________________
૪૪૦
શ્રી આન ધનજીનાં પદા
રાખવી પડે છે. અહીં લૌકિક વ્યવહારની જગ્યાએ ધાર્મિક વ્યવહાર વિલક્ષણ રીતે ગોઠવવામાં આવ્યે છે. વ્યવહાર અને નિશ્ચય અને સમજનાર, તેમાં વિરાધ નહિ પણ સામ્ય અવલેાકનાર આવી ગાથાઓનું રહસ્ય સમજી શકે છે. હજી સામાન્ય ખ્યાલ એવા છે કેવ્યવહારને અને નિશ્ચયને વિરાધ છે. આ ભ્રાંતિજનક જ્ઞાન છે. એ દેખીતા વિધમાં જે અવિરાધ દેખી શકે તે જ તત્ત્વજ્ઞાન પામી શકે તેમ છે અને સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં એક પશુ ખાબતમાં વસ્તુતઃ વ્યવહાર અને નિશ્ચયને વિરાધ છે જ નહિ એમ ભાર મૂકીને કહી શકાય તેમ છે.
ટબાકાર પણ આ ગાથાનેા અર્થ બહુ સુંદર કરે છે. અર્થ લગભગ સરખા જ છે. તેઓ લખે છે કે-સખીઓએ ચેતનાના પ્રાણ જતા જાણીને તેના વિરહાનલ બુઝાવવાને શીતલેાપચાર કરવા માંડ્યા એટલે અનાદિ મિથ્યાત્વી જીવ યથાપ્રવૃત્તિકરણે આવ્યે અને કદાચ તે ઉપચાર ચાલુ રહે તે તે અપૂર્વકરણે પણ આવે. આવા બાહ્ય ઉપચાર કરતી સખીને ચેતના કહે છે કે-હે ભાળી સખી ! તું ચંદન, ખરાસનું વિલેપન શું કરવા લગાડે છે ? એ તે બાહ્ય અગ્નિના ઈલાજ છે, પણ મને થાય છે તે બાહ્ય અગ્નિ નથી પણુ વિરહાગ્નિ છે, તેથી શીતળ પંખા, કુમકુમાદિ તા મારી આગને વધારશે, ઘટાડી શકશે નિહ. ચંદન, પ'ખા વિગેરેથી પતિસ્મરણ થશે તેથી તે મદન વધારે ઉદ્દીપન થશે, કારણ કે તે સવ મદનાદ્દીપક છે. જ્યાં સુધી સમ્યક્ત્વવાન્ આત્માના મને મેળાપ ન થાય ત્યાં સુધી પંખાદિકથી શું સિદ્ધતા થવાની છે? ટખામાં બાહ્ય ઉપચારને યથાપ્રવ્રુત્તિકરણુ સુધીની હદમાં રાખ્યા છે અને ચેતનજીના મેળાપક સમ્યક્ત્વપ્રાપ્તિથી થાય છે એમ જે ખતાવ્યું છે તે અરાબર વિચારીને સમજવા ચેાગ્ય છે અને તે વાર્તાને અને ઉપર કરેલા અને ખરાખર સામ્યતા છે એમ વિચારી ઘટાવવું, ટબાકારે વિરહુકાળ અપૂર્ણાંકરણુ સુધી ગણ્યા છે તે વાત એક રીતે ખરાખર મળતી આવે છે. માત્ર બાહ્ય ઉપચારની ઉપર જે દશા વણ્વી છે તે સમ્યક્ત્વપ્રાપ્તિ પછી પણુ કેટલીક બનવાજોગ છે, પણુ તેના કાળ પરિમિત હોય છે, એટલેા ભેદ સમજી જવામાં આવે તેા ટખાકારના અને પ્રથમ લખેલે અથ એક ખીજાને બરાબર અનુરૂપ છે એમ સમજાશે.
फागुण चाचर एक निसा, होरी सीरगानी हो;
मेरे मन सब दिन जरै, तनखाख उडानी हो. पीया० ५
ચાચર તે ખુલે · ચાચરી ’ એવા પાઠાંતર એક પ્રતમાં છે તે ફીફ છે, કારણ કે સંસ્કૃતમાં ગાનાર ટાળીને ચરી કહે છે.
૫ ફાગુણ=ફાગણ માસમાં. ચાચર=ગાનારાની ટાળી. એક નિસા–એક રાત્રે. હારી હાળી, આગ. સીરગાનીસળગાવી, સળગાવે છે. સબ દિન=દરરાજ. જ=સળગે છે. તન=ારીરની, ખાખરાખ, ઉડાની ઉડાવે છે, ઊડી ગઇ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org