________________
૪૪૩
એકતાલીસમું પદ શુભ સ્થિતિ પર વિચાર કરીને હું તમારાં ઓવારણાં લઉં છું, તમને વધાવી લઉં છું, તમારાં લુંછણું લઉં છું અને માત્ર એટલું જ કહું છું કે હું મારા પ્રભુ! આપ અત્યારે જેવા મારા ઉપર નિષ્ફર થયા છે, જેવા કઠેર થયા છો, જેવા નિર્દય થયા છે, તેવા હવે પછી ફરીને થશે નહિ, મારી સામું કૃપા કરીને જશે અને મારો વિરહકાળ ભાંગી નાંખશે, સુમતિના મંદિરે પધારશે અને સર્વ પ્રકારે આનંદ આનંદ થઈ જાય એમ કરશે. અત્યારે તે આપ એટલા બધા કઠોર થઈ ગયા છે કે મારી સામું નજર પણ કરતા નથી, હું આપની શુદ્ધ પ્રિય ભાય છું એ આપના મનમાં ખ્યાલ પણ આવતો નથી. (લુંછણાં લેવાં એ વધાવી લેવાની અથવા આવકાર આપવાની પ્રાચીન પદ્ધતિ છે.)
આ ગાથાના અર્થના સંબંધમાં ટબાકાર લખે છે કે “હે શ્રદ્ધા! મતિના મહેલમાં આવી શુદ્ધ આત્મરાજ બિરાજે ત્યારે હું કુમતિની સુમતિ થઈ ગઈ. અત્યાર સુધી મારે ચઉગતિરૂપ મહેલ હતો તેને બદલે હવે જ્યારે હું મતિની સુમતિ થઈ ત્યારે શુદ્ધ સ્યાદ્વાદમતાનુયાયી ચારિત્રદ્વાર પ્રવેશે મુગતિમહેલમાં બિરાજમાન શ્રી અરિહંત (ત્યાં અરિહંત તથા સિદ્ધ બને બિરાજમાન છે પણ અહીં અરિહંતનું કથન છે.) ભગવાનની વાણીરસના રજા એટલે તરંગ એવા હે આનંદઘન પ્રભુ! તમારી બલી લઉં; હવે તમે અગાઉ વર્ણન ક્ય તેવા અશુદ્ધપયોગી ન થજે.” ટબાકારે આ અર્થ કરવામાં પિતે મતિની સુમતિ અને કુમતિ એવા બે વિભાગ પાડી જે અર્થની શરૂઆત કરી છે તેને ભાવ છેવટ સુધી ટકાવી રાખે છે. જાને અર્થ તરંગ થાય છે તે ટબાકારનિર્દિષ્ટ છે. વાણીરસરજાને એક સંબંધનરૂપ આપી તેને આનંદઘન પ્રભુનું વિશેષણ બતાવ્યું છે અને ઐસે શબ્દને અર્થ ઉપર વર્ણન કર્યું તેવા અશુદ્ધોપયોગી આત્મા એમ કર્યો છે. આ અર્થ પણ બહુ સુંદર છે, વિચારવા લાયક છે અને ગંભીર આશયને સ્પષ્ટ કરી બતાવનાર છે.
મારા ગુરુ પં. શ્રી ગંભીરવિજયજીએ આ ગાથાને અર્થ કરતાં એમ કહ્યું હતું કેઆ ગાથાના પ્રથમના બે પદ ચેતનજી બોલે છે. હે સમતા ! અમે તારે મંદિરે બિરાજશું અને વાણીને વિલાસ ચલાવશું. તેના જવાબમાં સુમતિ કહે છે કે-હે મારા આનંદઘન પ્રભુ! તમારી આ વાત સાંભળીને હું તમારા ઓવારણાં લઉં છું અને તમને આવી રીતે મારા મંદિરમાં પધારવાનું વચન આપતાં સાંભળીને એટલું જ કહું છું કે આપ અત્યાર સુધી છે તેવા મારા તરફ કઠેર થશે નહિ. આ અર્થને આપણે વિચારીએ. અહીં ચેતનજી પ્રથમ કહે છે કે હે સુમતિ! અમે તારા મંદિરમાં છેવટે બિરાજશું. હું ભવ્ય છું, મેક્ષને કામી છું, પણ હજુ મારું આત્મવીર્ય સકુરણ પામ્યું નથી તેથી અહીં રખડ્યા કરું છું, પણ અંતે તે તારી સાથે જ બિરાજવાને છું. જ્યારે તારા મહેલમાં બિરાજીશ ત્યારે લેકાલેકભાસ્કર કેવળજ્ઞાન પણ છેવટે થશે અને અમે પછી ન નિક્ષેપ નિગોદાદિના સ્વરૂપની પ્રત્યક્ષ દેખાતી-સમજાતી વાત કરશું. આવી રીતે મારા સારા સ્વરૂપની વાત કરશું ત્યારે બહુ આનંદ થશે અને તારા વિરહની પીડા ભાંગી જશે અને અત્યાર સુધી તેં જે દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org