________________
એકતાલીસમુ” પદ્મ
૪૩૭
ટખાકાર આ ગાથાને અ કરતાં લખે છે કે-પ્રાણપતિ વિના એટલે પ્રાણુના સ્વામી પ્રીતિવલ્લભના વિયેાગે તેની વલ્લભા કયા પ્રકારે પ્રાણુ ધારણ કરે ? એટલે એ નહિ જ જીવે એ અર્થ અર્થાંતરન્યાસથી દૃઢ કરે છે. મારા દેશ પ્રાણુને વિરહદશારૂપ સ પીવે છે ત્યારે પ્રાણી કેમ જીવી શકે ? છેલ્લી એ પક્તિને તમાકાર અર્થાતરન્યાસ કહે છે તે યુક્ત જણાતું નથી. જ્યારે વિશેષ વાકયનું સમર્થન સામાન્ય વાકયથી થાય અથવા સામાન્યનું સમર્થન વિશેષથી થાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર થાય છે, એ અલકારના અત્ર પ્રયાગ જણાતા નથી. અવિચારણા કરતાં ચેતના ન જીવે શા માટે તેનું કારણ છેલ્લી એ પક્તિમાં આપ્યું હોય એમ લાગે છે. ટબાકારે એક વાત બહુ સુદર બતાવી છે. દશ પ્રાણુને દશ યતિધર્મ સમજવા. આ દવિધ ધર્મરૂપ પ્રાણવાયુને વિરહઅવસ્થા પી જાય ત્યારે પછી પ્રાણી કેવી રીતે જીવી શકે ? શુદ્ધ ચેતનાના પ્રાણુરૂપ ખંતિ-મ-અજવાદિ ધર્મનું જે સ્વરૂપ અહીં આપ્યું છે તેનાં નામ માત્ર વિચારી જઈએ.
૧. ક્ષાંતિ-ક્રોધના ત્યાગ.
ર. માવ-માનને ત્યાગ.
૩. આવ-માયાના ત્યાગ ( સરલતા ).
૪. મુક્તિ- લાભના ત્યાગ ( સંતાષ ).
૫. તપ-બાહ્ય અભ્યંતર ખાર પ્રકારનાં તપ કરવાં.
૬. સંચમ-પૃથ્વીકાય આદિકની વિરાધનાને ત્યાગ રહે તેવી રીતે પ્રવૃત્તિ કરવી.
૭. સત્ય-સત્ય પ્રિય મિત અને હિત કરનારું વચન ખેલવુ.
૮. શોચ-અલ્પ ઉપકરણુ રાખવાં, ગુરુકુળની સેવા કરવી.
૯. અકિંચનત્ય-ધન સુવર્ણાદિ પરિગ્રહના અસ્વીકાર ( ત્યાગ ).
૧૦. બ્રહ્મચર્ય-દેવ, મનુષ્ય અને તિર્યંચના સ્ત્રીપુરુષસંચાગના કે વિષયસેવનને
સર્વથા ત્યાગ.
આ દૃવિધ ધર્મમાં એટલી મહત્વતા સમાયલી છે કે એના સ્વીકાર કરવાથી શુદ્ધચેતના પ્રગટ થાય છે. શુદ્ધચેતનાના એ ખરેખર પ્રાણરૂપ છે અને તેને વિરહદશા પી જાય ત્યારે પછી શુદ્ધચેતનાનું જીવનસત્ત્વ સુકાઇ જાય છે અને તે અતિ અવ્યક્ત થતી જાય છે. આ દશ ધર્માને આદરવાની ખાસ આવશ્યકતા છે. અન્ય પ્રસંગે તે પર વિસ્તારથી વિચારણા થશે. પ્રિય પતિ વગર શુદ્ધચેતના પોતાની શુદ્ધબુદ્ધ ભૂલી ગઈ છે એનું અત્ર
૫. આનંદસાગર મહારાજ લખે છે કે-પેાતાના પ્રાણનાશને પ્રસ્તુત કરી સાપણ વાયુનું ભક્ષણ કરી જાય એ સામાન્ય દૃષ્ટાન્ત તરીકે લઇ અર્થાન્તરન્યાસ કરેલ હાય એમ ધારી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org