________________
શ્રી આનંદધનજીનાં પર
મૂકે છે અને સંસારમાંથી ઊંચા આવવાને બદલે તેમાં ઊંડા ઊંડા ઉતરતા જાય છે. અમુક સ્થિતિ ભેગવવાને આધાર કર્મબંધ પર રહે છે અને તેને આધાર ખાસ કરીને અમુક સાંસારિક કાર્યને અંગે તાદામ્યપણું કેટલું થાય તે પર રહે છે; એ તાદામ્યપણું અનુકૂળ અથવા પ્રતિકૂળપણે રાગ અને દ્વેષ અનુક્રમે કરાવે છે, અને તેથી મહાનિધુર પ્રચુર કર્મસંઘાત વહારી લેવાનું પ્રબળ નિમિત્તકાર રાગદ્વેષ બને છે. ઉપાધ્યાયજી યશેવિયજી તેટલા માટે એક સ્થળે કહે છે કે “રાગે પડીઆ તે નર મૂતા રે, નરય નિગોદે મહા દુઃખજુત્તા રે.” એવી જ રીતે દ્વેષને અંગે તેઓએ બે હકીક્ત બહુ યાદ કરવા લાયક કહી છે. ચરણકરણ ગુણેની સુંદર ચિત્રશાળા દ્વેષ–ધૂમ્રથી કાળી થઈ જાય છે અને એમનું પ્રથમ અંગ અષષને અભાવ છે. જેમાં શ્રેષભાવને ત્યાગ કરે છે તે ગુણાનુરાગી થાય છે અને જ્યાં ગુણને અભાવ જુએ છે ત્યાં સમચિત્ત થઈ જાય છે. આવી માધ્યશ્ય વૃત્તિ જ્યારે અંતઃકરણ પૂર્વક વિચારણા સાથે પ્રાપ્ત થઈ જાય ત્યારે અનેક કર્મમળ હૃર થઇ જાય, અનેક કર્મદેષ પ્રાપ્ત કરવાના માર્ગો બંધ થઈ જાય અને તેથી છેવટે ચેતનજી પર કર્મને બેજે ઓછો ઓછો થતે જવાથી અને નવીન કર્મભાર આવતે અટકવાથી તે ક્રમે ક્રમે કર્મથી મુક્ત થઈ અમર થઈ જાય છે. આટલા માટે અત્ર કહ્યું છે કે-આ જગને બંધન કરનાર રાગ અને દ્વેષ છે તેને તો અમે નાશ કરશું. જ્યારે ચેતન પિતાની વિશુદ્ધ સ્થિતિ જાગ્રત કરવાના નિર્ણય પર હોય ત્યારે પછી તેને પોતાની સંસારદશાનાં કારણે શોધવાની ઈચ્છા થાય એ ઉચિત છે અને તેને અંગે તે એકદમ આ રાગદ્વેષને શોધી કાઢે અને તેને નાશ કરવાના નિર્ણય પર આવી જાય એ પણ તેનું કર્તવ્ય છે. આ જીવને સંસારમાં રખડાવનાર અને તેને મોક્ષ થવા ન દેનાર રાગદ્વેષ છૂટી જાય ત્યારે શત્રુ મિત્ર ઉપર સમભાવ આવે છે, પિતાનાં કે પારકાં છોકરાં સ્ત્રી કે અનેક વસ્તુઓમાં તફાવત જણને નથી અને તેને પરિણામે મનમાં એક એવો વિશુદ્ધ ભાવ આવી જાય છે કે તેથી ખાસ અનુભવ કરવા લાયક એક ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે.
આવી મહાન ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થતાં જે રાગદ્વેષ અજ્ઞાનને જન્મ આપે છે, અનાદિ મિથ્યાત્વને પિષે છે અને ચેતનછનાં જ્ઞાનચક્ષુ પર અંધી ચઢાવે છે તેને એકદમ નાશ થઈ જાય છે. આ અજ્ઞાન-મિથ્યાત્વ જીવને કેટલે ત્રાસ આપે છે તે સમજવું સહેલું છે. આ સંસારમાં જેટલું મિથ્યાત્વ રૂખડાવે છે તેટલું અન્ય કઈ રખડાવતું નથી. મિથ્યાત્વથી મેહ,મેહથી રાગદ્વેષ અને તે સર્વથી અનેક અનર્થ પરંપરા ચાલે છે. એકાંત ધર્મ પર રુચિ થવી, વિશુદ્ધ આત્મસ્વરૂપ શોધવા તરફ અલય બતાવવું, પોતાના અભિનિવેશેને મજબૂતીથી વળગી રહેવું વિગેરે અનેક રીતે આ ચેતનનાં જ્ઞાનચક્ષુને આવરણ કરનાર, ભ્રમિત સ્થિતિમાં નાખી દેનાર અને ઉન્મત્તની પેઠે ચેષ્ટા કરાવનાર અજ્ઞાનજન્ય અને અજ્ઞાનજનક મિથ્યાત્વ છે. બાહ્ય દષ્ટિએ ઘણું ભણી ગયેલા માણસે પણ એના જેરથી એવા માયાભ્રમમાં પડી જાય છે કે અંશ સત્યને સંપૂર્ણ સત્ય માની વસ્તુતત્વ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org