________________
૪૫૩
ખેડતાલીસમુ પટ્ટ
આ ચેતનજી સમજ્યા છે; અત્યાર સુધી તે નહિ સમજવાથી અનેક કુમરણે તે મર્યાં હતા અને સંસારમાં ભમ્યા કરતા હતા. અત્યાર સુધી તે વિષયનાં સાધનામાં અને તેની પ્રાપ્તિમાં સુખ માનતા હતા, તેના વિયોગમાં દુઃખ માનતા હતા; ધનપ્રાપ્તિમાં આનંદ માનતા હતા અને તેના વિરહમાં દુ:ખ માનતા હતા; સ્ત્રી પુત્ર મિત્રાદિના સયેાગમાં આનંદ માનતા હતા અને તેના વિયેાગમાં દુઃખ માનતા હતા. સ્થળ કીર્ત્તિમાં રાચી જતા હતા અને અપકીત્તિ થવાથી હેરાન થતા હતા. આવી રીતે અનેક પ્રકારના સુખદુઃખના વિચિત્ર ખ્યાલને લીધે તે સંસારચક્રમાં ભમ્યા કરતા હતા, પણ વાસ્તવિક સુખ શું છે ? કયાં છે ? અને તે પાતે પ્રાપ્ત કરી શકે તેમ છે કે નહિ ? તેને તેને ખ્યાલ જ નહેાતા, અને તેને લઇને જ તે અનંત વાર મરણ પામ્યા હતા. મતલબ, તે જન્મમરણુથી ભરપૂર સંસારમાં ભમતા હતા, ભમ્યા કરતા હતા અને તેનાથી પાર પામવાનેા માર્ગ ગ્રહણ કરતા નહાતા. હવે તેને સમજાયું કે આ સસંસારપરિભ્રમણનુ કારણ સુખદુઃખના વિચિત્ર ખ્યાલ છે તેથી તેણે નિશ્ચય કર્યાં કે-સુખદુઃખને હવે ભૂલી જ જવાં, ગમે તેવા સંચાગેા આવી પડે ત્યારે મનની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા, એટલે કે સુખના સ્થળ આકારમાં રાચીમાચી ન જવા અને દુઃખના સ્થળ આકારમાં માનસિક વિરસતા ન બતાવવા ચેતનજીએ નિશ્ચય કર્યાં. તેણે મનમાં ધાર્યું કે હવે ગમે તેવા સ્થળ સુખદુઃખના પ્રસંગો આવે તેને મન પર લેવા જ નહિ, સર્વ અવસ્થામાં મનને એક સરખુ રાખવું. જ્યાં સુધી વ્યાધિનું કારણ સમજવામાં આવતું નથી, ખેડું નિદાન થાય છે, ત્યાં સુધી ચિકિત્સા ખરાબર થતી નથી અને ઘણી વાર વિપરીત જ થાય છે અને પરિણામે દવાથી વ્યાધિ મટવાને બદલે વધી પડે છે. આ સર્વ હકીકત ધ્યાનમાં લઇ અમરપણું પ્રાપ્ત કરવાની દૃઢ ભાવનાવાળા મુમુક્ષુ ચેતનજીએ નિશ્ચય કર્યાં કે સાંસારિક સુખદુ:ખને તા હવે ભૂલી જ જવાં. આવી રીતે સુખદુઃખને ભૂલી જવાથી એકને પ્રાપ્ત કવાની અને એકના ત્યાગ કરવાની જે ઇચ્છા વ્યવહારમાં ચેતનજીને કમ્બખ્તપણાને લીધે થાય છે તે થતી હવે અટકી જશે અને તેથી તેની શુદ્ધ ચેતના પ્રગટ થતાં તેનામાં અમરપણું સિદ્ધ થશે.
આ પ્રમાણે હાવાથી ચેતનજી પેાતાનું અમરપણું બતાવવા પ્રભુસ્તુતિ કરે છે કે-હે મારા નાથ ! આનંદરાશિ ભગવાન ! નીચે જણાવેલા બે અક્ષરા જે શંકા વગરના છે અને જે પેાતાની તદ્ન નજીક રહેલા છે તેનું જે સ્મરણુ નહિં કરે તે મરણ પામશે એટલે કે તે સંસારભ્રમણ કરશે. ચેતનજી કહે છે કે-અમે તે અમર હતા અને હવે અમારું અમરપણું સિદ્ધ થયુ છે, જે ધ્યાન જે કનિરા કરવાનું મુખ્ય સાધન છે તે કરતી વખતે અથવા ખીજી અન્ય વિચારણામાં બે અક્ષરા હૃદયતટ પર કોતરી નહિ રાખે તે અનંત સંસારમાં ભમ્યા કરશે. અહીં જે એ અક્ષરા ખતાવ્યા છે તે શંકા વગરના નિરધાર છે, કે તેવા નથી, મતલખ તે આત્માનું સહુજ સ્વરૂપ બતાવનારા છે અને વળી તે પેાતાની પાસે રહેલા છે, પોતાની તદ્ન નજીક રહેલા છે, પાતામય છે, પાતારૂપ છે, અન્યની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org