________________
૪૦૬
શ્રી આન’ઘનજીનાં પા
તત્ત્વા સાથે સુખના અનુભવ કરાવનાર તે પુણ્ય તત્ત્વ અને તેથી વિપરીત દુઃખના અનુભવ કરાવનાર તે પાપ તત્ત્વ, એ એને ભેળવતાં નવ તત્ત્વ થાય છે. જગત્કાં ઈશ્વરને માનવાથી કેટલા પ્રકારના દોષ આવે છે તે આ મતના ગ્રંથામાં બહુ વિસ્તારથી બતાવવામાં આવ્યુ છે. સસલગી અને સાત નય અને તેના ઉપભેદો જેના સબંધમાં આપણે પાંચમા પદના વિવેચનમાં સહજ વિચાર કરી ગયા છીએ તે આ મતની કૂંચી છે. એ સપ્ત નય એટલી વિદ્વત્તાથી આ દનના ગ્રંથોમાં ચર્યાં છે અને તેનું સ્વરૂપ વર્તમાન જ્ઞાનકાળમાં એવી સારી રીતે ન્યાયને મળતું આવતું જણાય છે કે તેને બતાવનાર તરફ સ્વાભાવિક રીતે જ તે મતના અનુયાયી ન હેાય તેનું પણુ ધ્યાન ખેંચાય છે. આત્માને કૂટસ્થ નિત્યતા ઘટતી નથી તેમજ સાંખ્યમત અકર્તૃત્વ બતાવે છે તેમાં પણ અનેક દૂષણા આવે છે, તે આ મતનાં શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. ઉપર જે જીવ નામનું પ્રથમ તત્ત્વ કહ્યું તેના નવ વિભાગ છેઃ ૧ પૃથ્વીકાય, ૨ અષ્કાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય ૫ વનસ્પતિકાય, ૬ મે, ૭ ત્રણ, ૮ ચાર અને ૯ પાંચ ઇંદ્રિયવાળા જીવા. પૃછ્યાદિનુ` સજીવત્વ તા હવે વિજ્ઞાનથી પણ સિદ્ધ થયું છે તેથી તે મતના શાસ્ત્રકારા તેને માટે જે કાટિએ બતાવે છે તેનુ પુનરાવર્તન કરવું આવશ્યક નથી. જીવ અને પુટ્ટુગલને ગતિસહાય્ય સ્વભાવ તે ધર્મ, સ્થિતિસ્વભાવ તે અધર્મ, અવકાશ આપનાર આકાશ, શબ્દ, અંધકારાદિ પુદ્ગલ અને કાળ એ સર્વ અજીવ તત્ત્વમાં આવે છે. વિષય કષાયાદિમાં મન વચન કાયાના વ્યાપાર તે આશ્રવ અને મહાવ્રત, દેશિવરતિ, સમિતિ, ગુપ્તિ, યતિધર્માં વિગેરે સવર તત્ત્વમાં આવે છે. બાર પ્રકારનાં તપથી કર્મની નિર્જેશ થાય છે. કર્મબંધ વખતે તેનાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને અનુભાગ નિીત થાય છે અને સકરહિતપણાને મેક્ષ તત્ત્વ કહેવામાં આવે છે. આત્મા, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળ એ છ દ્રવ્ય છે, તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એક દ્રવ્ય છે અને પુદ્ગુગલ તેમજ જીવ અનેક છે. પુગલ એક ભૂત છે, બાકીના પાંચ અમૃત છે. કર્મ પણ પૌલિક છે, એના સંબંધ છૂટતાં ચેતન ઊર્ધ્વ ગતિ કરે છે. અસંગત્વથી ઊર્ધ્વ ગતિ થાય છે તે બાણુના પૂર્વપ્રયાગ વિગેરે દૃષ્ટાંતાથી સમજી લેવી. પાણીમાં જેમ વસ્તુ હલકી થતાં ઉપર તરે છે તેમ કર્મ ભારથી મુક્ત થતાં ચેતનની ઊવ આલાકાંત ગતિ થાય અને ત્યાં તેની અનંત કાળ સુધી સ્થિતિ રહે છે. સિદ્ધ દશામાં દ્રવ્ય પ્રાણ હાતા દર્શન, અનંત વીર્ય, અનંત સુખરૂપ ભાવ પ્રાણ હાય છે. સુખ કરતાં તદ્ન જૂદા પ્રકારનુ છે અને તે પરમાનંદરૂપ છે. આ મતમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત હાય તેને સત્ કહેવામાં આવે છે. એ ત્રિપદીમાં બહુ સૂક્ષ્મ રહસ્ય સમાયેલું છે અને જૈન તત્ત્વજ્ઞાનના એમાં સમાવેશ થઇ શકે છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રને મેાક્ષમા માનવામાં આવે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગથી કબંધ થાય છે અને તેના જેમ જેમ પ્રતિબંધ કરવામાં આવે તેમ તેમ નવીન કપત્તિ
નથી
Jain Education International
For Private & Personal Use Only
પણુ અનંત જ્ઞાન, અનંત સિદ્ધદશાનું સુખ સાંસારિક
www.jainelibrary.org