાની વાત કરે ત્યારે જ તેને રસ આવે છે, તેવી રીતે જૂદી જૂદી બાબત ની ધૂન માટે સમજવું. આવી
સેલીને સ્થાને “શૈલી’ શબદ છે તે સંસ્કૃતરૂપ છે. રાગમાં શેલી પાઠ વિશેષ યોગ્ય રીતે ઉચ્ચારાય છે. અર્થ એક જ છે.
= યોગને બદલે “જોગ” શબ્દ છે. બન્ને એક જ અર્થમાં વપરાયેલા છે. - સકિતને બદલે “શક્તિ” સંસ્કૃત રૂપમાં કવચિત્ પાઠાંતર રૂપે દેખાય છે. + કરીને સ્થાનકે કવચિત “લેરી” પાઠ એક પ્રતમાં છે. અર્થ એક જ છે.
૩ ઓસર-અવસર, કાળપરિણતિ, સમયપરિપકવતા, અધ્યાતમસેલી=અધ્યાતમૌલી, આત્માનાં કોની રીતિ. પરમાતમ=પરમાત્મભાવના હેતુભૂત. નિજયેગનનજયેગનું સ્વરૂપ, ધર=ધારણ કરે. સક્તિ-શક્તિને. જગાઇ=જાગ્રત કરીને, નિરુ૫મ જેને કોઈની ઉપમા આપી ન શકાય તેવા. મિલિક મળીને. કેલિ-રમત, આનંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org