________________
એકતાલીસમુ પ
૪૩પ
છે
વાક્યને તે વિરાનીયા સાથે લે છે. કુમુદ્ધિવંત સ્ત્રીએ તેના પતિને વિરહે તનથી અને મનથી છીજાઈ ગઈ, સુકાઈ ગઈ અને તેથી તેને રડતી દેખીને હું આ પ્રમાણે ખેલી, અહીં જે વખતે ચેતના આ વાક્ય ખેલે છે તે વખતે તેને શુદ્ધાત્માથી સચૈાગ થયા છે એમ ‘ત’ શબ્દ પરથી ટખાકાર બતાવે છે અને પછી તે પ્રાકૃત સ્ત્રીઓને શુદ્ધચેતના બધ આપે છે કે હવે હું પણ વિદુઃખ શુ છે તે સમજી છું અને તેથી એટલુ જ કહું છું કે કાઈ સ્નેહ કરશેા નહિ. આટલું ટબાકાર લખીને છેવટે ઉમેરે છે કે બ્રાહ્મપુત્રામિહાપતિ રાષઃ+ એ શેષ શબ્દના ભાવ બરાબર સમજાણે! નથી. મતલબ એમ જણાય છે કે-આત્મસુખાભિલાષી એને શુદ્ધ ચેતના એવી ભલામણ કરે છે કે-તમારે કઢિ સ્નેહ કરવા નહિ, એટલે કે સ્થૂળ સ્નેહમાં રાચવું નહિ. આ પ્રમાણે અર્થ કરવામાં ‘દેખી' શબ્દનું સ્થાન ફેરવવુ' પડે છે અને શુદ્ધચેતનાના બાધ જરાક અપ્રાસંગિક લાગે છે. ભાવાર્થ તેા સામાન્ય રીતે એક સરખા જ રહે છે. અનુભવ વગર પતિસ્નેહમાં લલચાતી સ્ત્રીએ પતિવિરહે રડે છે તેનુ કારણ સ્નેહ જ છે, માટે એવા સ્નેહ ન કરવા એ જ ઉચિત છે એમ શુદ્ધચેતનાના ઉપદેશ છે અથવા તે તેના શેાકના ઉગારરૂપે આ વાક્ય તેના મુખમાંથી નીકળી ગયું છે. દુઃખમહેલના ઝરુખામાં ઊભા ઊભા અશ્રુપાતથી ન્હાઈ જનાર બહુ વખતથી પતિવિરહનું દુઃખ સહન કરનારી પતિવ્રતા સ્ત્રી આવુ વાકય કંટાળા તરીકે જ ખાલે છે એમ સમજવું. ખાકી એ વાકયના ગમાં પણ પતિ તરફ સ્નેહ તા સુસ્પષ્ટ જણાય છે. પતિવિરહનું દુઃખ સહન ન થઈ શકે તેમ હાય તે પતિની સાથે સ્નેહ કરશે નહિ, સંબંધ કરશે નહિ એમ બેલે પણ પતિને માથા પર ધારણ કર્યાં પછી શુદ્ધ પત્નીની બીજી દશા તે હાય જ નહિ. એ અન્ય પુરુષને ઈચ્છે નહિ કે તેના સામું જુએ નહિ. અત્ર નિષેધ પણ સ્થળ પ્રેમના છે કારણ કે તેમાં અંતે વિક્ષેપ જરૂર પડવાના છે. અનંતકાળ સુધી પતિ સાથે અંતર રહિતપણે મેળાપ થાય તેવું કાર્ય બની શકે તે તેમ કરવાનું નિષિદ્ધ હાય એમ અત્ર જણાતું નથી. આ ભાવ ખરાખર વિચાર કરવાથી સમજાય તેમ છે.
प्रीतम प्रानपति विना, पिया कैसे जीवे हो ?
प्रान पवन विरहादशा, भुयंगनि पीवे हो.
पीया० ३
“અતિ ઇષ્ટ જીવનઆધાર ચેતન વગર (તેની) પત્ની (ચેતના) પ્રાણને કેવી રીતે ધારણ કરે ? વિરહદશારૂપ સાપણુ તેના પ્રાણવાયુને પી જાય છે, ”
+ આત્મસુખની અભિલાષાવડે કરીને એમ અર્થ છે.
* ' પ્રાનપતિ ને ખલે ‘ પ્રાનપિયા ' પાડે એક પ્રતમાં છે.
>
-
× ‘ ભુયંગનિ ને બદલે બે વ્રતમાં ‘ભુયંગમિ' પાઠ છે તેને અથ પણ સાપ થાય છે. છાપેલ બુકમાં ભુયંગમ શબ્દ છે તેને અસપ થાય છે.
૩ પ્રીતમ=અતિ ઇષ્ટ. પ્રાનપતિ=જીવનઆધાર. પીયાસ્ત્રી, પ્રિયા, કૈસે=કેવી રીતે. જીવે=પ્રાણ-ધારણ કરે, પ્રાન પવન=પ્રાણવાયુ. વિરહા દાવિરહદશારૂપ. ભુયંગનિ=ભુજંગણી, સાપણ. પીવેપાન કરે, પી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org