________________
૪૦૪
શ્રી આનંદઘનજીનાં પદો જૂદા સંપ્રદાયની માન્યતા કેવા પ્રકારની છે તે સંક્ષેપથી અત્ર વિચારીએ. વાત એમ છે કે-ભિન્ન ભિન્ન દર્શનકારે આત્માના અનેક પ્રકાર કપે છે, તેની ઉત્કાતિ અને છેવટની સ્થિતિને અને જૂદા જૂદ વિચાર બતાવે છે કેઈ આખા વિશ્વમાં એક સર્વવ્યાપી આત્માને માની માયાથી તેના પૃથક ભેદે થયેલા સમજે છે અને અંત્ય અવસ્થામાં જતિને વિકુલિંગ-તણખો જૂદે જણાવેલ તે પાછો તિમાં ભળી જાય છે, પરંતુ પ્રત્યેક આત્મા જૂદા નથી, જુદા દેખાતા હતા તે માયાથી લાગતા હતા. વળી કઈ સર્વ કાર્યના કર્તા-હર્તા ઈશ્વરને માને છે અને કહે છે કે પ્રત્યેક જીવનું કાંઈ કર્યું કે ધાર્યું થતું નથી; આ પ્રમાણે સુખદુઃખ દેનાર ઈશ્વરને કલ્પી આત્માની શક્તિને દબાવી દે છે અથવા તેની શક્તિને નકામી બતાવી ઇશ્વરેચ્છાને બળવાન બનાવે છે; વિગેરે વિગેરે આત્મા સંબંધી અનેક પ્રકારની માન્યતા છે તે સંબંધમાં પ્રત્યેક દર્શનકાર શું કહે છે તેને અને સાથે સાથે તે દર્શનેને જણાવનાર મહાત્માઓને સંક્ષેપથી વિચાર કરીએ.
જૈન મતમાં જિનેન્દ્ર દેવ છે જે રાગ દ્વેષથી રહિત છે, મોહ મહામત્વને હિણનાર, કેવળજ્ઞાન અને કેવળદર્શનયુક્ત છે; તેઓ સુરાસુરથી પૂજ્ય, સદૂભૂત અર્થના પ્રકાશક અને સર્વ કર્મને ક્ષય કરીને પરમપદ પામેલા છે. અનાદિ કાળથી ખાણમાં રહેલા સુવર્ણ સાથે જેમ મળ લાગેલ છે તેમ આત્મા સાથે કર્મ લાગેલાં છે, તેને ક્ષય કરી આત્માના સહજ ગુણ જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટ કરવા માટે પરમ પુરુષાર્થ કરવાની જરૂર છે. સુવર્ણ જેમ ખાણમાં માટીથી આવૃત હોય ત્યારે પણ તેનામાં કંચનત્વ તે રહેલું છે જ, તેવી રીતે ચેતન કર્માવૃત હોય ત્યારે પણ તેનામાં શુદ્ધ ચેતનત્વ તે હોય છે જ; ક્રિયા, યોગ, તપ, સંયમ વિગેરે દ્વારા કર્મમળ દૂર કરવા માટે પરમ પુરુષાર્થ કરવાની જરૂર છે અને તેમ કરવાથી ચેતનના ગુણ આવૃત હોય છે તે વ્યક્ત થાય છે. ચેતનમાં જે મહાન ગુણે છે તે બહારથી લેવા જવાના નથી પણ અંદર પ્રચ્છન્ન-આવૃતરૂપે રહેલા છે તે વ્યક્ત કરવાના છે. આત્મા પ્રત્યેક શરીરે દેહપ્રમાણુ ભિન્ન છે અને સર્વ કર્મમળ દૂર કરી મેક્ષમાં જાય ત્યારે પણ તેનું વ્યક્તિત્વ સુસ્પષ્ટ જ રહે છે. એક વખત કર્મમળ દૂર થયા પછી ફરી વાર તેને કર્મમળ લાગતો નથી એટલે મેક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. કર્મ આઠ પ્રકારનાં છે. તેના ઉત્તરભેદે અને તે પ્રત્યેકની તરતમતા ઘણા ભેદવિભેદમાં વહેંચાઈ ગયેલી છે. આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય, દર્શન ગુણનું આવરણ કરે એ દર્શનાવરણીય, શારીરિક સુખદુઃખને અનુભવ કરાવે તે વેદનીય, સંસારમાં અને તત્ત્વજ્ઞાનમાં સત્ય માર્ગ ન સૂઝવા દેતાં મૂંઝવી નાખે તે મોહનીય, ચેતનને અનેક જાતિમાં જન્મ આપી તેને અવનવા અનુભવ કરાવે તે નામ કર્મ, ઉરચ નીચ જાતિમાં અવતરણ કરાવે તે શેત્ર કર્મ, પ્રત્યેક ભવમાં અમુક કાળ સુધી સ્થિતિ કરાવે તે આયુઃ કર્મ અને ત્યાં વસ્તુપ્રાપ્તિમાં, તેના દાનમાં, ભેગોપભેગાદિમાં પ્રત્યવાય કરે તે અંતરાય કર્મ ઉપર જણાવ્યું તેમ આ આઠ કર્મોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org