________________
શ્રી નદઘનજીનાં પદા
૪૧૪
નથી, માક્ષ પણ નથી, પરલેાકગામી આત્મા પણુ નથી, જીવાય ત્યાં સુધી જીવવું, વિષયસુખ ભોગવવું, દેહ ભસ્મ થઇ જશે તે પાછો આવનાર નથી. અનુમાનાદિ પ્રમાણથી જેએ સ્વ-મેક્ષ માને છે તેની આ મતવાળા મશ્કરી કરે છે. ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેયને વિચાર કર્યાં વગર જે મળે તે ખાવુંપીવું અને આનંદ કરવા એ આ મતને સિદ્ધાન્ત છે. જૂદા જૂદા દર્શનકારાએ વિધિનિષેધ બતાવ્યા છે તે માત્ર આજીવિકા નિમિત્તે જ છે એમ કહી યૌવન, ધન, સ`પત્તિ આ ભવમાં મળ્યાં હોય તેનેા યથેચ્છ સ્વચ્છ દપણે ભાગવિલાસ કરવાનું આ મતવાળા કહે છે; ધર્મને અને કામને તે એક જ ગણે છે. વળી તેઓ દલીલ કરે છે કે-જ્યાતિષ્ટામમાં મારેલ પશુ જો સ્વર્ગમાં જતુ હાય તેા યજમાન પેાતાના પિતાને શા માટે મારતા નથી ? આ લેકમાં દાન કરવાથી સ્વમાં રહેલા તૃપ્ત થતા હાય તેા મહેલની અગાશી ઉપર રહેલાને નીચે જમીન ઉપરથી કેમ આપી શકાતુ નથી ? આ દેહમાંથી નીકળેલા કોઇ પણ જીવ જો સ્વર્ગમાં જતા હાય તે સગાં— વહાલાંના સ્નેહથી પીડાઇ એક પણ જીવ પા કેમ આવતા નથી ? માટે મરેલાની પ્રેતક્રિયા વિગેરે કાર્યં બ્રાહ્મણેાએ પેટ ભરવા માટે કર્યાં છે. દેહવ્યતિરિક્ત આત્મા ન હાવાથી આ મતવાળા દેહસુખને જ પુરુષાર્થ માને છે. આ મતને કોઇ દર્શનમાં ગણવા કે નહિ તે વિચારવા ચૈાગ્ય પ્રશ્ન છે.
જો
મુક્તિ સંબંધી વિચાર કેટલાંક દર્શનનેા અહીં સામાન્ય પ્રકારે ખતાન્યે. અત્ર દન સંબંધી કેટલીક વાત પ્રસ્તુત છે પણ પ્રસંગોપાત જણાવવી ઉચિત ધારવામાં આવે છે. આર્યાંવના ધર્મના મુખ્ય બે ભેદ પાડી શકાયઃ વેદને પ્રામાણ્ય માનનાર અને તેનું પ્રામાણ્ય નહીં સ્વીકારનાર, દ્વિતીય વિભાગમાં જૈન, બૌદ્ધ અને ચાર્વાક વિગેરેના સમાવેશ થાય છે. વેદને પ્રામાણ્ય માનનારના એ મુખ્ય વિભાગ પડી શકે છે. દનધર્માં અને પુરાણધર્માં દનધર્મના છ વિભાગ છે: નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, ચેગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા, પ્રેસર મેકસમ્યુલરે ષગ્દર્શન Six Sohools of Indian Philosophy. નામક પુસ્તકમાં આ છ દનનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કર્યાં છે. આપણે ઉપર જે સ્વરૂપ જોયુ'તેમાં પણ એ સર્વનું સ્વરૂપ આવી જાય છે. શ્રી હરિભદ્રસૂરિ પદનનાં નામેામાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીયને ગણાવે છે. જૈમિનીય દર્શનમાં પૂર્વમીમાંસાનું સ્વરૂપ જ તેએ બતાવે છે, વેદાન્ત અથવા ઉત્તરમીમાંસા ના સ''ધમાં ટીકામાં સહજ સૂચના માત્ર જ છે એથી શાંકર મતના પ્રસાર શ્રી હરિભદ્રસૂરિના વખતમાં બહુ સંભવતા નથી. તે સાધારણ રીતે પ્રવર્તતા હેાવાથી તેનું ખંડન શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં વિસ્તારથી કર્યું છે. બીજા પુરાણધર્મના મુખ્ય ચાર ભેદ છે: શૈવ, વૈષ્ણવ, શક્તિ અને પ્રચૂર્ણ. શૈવ સપ્રદાયમાં પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞ અને રસેશ્વર એ ચાર સંપ્રદાય છે અને વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રીસ'પ્રદાય અને માવી સ`પ્રદાય એવા એ વિભાગ છે. એ ઉપરાંત રૂદ્ર, સનકાદિ સ ંપ્રદાય પણ વૈષ્ણવ મતમાં ચાલે છે. શક્તિ સંપ્રદાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org