________________
ચાલીસમુ પદ્મ
વિવેચનમાં બતાવવામાં આવ્યા છે તેની સાથે સરખાવવે. એ સબંધી ઉપઘાતમાં પણ વિવેચન જોવામાં આવશે. આ મતમાં ચેાગનાં આઠ અંગ બતાવ્યાં છેઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પુરુષને નિઃસંગ માનવામાં આવે છે. પ્રમાણુ, વિષય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિરૂપ વૃત્તિએ જેનું બીજું નામ અંતઃકરણ છે એને ચિત્તના ધર્મ તરીકે માનવામાં આવે છે તેના નિરોધ કરવાના છે. પુરુષનું નિર્માળ સત્ત્વ સદા સ્થિત રહે છે. જે જે પદાર્થોં ઉપર તે ઉપરક્ત થાય છે તે તે દૃશ્ય પદાર્થની તેના ઉપર છાયા પડે છે, છતાં સ્વતઃ તે નિઃસંગ રહે છે. મતલબ કે-તે અપરિણામી છે. ચિત્રશક્તિ પરિણામી છે. ચિત્તની અસ્થિરતા સ્વાભાવિક હાય છે અથવા વ્યાધિ આદ્ધિ જન્ય હાય છે. ચિત્તની ક્ષિપ્ત અવસ્થાને તજવા ચેાગ્ય (ડેય) ગણવામાં આવી છે, એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થાને ઉપાદેય ગણવામાં આવી છે. એકાગ્ર અવસ્થામાં એક વસ્તુમાં એકતાન થાય છે અને જે અવસ્થામાં સવ વૃત્તિએના નિરાય થઈ સસ્કારશેષ રહે છે તેને નિરુદ્ધાવસ્થા કહેવામાં આવે છે. સમાધિના એ પ્રકાર છે: સંપ્રજ્ઞાત અને અસ’પ્રજ્ઞાત. એકાગ્ર ચિત્તમાં ખાદ્ય વિષયવાળી પ્રમાણાદિ વૃત્તિઓના નિધને પ્રથમ સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. એ સંપ્રજ્ઞાત સમાધિના વળી સવિચાર, અવિચાર, સાન અને સાસ્મિત એવા ચાર પ્રકાર છે. ભાન્ય પટ્ટામાં ચિત્તને ફરી ફરીને નિવેશન કરવું અને અન્ય સર્વના પરિહાર કરવા એનું નામ ભાવના અથવા સમાધિ છે. સર્વ વૃત્તિઓના નિરાધને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. કલેશ, કવિપાક અને આશયના જેમાં અટકાવ થાય એવા ચિત્તવૃત્તિના નિરોધને યાગ કહેવામાં આવે છે. કલેશ પાંચ પ્રકારના છે; અનિત્ય, અશુચિ, દુ:ખ અને અનાત્મમાં અનુક્રમે નિત્યત્વ, શુચિત્ત, સુખત્વ અને આત્મત્વની પ્રતીતિ કરવી એ પ્રથમ અવિદ્યા નામક કલેશ છે. ફ્ અને દનશિંકતના એકાત્મત્વનું અભિમાન તે અસ્મિતા. સુખને જાણનારની સુખના સ્મરણુપૂર્ણાંક સુખના સાધનામાં તૃષ્ણાપૂર્વક ઇચ્છા તે રાગ. દુઃખને જાણુનારની દુઃખના સ્મરણુપૂર્ણાંક દુઃખનાં સાધનામાં નિંદામુદ્ધિ તે દ્વેષ, શરીર અને વિષયાને મને વિયેગ ન થાય તે સારું એ પ્રકારના નિમિત્ત વગર પ્રવનારા ભયકલેશ તે પાંચમા અભિનિવેશ. આ પાંચ પ્રકારના કલેશ સંસારમાં પ્રવૃત્તિ કરાવે છે અને સાંસારિક દુ:ખના હેતુ થઈને પુરુષને પીડે છે. વૃત્તિને નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. એનાં સાધનામાં પ્રથમ ક્રિયાયોગની જરૂરિયાત યાગદર્શન બતાવે છે. તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાનને ક્રિયાયાગ કહેવામાં આવે છે. ફળની ઈચ્છા રાખ્યા વગર આ ક્રિયાયોગ કરવાની આજ્ઞા છે. અહીં યાગના આઠ અંગ પર વિવેચન કરવામાં આવે છે જેનુ સામાન્ય સ્વરૂપ આપણે છઠ્ઠા પદમાં જોયું છે. યમ, નિયમાદિ પ્રથમનાં પાંચ યાગાંગ મધ્યમ અધિકારી માંટે છે. એ અષ્ટાંગ યાગનું આદરથી નિરતર અને દીર્ઘકાળ સુધી અનુષ્ઠાન કરવાથી સમાધિ વિરાધી કલેશના ક્ષય થતાં અભ્યાસ અને વૈરાગ્યે કરી મધુમતી આદિ સમાધિની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૪૧૧
www.jainelibrary.org