________________
શ્રી આનંદઘનજીનાં પદા ભાવ-સખી આ દુનિયામાં વિરહી સ્ત્રી કેવી રીતે જીવન ધારણ કરી શકે ? જ્યારે પિતાના હૃદયવલ્લભ શિરછત્ર મુકુટમણિ પ્રાણનાથને તેને વિરહ રહ્યા કરે ત્યારે તેને પોતાના પ્રાણુ કેવી રીતે ધારણ કરવા? તે આવા જીવનમાં કેવી રીતે રહી શકે? કેવી રીતે ટકી શકે ? એક તો તેના પતિ તેના મંદિરે પધારી તેને આનંદ આપી જીવનદેરી લંબાવતા નથી અને બીજું તેના જીવનને ટૂંકુ કરી નાખનારા અરે ! તેના પ્રાણને ખાઈ જનાર પણ હાજર છે જે તેના જીવનને તેડીફાડી નાખે છે, અકારું બનાવે છે, નકામું બનાવે છે. વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુનું ભક્ષણ કરે છે અને તેના જીવનના પાયાઓને ખાઈ જાય છે. લોકેતિ એવી છે કે સર્ષ પવનનું ભક્ષણ કરી તેના ઉપર પિતાને નિર્વાહ કરે છે. વિરહદશારૂપ સાપણ ચેતનાના પ્રાણવાયુનું ભક્ષણ કરવા તૈયાર રહે છે અને તેમાં આનંદ માને છે. આથી ચેતના પિતાના પ્રાણ કેવી રીતે ટકાવી શકે ? અને એક વાર શુદ્ધ ચેતના છવિતવ્ય ધારણ ન કરી શકે એવી સ્થિતિમાં મૂકાઈ ગઈ એટલે તે જાગ્રત થઈ શકતી નથી, મતલબ કે એવી અવસ્થામાં શુદ્ધચેતના પ્રગટ થતી નથી એટલે પછી અશુદ્ધ ઉપગી આત્માનું જીવન નકામું થઈ પડે છે, ભારરૂપ થઈ પડે છે, સંસારમાં રખડાવનારું થઈ પડે છે. વસ્તુતઃ તેથી આ વર્તમાન વિરહદશાને અંગે ચેતનના પ્રાણ જવાને અથવા મૃત્યુ તુલ્ય ભારરૂપ જીવન ધારણ કરવાને તેને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેનું કારણ માત્ર તે શુદ્ધચેતનાને વિરહદશામાં રાખે છે તે જ છે. આવાં કારણોનું પરિણામ તે એ થાય કે ચેતનજીને આ ભવમાં જે સુંદર સામગ્રીઓને વેગ મળ્યું હોય તે સર્વ નકામે થઈ જાય અને ભવ હારી જવાનું બની આવે; વિરહદશાને લઈને ચેતનાના પ્રાણ તે ટકી શકે નહિ અને ચેતનજી તેની ગેરહાજરીમાં અથવા તેની મૃતપ્રાય દશામાં કુલટાએને પ્રસંગ વધારે વધારે કરે; વળી ચેતના એક વખત મૃતપ્રાય થઈ ગયા પછી તેને ફરી વાર જીવન આપી જાગ્રત કરવામાં બહુ મુશ્કેલી પડે છે, પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે, આથી ચેતનાને વિરહકાળ દૂર કરી તેને પતિપ્રસંગ પ્રાપ્ત થાય, બને અરસ્પરસ મળીને હેત-પ્રીતથી વાત કરે એવી સ્થિતિમાં તેને મૂકવાની જરૂર છે. ચેતનાની પાસે પતિ જે એક વખત આવે અને તેને બેલાવે અથવા તેની વાત એક વાર સાંભળે છે તે પછી ચિંતાનું કારણ દૂર થઈ જાય, કારણ કે ચેતનામાં એવી પવિત્રતા અને આકર્ષક શક્તિ છે કે તેના પ્રસંગમાં પડ્યા પછી ચેતનજી તેને કદિ વીસરી શકે એમ નથી. આટલા માટે ગમે તેટલે પ્રયાસ કરી ચેતનાના પ્રાણ બચાવવા ખાતર તેને વિરહદશારૂપ સર્ષના મુખમાંથી છોડાવી લઈ, આ ભવમાં મળેલી અનુકૂળ સામગ્રીઓને યથાયોગ્ય લાભ લેવરાવી, ચેતનજી ચેતનાને મંદિરે પધારે એવી ગોઠવણ કરવી જોઈએ. ચેતનાના પ્રાણ બચાવવા માટે બહારના ઉપચાર તદ્દન નકામા છે એ હવે પછી બતાવશે. સર્પ પવનનું ભક્ષણ કરી તેના ઉપર પિતાને નિર્વાહ ઘણુ વખત સુધી કરી શકે છે એવી જે વિદ્વાનોની માન્યતા છે તે ઉપર બહુ સારું રૂપક શ્રી આનંદઘનજી મહારાજે અહીં મૂકયું છે તે બરાબર સમજવું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org