________________
૩૧
શ્રી આનાનજી અને તેમના સમય
પ્રસન્નતા થાય એવી અખંડિતપણે તે પૂજા કરતાં અને તેમાં વળી દંભ રßિત આત્મઋણા થઈ જાય એવી રીતે પૂજા કરતાં ચિન્ધ્રનાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, વસ્તુવિવેક પ્રાપ્ત થાય છે અને એવા પતિને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં સ્વયં પતિરૂપ થઈ જવાય છે, પતિ જેવા થઈ જવાય છે અને પતિ સાથે થયેલા મેળાપ કદિ પણ છૂટતા નથી, વિરહકાળ પ્રાપ્ત થતા નથી અને આનદદશામાં ફેરફાર થતા નથી. આવા પતિને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવા ઉચિત છે. આવી અસૂચક વાત સાંભળી તે શેઠની છેાડી સતી થતી અટકી વિશુદ્ધ માર્ગ પર જોડાઈ, તેણે સવરતિ મા આર્યાં અને નિજ અંતરમાં રહેલ પતિને સતાષ આપી, પ્રસન્ન કરી તેને વશ કરવાના માર્ગમાં લાગી ગઇ. આ પ્રથમ સ્તવનની નેાટ તથા તે પરનું વિવેચન જોવા વિજ્ઞપ્તિ છે.
આ પ્રસંગે તે સતીને બેધ આપવા માટે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે, એર્ ન ચાહું ? કત ” એ સ્તવનની રચના આનંદઘનજીએ કરી. એ સ્તવનની અર્થવિચારણા કરતાં ઉપરાત શેઠપુત્રીની બ્રાંતિ ટળી ગઇ અને તે માર્ગ પર આવી ગઈ. આ પ્રમાણે વાત ચાલે છે. હવે અહીં એકાદ ગભીર પ્રશ્ન પર વિચારણા થઇ આવે છે. હાલમાં ઘણા લેખકો ખ્રીસ્તી ધર્મના પાયેા પ્રેમ (Love ) ઉપર થયેલે કહે છે તેને અને આ પ્રીતિને કેાઇ જાતને સબંધ છે કે નહિ તે બરાબર વિચારીએ તે તે વિષય પર આખા લેખ થઈ જાય, જેમ કરવુ અત્ર સ્થળસકેચથી ખની શકે તેમ નથી, પણ ખ્રીસ્તી પ્રજાને પ્રેમના સિદ્ધાન્ત બહુ ઊંચી હદે લેતાં પણ મનુષ્યથી તે આગળ વધી શકતા જ નથી. જૈનની દયા-પતિ પ્રસન્ન કરવાની કૂંચી પ્રેમ-પ્રીતિ પશુ પક્ષી જળચર અને કીડી માંકડ સુધી જવા ઉપરાંત વનસ્પતિ અને જળ કે અગ્નિ સુધી પણ આગળ વધે છે: બીજી આ પ્રેમના તત્ત્વમાં સ્વાર્થનેા અંશ પણ નથી અને ત્રીજું પરમાત્મભાવ પ્રાપ્ત કરી અવ્યાબાધપણે જે સાધ્ય પ્રાપ્ત કરવાની તેના અંતરમાં ભાવના રહેલી છે તેની ગંધ પણુ ખ્રીસ્તી પ્રેમના તત્ત્વમાં નથી. ખીજી વિચારણા ચિત્ત પ્રસને રે પૂજનનું ફળ કહ્યું રે, પૂજા અખડિત એહ; કપટ રહિત થઇ આતમ અર્પણા રે, આનઘનપદ રેહ. ને અંગે થાય છે. એમાં જે પ્રકારની પૂજા કરવાની ભાવના બતાવવામાં આવી છે તે બહુ વિચારીને ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. આખી જિંદગી સુધી પૂજા કરવામાં આવે, પણ જે ચિત્તપ્રસન્નતા થાય નહિ તેા હજી પોતે એકડા જ છૂટે છે એમ સમજવું. જેમ સાંસારિક કાર્યાં કરવામાં રસ આવે છે, સગાંએના વેધ અને મિત્રને વિવેક જાળવવામાં ચીટ રાખવામાં આવે છે, સ્ત્રી પુત્રને સારુ કપડાં ઘરેણાં લાવવામાં આનંદ આવે છે, તેવા પ્રકારની આંતર વૃત્તિથી પ્રભુ પર ચિત્તની પ્રસન્નતા ન થાય, તેમાં એકાંત આનદ ન આવે અને ત્યાં સ્થિરતા ન થાય ત્યાં સુધી વિશિષ્ટ પ્રકારની પૂજા થતી નથી એમ ખાસ ધ્યાનમાં રહેવું જોઇએ, એ સ્થિતિએ પહોંચવાનું લક્ષ્ય હાવું જોઇએ એટલે પછી કારણુકા - ભાવમાં વિપર્યાસ ન થઇ જાય. એ સ્થિતિએ પહેાંચવામાં અડચણુ પડતી હાય તે તે
•
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org