________________
શ્રી આનંદઘનજીનાં પ સહન કર્યું છે તેને બદલે વળી જશે. સુમતિ જવાબમાં કહે છે કે-શુદ્ધ દશામાં અપૂર્વ આનંદસમૂહ આપનાર મારા પ્રભુ! તમારી એ સ્થિતિ પર ખ્યાલ રાખીને હું તમારાં ઓવારણું લઉં છું. મારું સ્વરૂપ અનાદિ કાળથી ધૂળ મળી ગયું છે અને વિરહાગ્નિ મને બાળ્યા કરે છે પણ હવે તેને છેડે આવવાને છે તે વિચારથી મને હર્ષ આવે છે અને તેનાં ચિહ્ન તરીકે હું તમારાં લુંછણું લઉં છું. નાથ ! એમ હોય તે ભલે આપ મેડા વહેલા પધારજો. આપ જરૂર પધારવાના છો એ વિચારથી મારા મનમાં નિરાંત થઈ છે; પણ મારા સ્વામી ! આપ અત્યાર સુધી મારા તરફ કઠોર થઈને બેઠા હતા તેવા તે હવે રહેશે નહિ, થશે નહિ, એટલી મારી આપને ખાસ વિજ્ઞપ્તિ છે. આ પ્રમાણે અર્થ બહુ સુંદર થાય છે, પણ આખું પદ શુદ્ધ ચેતના બોલે છે તેને બદલે છેલ્લી ગાથામાં એકદમ સુમતિ આવી જાય છે અને શુદ્ધ ચેતનાની બેલેલી પાંચ ગાથા પછી ચેતનજી બેસે છે એમ ધારવામાં જરા પ્રકમભંગ થાય છે, તેથી બની શકે તે ચેતનના મુખમાં શબ્દ મૂકવા જોઈએ તેથી પ્રથમ અર્થ અત્ર બતાવ્યો છે. ત્રણે અર્થ એગ્ય આશય દર્શાવનાર છે તેને લક્ષપૂર્વક વિચારવા.
આખા પદમાં જે એક ભાવ ઝળકે છે, તે એ છે કે-ચેતનજીએ પોતાની વાસ્તવિક શુદ્ધ દશા યાદ કરી તેમાં રટણ કરવું જોઈએ અને શુદ્ધ દશાને અને તેને જે વિરહ (વિયોગ) થયેલ છે તેનો અંત લાવ જોઈએ. શુદ્ધ વિમળા દશામાં પરમ પવિત્ર સદ્દગુણનિધાન ચિદાનંદઘન સ્વરૂપ નિરંજન નિર્લેપી ચેતનજી હાલ તો પરમ ભાવમાં એવા ફસાઈ ગયા છે કે તેને બીજું કાંઈ સૂઝતું નથી, બીજી તરફ તેનું ધ્યાન પણ જતું નથી અને બીજી બાબત તરફ દષ્ટિનિક્ષેપ પણ થતું નથી. આ અતિ ખેદજનક સ્થિતિને કઈ પણ પ્રકારે અંત જરૂર લાવ જોઈએ અને શુદ્ધ દશા પ્રકટ કરવા એગ્ય પ્રયાસ અને યત્ન કરવા જોઈએ.
પદ ૪૨ મું રાગ સારંગ અથવા આશાવરી.
अब हम अमर भये न मरेंगे; अब० या कारण मिथ्यात दीयो तज, कयुं कर देह धरेंगे? अब० १. “ હવે અમે અમર થયા છીએ (તેથી) મરશું નહિ. જે કારણ માટે મિથ્યાત્વને તજી દીધું છે. હવે અમે શું ફરીથી દેહ ધારણ કરશું?”
ભાવ-ઉપરના પદમાં જણાવ્યું તેમ શુદ્ધ ચેતનાની વાત સાંભળીને ચેતનજીએ કહ્યું કેહવે અમે સમતાના મહેલમાં બિરાજશું અને વાણીવિલાસના તરંગ લગાવશું. આ ભવિષ્ય કાળમાં કરવાના કાર્યની માર્ગનિરીક્ષણ કર્યા પછી ચેતનજીને જરૂર વિચાર થાય તે સ્વાભા
૧ અબ હવે. હમ હું અથવા અમે. અમર જેમાં મરવાનું નથી તેવો ભયે થયે છું. ન મરે ગગનહિ મરુ. યા=જે. તજ તજી, દીયે દીધે, કયું કર શું હવે ફરીથી. દેહ=શરીર, ધરંગે=ધારણ કરીશ.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org