________________
એ'તાલીમમુ પદ્મ
૪૪૯
કરતા નથી, કાઇ શુદ્ધ તત્ત્વ ખતાવે તે તે તરફ પ્રીતિ બતાવતા નથી અને આગ્રહમાં પડી જઇ પૂર્ણ સત્યને દાબી દે છે. આટલા માટે રાગદ્વેષ અન ́ત સંસારચક્રમાં ભ્રમણ કરાવનાર છે અને તેથી તેના નાશ કરવા ખાસ દૃઢ ભાવના કરવી જોઇએ એ બહુ ઉપયોગી ખાખત છે. વળી ચેતનજી કહે છે કે અનંત કાળથી પ્રાણી જેનાવડે મરતા આવ્યો છે તે કાળને હવે હું મટાડી દઇશ. અત્યાર સુધી કાળ-મરણુને વશ પડીને પ્રાણીને અનંતાં મરા કરવાં પડ્યાં છે તે મરણુને હુવે મટાડી દઇશ એટલે હવે મારે અનાદિ મરણે મરવું પડશે નહિ અથવા તે એટલે ઉપયુક્ત રાગદ્વેષથી પ્રાણી અનંત કાળ સુધી મરતા આવ્યા છે તેનુ કારણુ અંધ પડી જવાથી મરણને જ મટાડી દેશું. અજ્ઞાનદશામાં સંસારચક્ર અનંત હાય છે, વિરતિ ગુણુ પ્રાપ્ત થયા પછી તે ઓછું થતુ' જાય છે અને છેવટે આ પ્રાણીની કથી મુક્તિ થાય છે ત્યારે મરણજન્મ બિલકુલ થતાં નથી. તેથી કપ્રચુરતાજન્ય રાગદ્વેષના નાશ કરવાથી અમરપણાની પ્રાપ્તિ થાય છે. કારણને નાશ થવાથી કાર્યના નાશ થઈ જાય એ તે સ્વભાવસિદ્ધ નિયમ છે અને અહીં મરણુના કારણભૂત રાગદ્વેષના નાશ થઇ જવાથી અથવા તેઓ ઉપર કાબૂ આવી જવાથી તેના કાર્ય ભૂત કર્મ બંધનના નાશ થવાના એ સિદ્ધ નિયમ છે અને તેમ થવાથી કર્મના એક આવિર્ભાવ મરણુદશા તે પણુ અટકી જવાની એમાં જરા પણ સંદેહ જેવુ' નથી. આથી રાગદ્વેષને કાબૂમાં લેવાની ખાસ જરૂર છે એ વાત સ્પષ્ટ થાય છે.
પ્રાણીને મરણના મોટો ભય છે તે જ્યાં સુધી સંસારમાં પ્રાણી હાય છે ત્યાં સુધી લાગે છે. ખાવા–પીવાની, સગાંસ્નેહીઓની તથા બીજી અનેક પ્રકારની ઉપાધિ ભાગવનાર વ્યાધિગ્રસ્ત ભિખારી પણ મરણને ઈચ્છતા નથી, મરવાની વાત આવે ત્યાં ચાંકી જાય છે અને કાઇ ‘મર' એવા શબ્દ તેને કહે તા પણુ ક્રોધ કરે છે. આવાં મરણુનું કારણ શેાધી, તે કારણને અટકાવી દઈ મરણને જ અટકાવી દેવાં એ ખાસ કન્ય છે, એથી ઉપાધિ આછી થઈ જાય છે, સંસારચક્રના ફેરા દૂર થઈ જાય છે અને માનસિક કે આત્મિક અવનતિ એકદમ અટકી જાય છે. કર્મબંધ કરાવનાર રાગદ્વેષરૂપ મહાઉગ્ર શત્રુના નાશ થવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મોટા પુરુષાર્થ કરી તેઓને કબજામાં લેવાના પ્રયત્ન કરવા યુક્ત છે.
देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे; नासी जासी हम थीरवासी, चोखे व्है निखरेंगे.
अब० ३
૩ દેહ=શરીર. વિનાશી=નાશવંત. હું ચેતન. અવિનાશી=અક્ષય. અપની=પણી, પોતાની. ગતિ= સ્વરૂપ. પકરેંગે=પકડીશ, ગ્રહણ કરીશ, લઈશ. નાસીનાશવાળું. જાસી=નાશ પામશે. હમ= ું, થીરવાસી સ્થિરવાસવાળા, નિશ્ચય નિવાસી, ચેખે શુદ્ધ, નિ`ળ. હું થત. નિખરે ગેનીરખીશ, જોઇશ, અથવા નિખાલસ થઈને રહીશ
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org