________________
૪૩૨
શ્રી આનંદઘનજીનાં પદે થઈ ગઈ અશુદ્ધપાગી આત્માને સ્ત્રીપણે મળીને પછી તેના વિદેશગમનરૂપ વિગ દુઃખમહેલને ઝરુખે અશુપાત કરીને તેમાં ન્હાઈ ગઈ. વિદેશગમન તે અહીં પરપરિણતિ. રમણ-ચિંતવન સમજવું. ઝરુખે તે તેમાં જવા-આવવારૂપ અને અશુપાત તે અશુદ્ધ ઉપયોગમાં પ્રવર્તનરૂ૫. ઝાલી એટલે ન્હાઈ પર પરિણતિરમણ અને અશુદ્ધ ઉપગમાં પ્રવર્તનમાં જાણે હું ન્હાઈ ગઈ હોઉં એટલું બધું તે થઈ ગયું. સુબુદ્ધિને રોવાની વાત લખવાનું કારણ એ છે કે ચેતનજીને પરપરિકૃતિમાં રમણુતા એટલી બધી થઈ ગઈ છે કે તેના વિગે–તેના પર પરિણતિ પ્રવર્તનને લીધે સુમતિ જ જાણે તેમાં તરબલ થઈ ગઈ હોય એમ દેખાય છે. થલી દેશમાં ન્હાવણને ઝલવું* કહે છે. (થલી દેશ તે નાગર, બીકાનેર, ફલેબી, કિરણ વિગેરેને પ્રદેશ સમજ). ટબાકારે આ પ્રમાણે અર્થ કર્યો છે તેનો ભાવ બરાબર સમજવા યોગ્ય છે. અહીં સુમતિ પિતાની જાતને પતિ સાથે એકાકાર કરી સખીને કહે છે કે–પતિ તે એવા પર પરિણતિમાં આસક્ત થઈ ગયા છે કે તેઓ મારે મંદિરે કદિ પધારતા નથી, મને યાદ પણ કરતા નથી, મારું નામ પણ સંભારતા નથી. આવી પતિની સ્થિતિ વિચારતાં મને એમ જણાય છે કે-હું મરી શુદ્ધ બુદ્ધિને તદ્દન ભૂલી ગઈ છું. પતિ પતે પર પરિણતિમાં રમણ કરે છે, અશુદ્ધ ઉપયોગમાં પ્રવર્તન કરે છે અને તેમાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે જાણે તેમાં તદ્દન તરબળ થઈ ગયા હોય તેમ જણાય છે અને મારો અને તેમને એકીભાવ એવો છે કે તેથી વાસ્તવિક રીતે હું પણ દુઃખઝરુખારૂપ પર પરિણતિમાં પ્રવર્તન કરતાં પતિને દેખીને મારી સુબુદ્ધિ ભૂલી ગઈ છું-મતલબ પતિ પતે સુબુદ્ધિને વિસારી બેઠા છે. આ ભાવ બતાવવામાં ટબાકારે બહુ ચાતુર્ય વાપર્યું છે. એમાં પરપરિણતિ જેવા આત્મિક વિષયને જે સ્વરૂપ આપ્યું છે (Abstract idea converted into a concrete form ) a ote Holdt sila સમજવા ગ્ય છે.
આમાં ખાસ વાત સમજવા જેવી એ છે કે-સુમતિ પિતે તે શુદ્ધ જ રહે છે પણ પતિ સાથે તેને એકાકાર બતાવવા માટે દુઃખમહેલના ઝરુખાની કલ્પના કરી પતિના પર રમણભાવને તાદ્રશ્ય સ્વરૂપે બતાવતાં તેની અવસ્થાનું યથાસ્થિત ચિત્ર આપ્યું છે. ચેતનજીને મળવા માટે બાહ્ય દૃષ્ટિએ સુમતિ દુઃખમહેલના ઝરુખામાંથી નજર કરે છે, અનુભવદ્વારા તેને મળવા હોંશ રાખે છે, પરંતુ તેને આંતર આશય તદ્દન સ્પષ્ટ છે અને સમજવામાં વિચાર કરવો પડે તેમ નથી. પિતે હાઈ ગઈ એમ લખ્યું છે તે પણ વાસ્તવિક રીતે ચેતનજી પર પરિણતિમાં તરબોળ થઈ ગયા છે એમ બતાવે છે. શુદ્ધ સતી સ્ત્રી પતિ સાથે પિતાને એકીભાવ કેવી સુંદર રીતે બતાવે છે તેને આ એક સુંદર નમૂને છે.
* અતિચારમાં આવે છે કે અણગળ પાણીએ ઝીલ્યા-ઝીલવું-ન્હાવું. ઝુલવું કહેવાતું નથી, છતાં દબાકાર આ પ્રમાણે અર્થ કરે છે તે વિચારવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org