________________
૪૩૩
એકતાલીસમુ પ
અન્ને રીતે અર્થ કરતાં મુદ્દાની વાત એ છે કે-આ ચેતનજી પરભાવમાં રમણુ કરી રહ્યા છે અને તેમાં રાચી રહ્યા છે એ અતિ ખેદજનક હકીકત છે.
छीज्यो हो;
हसती तब हुं विरानीया, देखी तन मन समजी तब एती कही, कोई नेह न कीज्यो हो. पीया० २
“ ત્યારે ( અજ્ઞાનાવસ્થામાં) સામાન્ય સ્ત્રીઓને ( પતિવિરહે રડતી) દેખીને હસતી, પણુ ( અત્યારે ) મારું શરીર અને મન છેદાઇ જાય છે. હવે હું બધુ` સમજી ત્યારે એટલું કહું છું કે કાઈ સ્નેહ કરશેા મા.
ܕܙ ܕ
ભાવ-આપ વિત્યા વગર દુનિયામાં કઇ વાતની ખબર પડતી નથી. જ્યારે બીજી સ્ત્રીએ પેાતાના પતિના વિરહે શાક કરતી હતી ત્યારે તેમને તે પ્રમાણે કરતાં દેખીને હું તેઓની મશ્કરી કરતી હતી. મને એમ લાગતું હતુ આ વિરહાનળમાં તે શે ક્રમ છે કે તેને લઇને સ્ત્રીએ શાકમાં ડૂબી જતી હશે. પતિ પેાતાને મંદિરે ન પધાર્યાં હોય તે એમાં તે શી મેાટી બાબત છે કે સ્ત્રીએ તે માટે રડતી હશે ! ( ખીરાની એટલે અનેરી ) બીજાનું દુઃખ જોતી હતી ત્યારે મારા આવા વિચાર હતા, પણ હવે જ્યારે મારા માથા ઉપર આવી પડી, જ્યારે મને માલૂમ પડયું કે પતિ તે! મારે મંદિરે પધારતા નથી અને મારા યૌવનકાળ ચાલ્યા જાય છે, ત્યારે મારું મન અને શરીર સુકાઇ ગયાં. જેમ 'ડી વાય અને ડાર પડે ત્યારે હાથ પગ સીઝાઇ જાય છે તેમ મારું શરીર અને મારા વિચારા પતિવિરહથી છીજી ગયા. આ વખતે મારા મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યા કે-અરેરે ! અત્યાર સુધી પતિમેળાપમાં શું સુખ છે ? કેવા આનંદ છે ? કેવા સÔાષ છે ? તેને મેં સંપૂર્ણ રીતે ખ્યાલ જ કર્યાં નહિં, ખરેખર ચેતનજી પણ મારા સચેંગમાં સુખ શુ છે તે સમજ્યા જ નથી, અને એ અજ્ઞાનદશાને લઇને અન્ય તરફ હું હાસ્ય કરતી હતી. ત્યારે શું જાણપણામાં દુઃખ છે ? જો તેમ હાય તા તેા પછી અજ્ઞાનવાદને પુષ્ટિ મળે છે; પણુ તેમ નથી. જાણુપણા વગર સ્વરૂપજ્ઞાન થતું નથી, અને સ્વરૂપજ્ઞાન થયા વગર હેયઉપાદેયના ભેદ સમજાતા નથી. મેં તે આટલા બધા પ્રેમ કર્યાં અને પ્રેમનું સુખ સમજી તેથી પતિવિરહમાં દુઃખ કેટલું થાય છે તેને પણ ખ્યાલ આવ્યો, આથી હવે હું સને ભલામણ કરું છું કે-કાઇ સ્નેહ કરશેા જ નહિ, સ્નેહ કરતી વખત તે મનમાં આનંદ આવે છે પણ પછી જ્યારે
Jain Education International
* છીન્ગેાને બદલે એક પ્રતમાં લાજે' શબ્દ છે. અ અનુરૂપ નથી. દેખીને બદલે પેખી’ શબ્દ છે, અ`તું સામ્ય છે. છેલ્લી પ`ક્તિમાં કીજ્ગ્યાને બદલે ફીજે' શબ્દ છે, તેમાં કાળના જ ભેદ છે, અથ કરતા નથી.
૨ હસતી=મશ્કરી કરતી. તાત્યારે, અજ્ઞાનાવસ્થામાં. વિરાનીયા=અન્ય સામાન્ય સ્ત્રી. છીન્ત્યા છેદાઈ ગયા, પશ્ચાત્તાપ થયો. એતી=એટલું, તેનેહ, ન કીઝ્યાન કરશે.
૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org