________________
ચાલીસમુ' પદ્મ
૪૧૭
ભક્તિ પ્રધાન માને છે અને દ્વૈતાદ્વૈતની ચર્ચામાં ઉતરવાની વાતને નિરર્થીક માને છે અને ભજન કીર્તનમાં આનંદ માને છે.
પુરાણુ મતામાં શૈવમતાનુયાયીઓ પણ બહુ હાય છે. તેમાં પ્રથમ નકુલીશ પાશુપત મત છે. તેએ લલાટ, છાતી આદિ જગ્યા પર શિવલિંગ કરે છે. ચેત્ર અને પાશુપત મતને મહુ નજીકના સંબંધ છે. ઐશ્વર્ય પ્રાપ્તિ બન્નેમાં અભીષ્ટ અને શક્ય ધારવામાં આવ્યાં છે. મત્સ્યેંદ્રનાથ નામના સુપ્રસિદ્ધ પુરુષ આ મતમાં થઈ ગયા છે. કાના ચાગી આ પાશુપત મતને માનનારા હાય છે અને કાપાલિક તથા અઘારીઓની સાથે આ મતને ઘણેા નજીકના સંબંધ હાય એમ ધારવામાં આવે છે. હઠયોગને અંગે જે અનેક પ્રકારની શરીયાતના કરવામાં આવે છે તે આ મતમાં ખાસ અનુકરણીય અને અશ્વયં પ્રાપ્તિનુ કારણુ સમજવામાં આવે છે. ગુરુ વગર ચાલી શકે જ નહિ એમ આ મતવાળા માને છે. આઠ પંચક અને ભઠ્યાદિ ત્રણ જાણનાર ગુરુ હાઇ શકે છે. ક્રિયાલક્ષણુ અને ક્રિયાઉપરમ લક્ષણ યાગથી આત્મા અને ઇશ્વરના સંબંધ થાય છે એમ તેઓ માને છે. ક્રિયાલક્ષણ ચેાગમાં જપ તથા ધ્યાનાદિના સમાવેશ થાય છે અને ઉપરમમાં સવા સમાવેશ થાય છે. શરીરે ભસ્મ લગાડવી, હાસ્ય કરવુ' વિગેરે વ્રત છે અને ઊંઘ્યા વગર પડ્યા રહેવું વગેરે પ્રાથનાદ્વાર છે. આ મતમાં ઇશ્વરને નિરપેક્ષ માનવામાં આવે છે. પચકાદિના વિસ્તાર સદનસંગ્રહ ગ્રન્થમાં જોઇ લેવા. અન્ય શાસ્ત્રમાં કૈવલ્યપ્રાપ્તિ માટે યોગ કરવાના હાય છે, અહિં યાગનું ફળ ઐશ્વર્ય પ્રાપ્તિ અને દુઃખના અંત છે.
શૈવમતાનુયાયી બહુધા બ્રાહ્મણેા હાય છે. એ પાશુપતથી વિલક્ષણ પ્રકારના સંપ્રદાય છે. એ મત મહુધા સેશ્વર સાંખ્યની સાથે મળતા આવે છે. તેએ જગતને ઇશ્વરનું કા માને છે અને ઇશ્વરને કફળદાતા કહે છે. ઈશ્વર તેા નિરાકાર છે પણ મંત્રથી તેનાં અંગાની ભિન્ન ભિન્ન કલ્પના કરી તેનું ઇંદ્રિયગોચર કરેલું સ્વરૂપ ઉપાસના માટે આવશ્યક ધારવામાં આવે છે. શિવનાં અહીં પાંચ કૃત્ય માનવામાં આવે છેઃ સૃષ્ટિ, સ્થિતિ, સ’હાર, તિરાભાવ અને અનુગ્રહકરણ, શિવતત્ત્વની પ્રાપ્તિ એ પરમ પુરુષાર્થ છે. પાશુપત મતથી ઉલટી રીતે અહીં ઇશ્વરને કદિ સાક્ષેપ માનવામાં આવે છે. પરમ પુરુષાર્થના હેતુ દીક્ષા છે, તેને માટે જ્ઞાનની જરૂર છે, જ્ઞાન માટે ક્રિયાની જરૂર છે, યોગ વગર અભિમતની પ્રાપ્તિ થતી નથી અને વિહિતનું આચરણ અને નિષિદ્ધના ત્યાગ એ ચર્ચા વગર યાગને નિર્વાહ થતા નથી તેથી અહીં વિદ્યા, ક્રિયા, યાગ અને ચર્ચા એ ચાર પાદ પર બહુ ભાર મૂકવામાં આવે છે. પશુ, પતિ અને પાશ એ ત્રણ પદાર્થ માનવામાં આવે છે. પતિ પદાર્થ શિવને માનવામાં આવે છે. એ મતમાં ઇશ્વરને સર્વવ્યાપક, સ્વતંત્ર કર્તા માનવામાં આવે છે અને ઉપરકહ્યાં તે પાંચ કૃત્ય (સૃષ્ટિ આદિ) તેનાથી થાય છે એમ આ મતવાળા કહે છે. જીવાત્મા તે પશુનામક બીજો પદ્મા; તે નિત્ય અને વિભુ મનાય છે. એ ચાર્વાક
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org