________________
બેંતાલીસમું પદ
૪૫૧
આધિ વ્યાવિ વ્યથા દુઃખ ઈ ભવ, નરકાદિક =મુનિ આગે; જડબહુ ન ચલત સંગ વિણ પોષ્યા, મારગહુ મે ત્યાગે. આ૦ ૩ મદ છક છોક ગહેલ તજ વિરલા, ગુઋકિરપા કેઈ જાગે;
તન ધન નેહ નિવારી ચિદાનન્દ, ચલિયે તાકે સાગે છે. એ જ આવી શરીરની સ્થિતિ અધ્યાત્મીઓ કહી ગયા છે. સડણ પડણ વિધ્વંસન ધર્મયુક્ત પુદ્ગલની રચનામાં રાગ ધરી ચેતનજીની ગતિ છોડી દેવી એ કઈ પણ રીતે ઉચિત નથી. એ જ અધ્યાત્મરસિક ચિદાનંદજી મહારાજ અન્યત્ર આત્મબોધ કરતાં એક સવૈયે લખે છે.
તુ તો અવિનાશી કાયા પ્રગટ વિનાશી અરુ. તું તો હૈ અરૂપી એ તે રૂપી વસ્તુ જોઈએ; ++મલકેરી ક્યારી મેહરાયકી પિયારી એ, હયગી ===નિયારી એ વૃથા ભાર હૈઈએ; મહા દુઃખખાનિ દુરગતિકી નિશાની તા, યાકે તે ભરૂસે નિહિચિત નાંહિ xxહીએ; ચિદાનન્દ તપ જપ કરી ચાકે ” અલાહ લીજે,
નીકે નરભવ પાય વીરથા ન ખાઈએ. આવી રીતે શરીર નાશવંત છે, એ આપણે પ્રથમ અનિત્ય ભાવનામાં પણ વાંચીએ વિચારીએ છીએ. એવા નાશવંત શરીર ઉપર પ્રીતિ ચેતનજી કરે એ કઈ રીતે ઉચિત નથી, તેથી હું તો હવે મારી ગતિ પકડી લઈશ. હું હવે એ થાનકે જવાની ધારણ રાખું છું કે જ્યાં વ્યવહારથી પણ હું મરણ પામ્યો એવી મારા સંબંધમાં વાત થઈ શકે નહિ. આવું સ્થાન પ્રાપ્ત કરવા માગે હું હવે પકડી લઈશ. એમ કરવું એ મારા અવિનાશી૫ણુને સર્વથા યોગ્ય છે; કારણ કે ગમે તેમ પણ શરીર તે કફ, મળ, મૂત્રથી ભરપૂર છે અને તેને અને મારો સંબંધ અગ્ય હોવા ઉપરાંત હું અવિનાશી છતાં મારું મરણ થાય છે એમ પ્રચલિત ભાષામાં બોલાય છે.
- જ્યારે હું મારી પોતાની ગતિ પકડી લઈશ ત્યારે પેલા રાગદ્વેષ અને તેને લઈને થયેલાં અને થતાં મારા મરણે બંધ પડશે, નાશી જશે, તે નાશવંત વસ્તુ હોવાથી દર થશે; કારણ કે જડને માર્ગ મૂકી ચેતનને માર્ગ અમે પકડશું ત્યારે કર્મબંધનનું કારણ નાશ પામશે. અમે પિતે (શુદ્ધ ચેતનજી) તે નિશ્ચયનિવાસી-શુદ્ધ આત્મગુણમાં રમણ કરનાર છીએ–મેક્ષસ્થાનમાં વાસ કરનાર છીએ તેથી ત્યાં જઈ ચકખા થઈને સર્વ જગતનું અવલોકન કરશું અથવા નિખાલસ, કર્મમળથી રહિત-નિર્મળ થઈને રહેશે. રાગદ્વેષ નાશી ગયા એટલે આ જીવ નવીન કર્મબંધ કરતા અટકી જાય છે અને તેથી ધીમે ધીમે તેની
= વળી આગળ. | ડગલું પણ = અડધે રસ્તે. * ઘેલાપણું-મદના છાકથી થયેલું. સંગે-સાથે.
++મેલની. # કયારડી, નીક : યારી, વહાલી. == ન્યારી, દૂર નિશ્ચયથી, જરૂર. xx ઘટે નહિ, " લાભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org