________________
શ્રી આનંદઘનજીનાં પદો પછી પણ તેને વળગી રહીએ? ત્યારે મરણનાં કારણને ઓળખી તેને જ્યારે અમે ત્યાગ કર્યો છે ત્યારે મરણ ક્યાંથી આવશે અને આવશે તો તેને કેણ સંઘરશે ?
વસ્તુસ્થિતિ કેવી વિપરીત છે તેને અહીં જરા પ્રાસંગિક વિચાર થઈ આવે છે. આ પ્રાણ સુગુરુના ઉપદેશથી, સુશાસ્ત્રના અધ્યયનથી અને ધર્મકથાના વ્યાખ્યાનશ્રવણથી મિથ્યા માર્ગ કર્યો છે અને કેવો છે અને કેવાં પરિણામ નીપજાવનારે છે તે જાણે છે, સમજે છે અને કેઈ કોઈ વાર તેના પર વિચાર પણ કરે છે, છતાં તેને ત્યાગ કરી શક્તો નથી. તે સમજે છે કે માયામમતાના માર્ગો કુટિલ છે, વિષયકષાયના માર્ગે અંધારાવાળા છે, પ્રમાદવિકથાના માર્ગે આડાઅવળા છે અને સ્થલ પદ્ગલિક ગૃદ્ધિના માર્ગો ખાડા ટેકરાવાળા છે; એ સર્વ કુમાર્ગો છે, મિથ્યા માર્ગ છે એમ જાણવા છતાં પણ તેના ઉપર અનાદિ પ્રેમને લીધે, તેની તરફની અનાદિ રાગાંધતાને લીધે અને તેના દુર્વ્યસનને લીધે તેને તે ત્યાગ કરી શકતું નથી, તેના ઉપર પોતાનું સામ્રાજ્ય ચલાવી શક્યું નથી અને ઉલટી તેને પિતાના ઉપર સત્તા ચલાવવા દે છે-એ તેનું અજ્ઞાન છે, મૂર્ખતા છે, મૂઢતા છે અને ઉપરના અર્થમાં લખીએ તે તેની સાધારણ બુદ્ધિને પણ અભાવ અથવા ગેરહાજરી દર્શાવનાર છે.
મિયાજ્ઞાન એટલે એકાંત દૃષ્ટિથી અપેક્ષાની દરકાર વિનાનું જ્ઞાન. જે જ્ઞાનમાં જૂદા જૂદા દષ્ટિબિંદુથી વત્સ્વરૂપની સમજણ ન થતી હોય, જ્યાં દૃષ્ટિબિંદુના હેરફેર સાથે સંબંધ જોડનાર elasticity ( યુક્ત સંજન) ન હોય તે એકાંત દષ્ટિથી જોનાર જ્ઞાનને મિથ્યાજ્ઞાન સમજવું અને તેવા મતને મિથ્યા મત કહેવામાં આવે છે. અમુક દષ્ટિબિંદુથી સર્વમાન્ય સત્ય પ્રાપ્ત થતું હોય તેને સ્વીકારવાની સાથે જ બીજા દૃષ્ટિ બિંદુઓનું સાપેક્ષત્વ ન રહે તે સત્ય જ્ઞાન પણ વિપરીત પણે અસર કરે છે. અહીં જ
શ્રીવીતરાગપ્રણીત ન નિક્ષેપ સંબંધી જ્ઞાન જેના પર પાંચમા પદમાં વિસ્તારથી વિવેચન કર્યું છે તેની આવશ્યકતા સમજાય છે. ઉપર જણાવેલા પ્રકારનું મિથ્યાજ્ઞાન જન્મમરણનું કારણ છે, કારણ કે તેને લઈને પ્રાણી ચેતનછ અને અન્ય પદાર્થોનું સ્વરૂપ સમજી શક્ત નથી. મિથ્યાજ્ઞાનમાં તરતમતા હોય છે પરંતુ જ્યાં સુધી મિથ્યાજ્ઞાનને આવિર્ભાવ હોય છે ત્યાં સુધી જન્મમરણનું કારણ હયાત રહે છે. તેને જ્યારે નાશ થાય ત્યારે પણ ચેતનજીનાં જન્મમરણ એકદમ મટી જતાં નથી પણ ત્યાર પછી તેને માત્ર વખતને જ સવાલ બાકી રહે છે. ચક્રને ચલાવનાર દંડને કાઢી નાખ્યા પછી પણ દંડે આપેલ ગતિથી ચક્ર છેડે વખત તે જોસમાં ચાલે છે પણ પછી ધીમું પડતું જાય છે અને છેવટે તદ્દન બંધ પડી જાય છે, તેવી રીતે મિથ્યાજ્ઞાનરૂપ દંડથી ચાલેલ મરણકષ્ટરૂપ ચક્ર પણ દંડના અભાવે છેડે વખત ચાલે છે પણ છેવટે તેની ગતિ ધીમી થઈ જતાં આખરે તે બંધ થઈ જાય છે. આ ભવિષ્યમાં થવાની સ્થિતિને વર્તમાનમાં અત્ર આપે છે. આ આખા પદમાં
અમર” શબ્દ પર ભાર મૂકયે છે, એ શબ્દ આખા પદની keynote ચાવી છે. મરણનાં કારણને આવી રીતે નાશ થવાથી તેના કાર્યને પણ નાશ થઈ જવાને છે એ સમજાય
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org