________________
શ્રી આનંદઘનજીનાં પદે અનાત્મતાની ભાવના આત્માએ કરવી એ પરસ્પર વિરુદ્ધ વાત છે. વળી અહીં રાગાદિના ઉપરમને જ મોક્ષ માનવામાં આવે છે પણ તે નિહેતુક હેવાથી અયત્નસિદ્ધ છે.
મોક્ષમાં સુખ નથી એ પ્રમાણે કહેનાર ત્રણે મત સંબંધી વાત સંક્ષેપમાં આ પ્રમાણે કહી. શુદ્ધ ચેતના કહે છે કે–મને તે પતિનું વ્યકિતત્વ રહે અને તેને અનંત આનંદ મારી સાથે થાય એવા પ્રકારનું સ્વરૂપ જે સર્વજ્ઞદર્શનમાં બતાવ્યું છે અને જેમાં આત્માનું વ્યક્તિત્વ મોક્ષમાં સુસ્પષ્ટ રહે છે અને ત્યાં તે નિરવધિ આનંદ ભેગવે છે એમ બતાવ્યું છે તે વાત પસંદ આવે છે અને તેની વરૂપવિચારણામાં મને હર્ષ થાય છે અને અન્ય સર્વ શા છે કેઈ આત્માને સ્વીકારતા જ નથી, કેઈ તેને લય માને છે, કોઈ તેને અન્યમાં સમાવેશ કરી નાખે છે અને કોઈ તેને સુખાનુભવ વગરને કરી મૂકે છે એવી સર્વ વાત મને પસંદ આવતી નથી. જ્યાં મારા પતિને જ ઉડાવી દેવામાં આવતા હોય અથવા જ્યાં મારે અને તેઓને સંગ જ થવું જરૂર હોય નહિ અથવા સુખપ્રદ થાય નહિ ત્યાં મારે પતિને નિજ ગુણ પ્રગટ કરી મોક્ષમાં-નિવૃત્તિમાં જવાનું કહેવું એ યુક્ત જ કેમ ગણાય અને એવી મુક્તિને આનંદનું ધામ પણ કેમ કહી શકાય ? कंतडामें* कामण, लोकडामें शोक; एक ठामे किम रहे, दूधx कांजी थोक. मीठडो० २
પતિમાં કામણ છે અને લેકમાં સંતાપ છે. એક સ્થાનકે દૂધ અને છાસ એકત્ર થઈને કેવી રીતે રહી શકે ?”
ભાવ-પતિવ્રતા સાધ્વી શુદ્ધ ચેતના કહે છે કે-મને તે મારા નાથમાં અતિ આનંદ લાગે છે અને અન્ય સર્વ લેકમાં સંતાપ જણાય છે. શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને એક જ માર્ગ હોય છે. એને પતિ એ જ કસર્વસ્વ જણાય છે, એને પતિથી અન્ય પુરુષ ગમે તે સુંદર, સુરૂપ બહારથી લાગતો હોય તેમાં આકર્ષણ થતું જ નથી, તે તે સ્પષ્ટ કહે છે કેએક સ્થાનકે દૂધ અને છાસ કેવી રીતે રહી શકે? દૂધમાં છાસ ભળે કે તરત દૂધમાં ફેરફાર થવા લાગે છે. આવી રીતે શુદ્ધ સતીના હૃદયમાં દ્વિધાભાવ થતું નથી અને થે સંભવ નથી, એ વાત અત્ર વધારે દઢ રીતે અને સ્પષ્ટ શબ્દોમાં કહી, તેને ભાવ વિચારીએ,
શુદ્ધ ચેતના કહે છે કે-મારી મરથસિદ્ધિ મારા નાથમાં જ થાય તેમ છે, તેથી અન્યત્ર મારે ઉદ્ધાર અથવા પ્રિયસંગ થે સંભવિત નથી. અન્યત્ર તો મને બહુ પ્રકારને સંતાપ થાય તેમ છે. આપણે સર્વ કાર્યો સુખપ્રાપ્તિના હેતુથી જ કરીએ છીએ.
* કામણને સ્થાને “કારમણ' એવો પાઠ એક પ્રતમાં છે, તે અશુદ્ધ જણાય છે. x “દુધમાં કાંજી થકી એ પાઠ બે પ્રસ્તામાં છે.
૨ કંતડામેં પતિમાં. કામણ=આકર્ષણ, મનોરથ સિદ્ધિ. લેકડામેં લેકમાં. શક સંતાપ. એક ઠામે સ્થાનકે. કિમ કેવી રીતે. કાંજી=છાસની આશ, પરાશ, કસ્તક, સમૂહ, એકત્રતા.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org