________________
એકતાલીસમુ પ
૪૪૧
“હાળી ખેલનારાની ટાળી ફાગણ માસમાં એક રાત્રે હાળી સળગાવે છે (પણ) મારા મનમાં તે દરરાજ હાળી સળગ્યા કરે છે અને શરીરની રાખ કરીને ઉડાવે છે. ”
ભાવ—ફાગણ માસમાં હેાળી ખેલનારા પુરુષો તથા સ્ત્રીએ ગાયન ગાય છે, વસતાત્સવ કરે છે અને ફાગણ સુદ પૂર્ણિમાની રાત્રે હાળી સળગાવે છે; પણ મારા મનમાં તે દરરાજ ડાળીના ભડકા ઉઠે છે. પતિ મારે મંદિરે પધારી મને આન આપતા નથી અને મારા વિરહાનળ શાંત કરતા નથી તેથી મારા મનમાં તે વિરહાનળના ભડકા રાતદિવસ દરરોજ ઉઠ્યા કરે છે. મારા પતિના વિરહ મટે તે જ આરેા અંતરદાહ મટે તેમ છે. ડાળીને બીજે દિવસે ધૂળી પડવા હાય છે તે દિવસે રાખ ઉડાડવામાં આવે છે, પણ મારા મનમાં જે હાળી સળગે છે તે તેા મારા શરીરની રાખ કરીને ઉડાવી દે છે; મારું સ્વરૂપ ખળીખળીને રાખ જેવું થઇ ગયુ છે અને વાસ્તવિક રીતે તે રાખ ઉડાડવામાં આવે છે. મારી એવી ખરાબ દશા થઇ છે કે જાણે હું મૃતપ્રાય જીવન ધારણુ કરું છું. ચેતનજીની આવી જ દશા છે. એની ચેતનાને અંગે વના જોઇએ તે તે કદિ ચેતનાને યાદ કરતા નથી તેથી ચેતનાના અંતરંગમાં વિરહદાહ એટલા વધ્યા કરે છે કે છેવટે ચેતનાનું સ્વરૂપ ધૂળમાં મળી જવા જેવુ થાય છે. વર્તમાન દશામાં ચેતનાના સ્થૂળ શરીરની કલ્પના કરવામાં આવે તે તેને અતરની પીડા એટલી સખ્ત થાય છે કે તેને પરિણામે તેને જે દાહ થાય તેથી સ્થૂળ શરીર બળી જાય અને તેને લઇને તેના શરીરની રાખ ઊડે એ તદ્ન સમજી શકાય તેવી હકીક્ત છે. હાળીને એક રાત્રીના ભડકા જોયા હાય તેને ખબર પડે કે જેના શરીરમાં રાતદિવસમાં ભડકા ઉક્યા કરે તેના અંતે શા હાલહવાલ થાય? આહૃદય પતિ સન્મુખ નિર'તર અનન્ય ભાવથી રહે, તેને જ્યારે આશ્રય ન મળે ત્યારે તે મળી જાય છે, સડીજા ચ છે, દટાઈ જાય છે. શુદ્ધચેતનાનું સ્વરૂપ વિચારી તેના દાહ આલવવા ચૈતનજીએ પેાતાની ફરજ યાદ કરવી જોઇએ.
ટખાકાર આ ગાથાના અથ કરતાં લખે છે કે–ચાચર પુરુષોએ ફાગણુ માસમાં એક રાત્રે હાળી સળગાવી–ગાઇ. મેં તે ચાચર પુરુષને કહ્યું કે-તમારા તા આ હેાળી સળગાવવાના દેખાવ માત્ર છે, વાસ્તવિક નથી; પણ મારા પતિના વિરહે મારા મનમાં તે રાતદિવસ હાળી સળગે છે અને તેને લીધે શુદ્ધ સ્વરૂપ ચિંતવનરૂપ મારું શરીર બળીને તેની રાખ થઈ તે પણ ઊડી ગઇ એટલે રાખ પણ રહી નહિ અર્થાત્ સુમતિની કુમતિ થઈ ગઈ. અહીં રાખ પણ રહી નહિ એ અર્થ કરવામાં રૂપકને સારી રીતે વધારેલ છે. એક બીજા ટખામાં જરા જૂદી રીતે અથ કર્યાં છે. હારી એટલે હારી રાગ અને સીર એટલે મસ્તક, ગાની એટલે ગાઈ. શરીરમાં મસ્તક વિગેરે હાય છે તેથી તેના અથ પુરુષ કરવા, ચાચર પુરુષે એક રાત્રે હારી ગાઇ તેને મેં કહ્યું કે-હે ચાચર પુરુષ ! તમે આ અવસરે હારી ગાએ છે પણ મારા મનમાં તે રાતદિવસ હાળી સળગે છે. અહીં હારી શબ્દ પર
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org