________________
ચાલીસમું પદ
૪૨૫ ન્યાયષ્ટિથી વિચાર કરતાં મારા નાથના વ્યક્તિત્વવાદમાં આકર્ષણ થાય છે, મારા પતિના નિજ ગુણ પ્રાપ્ત કરવામાં અથવા વધારે સત્ય ભાષામાં બોલતાં પ્રગટ કરવામાં મને ઉત્સાહ આવે છે અને જે પ્રગટ કરવાથી તેમની સાથે તેઓના સુસ્પષ્ટ પણ એકસરખા વ્યકત પૃથર્, રૂપમાં મારી અને તેમને એકાત્મભાવ અને નિરવધિ સંગ થવાનો હોવાથી મને એ પતિવરૂપ બહુ મીઠું લાગે છે અને અનેક દર્શનકારોએ તેનું જ સ્વરૂપ બતાવ્યું છે તે ખાટું લાગે છે. એ સ્પષ્ટ કહે છે કે-એ અને સ્વરૂપ એક સ્થાનકે એક વખતે રહે તે તે તદ્દન અશક્ય વાત છે અને કદિ પણ બનવાજોગ નથી. આ વિષય પર વધારે વિસ્તારથી મોક્ષસ્વરૂપ સમજવા માટે શ્રીષદર્શન સમુરચયની એકાવનમી ગાથા પરની વિસ્તૃત ટીકા વાંચી જવા ભલામણ છે. તેને કાંઈક સાર ઉપર બતાવ્યું છે. બાકી આ આત્મસ્વરૂપ અને મેક્ષસ્થિતિ પર એટલું વિવેચન દરેક દર્શનકારોએ કર્યું છે કે તેને સમજવા ઘણા લાંબા અભ્યાસની જરૂર છે.
कंत विण चो* गति, आणु मार्नु फोक;
उघराणी सिरडफिरड, नाणुं xखरुं रोक. मीठडो० ३ “પતિ વગર ચિતરફ ગમન અથવા ચારે ગતિ શૂન્ય છે અને હું તેને ફેકટની ધારું છું. ઉઘરાણું કરવા જવું તે તે ધકકા ખાવાની વાત છે. નાણું તે ખરેખરું રેકર્ડ હોય તે જ કહેવાય છે. ”
ભાવ-પતિ વગરનું કેઈ પણ જગ્યાએ ગમન કરવું તે પતિવ્રતા સ્ત્રીને ઉચિત નથી. સૌભાગ્યવતી સ્ત્રી ગમે ત્યાં જઈ શકે છે પણ પતિની વિગી સ્ત્રી અન્ય પુરુષના ભયથી બહાર જઈ શકતી નથી, હરીફરી શકતી નથી. પતિની ગેરહાજરીમાં કઈ પાસે ઘરવ્યવહાર ચલાવવા પૈસા માગવા માટે પણ ધકકા થાય છે, તેમાં મજા આવતી નથી. ઘરમાં રોકડ નાણું હોય છે તે જ જરૂરને વખતે કામમાં આવી જાય છે, ઉઘરાણી પર ભરોસે રહી શકતું નથી. જેની તેની પાસે યાચના કરવામાં લાભ થતો નથી. ગતિ અને ઉઘરાણી પર આ ગાથામાં છે તે નીચેને આધ્યાત્મિક ભાવ વિચારવાથી જણાશે
ચાર્વાકાદિ આત્માની હયાતી જ સ્વીકારતા નથી. તેઓ પંચભૂતના સંગથી જેમ *ચોને સ્થાનકે “ઉ” શબ્દ છાપેલ બુકમાં છે, તેનો અર્થ ચાર છે.
૪ આ પંક્તિના પાઠાંતરો છે. છાપેલ બુકમાં “નાણું તેને રોકી એમ પાઠ છે. બે પ્રતમાં “નાણું ખરૂં કે રોક’ એમ પાઠ છે. અર્થ સર્વ પાઠાંતરોમાં એક ને એક જ રહે છે.
૩ કંત-પત. વિણવગર. ચેકચાર. ગતિશમન ( અથવા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નાસ્કી ગતિ). આણું=શન્યકાર, કાંઈ નહિ. ફકફોકટ, ઉધરાણું =વસુલ માગવી તે. સિડફિરડ=વિંખાઈ ગયેલી, ધક્કા ખવરાવે તેવી રેકોર્ડ,
૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International