SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધિસિદ્ધ ખુદ શ્રી આનંદઘનજીનાં પદો તે લેવા જવા પડે, શીખવા જવા પડે કે શેધવા જવા પડે તેમ નથી. આ બને અક્ષર ક્યા કયા છે તે કહે છે. આત્મા. નિજ, વેગ. મેક્ષ. હંસ. મુક્તિ . ચિત જ્ઞાન. જ્ઞાત, મુક્ત. ગત. પર. અજ. શુદ્ધ. ચિત્ત. શિવ, અક્ષર પિતે નિકટ હોય એ અર્થ કરવો હોય તે “હંસ” અથવા “શિવ” શબ્દો બરાબર બેસતા આવશે, એટલે કે અક્ષરાનુક્રમમાં એ અક્ષર શી અને વ તથા હ અને સ તદ્દન નજીક આવે છે, તેનાથી નિર્દિષ્ટ આત્મા અથવા મોક્ષનું સ્મરણ કરવાને અન્ન ભાવ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવનારા આ બે અક્ષરનું જે પ્રાણી મરણ નહિ કરે તે સંસારચક્રમાં ભ્રમણ કરી મરણ પામ્યા કરશે અને ભવવ્યાધિને સહન કર્યા કરશે. ચેતનસ્વરૂપનું ધ્યાન હૃદયમાં ધારણ કરી જે પ્રાણી સુખદુઃખને વિસરી જશે, પોતાની ગતિને પકડી લેશે અને રાગદ્વેષને નાશ કરશે તે અમર થઈ જશે. શ્રી આનંદઘન મહારાજ તે ત્યાં સુધી કહે છે કે-જે એ પ્રમાણે કરવાનો નિશ્ચય કરે છે તે અમર થઈ ગયા છે એમ જ સમજવું. તેઓની સંસારસ્થિતિ એટલી અ૫ થઈ જાય છે અને સંસારમાં રહે છે ત્યાં સુધીમાં પણ તેઓની સાંસારિક સુખદુઃખમાં તાદામ્યવૃત્તિ એટલી ઓછી થાય છે કે આ વિચાર થયા પછી તે અમર થઈ ગયો એમ જ સમજવું. મુમુક્ષુ જીવે તેટલા માટે આ અમર થવાને માર્ગ પકડી લઈ અમર થઈ જવું એ સુખદુઃખના વાસ્તવિક ખ્યાલને અંગે ચગ્ય છે.* પદ ૪૩ મું રાગ-ટેડી. मेरी तुं मेरी तुं काहे डरेरी ? मेरी० कहे चेतन समता सुनी आखर, और दोढ दीन *जुठी लरेरी. मेरी० १ * આ બહુ સુંદર પદ કોઈ પણ પ્રતમાં આપવામાં આવ્યું નથી. એને ભાવ બહુ સુંદર છે અને મારા ગુરુમહારાજનું કહેવું એમ હતું કે એ પદ આનંદઘનજી મહારાજનું બનાવેલું ન હોય એમ ભાષા ઉપરથી કહી શકાય તેમ નથી. ભાષા તદ્દન આનંદઘનજી મહારાજ જેવી જ છે એમ તે આનંદઘનજીની ભાષા આપણે વિચારી છે તેથી કહી શકીએ. કોઈ પણ પ્રતમાં આ પદ આપેલ નથી તેથી તે સંદિગ્ધ તે રહે છે. ભાષાશૈલી અને વિચારપ્રૌઢતા આનંદઘનજીની સામાન્ય કૃતિને સાનુરૂપ છે. * જુઠીને સ્થાને “જૂઠ” અથવા “જૂઠી ” એ પાઠાંતર છે. ૧ મેરી મારી. કાહે શા માટે ? ડરેરી બીહે છે, ડરે છે. સુની=સાંભળ. બીજી, માયામમતા. દેઢ=૧. જુઠી=ટી. લરેરી લડશે, તકરાર કરશે. Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy