________________
ચાલીસમું પદ
૪૦૩ નજરથી)ને તેના ઉપર પ્રેમ આવતું નથી, તે તે પતિમાં પિતાનું ચિત્ત એટલું દૃઢપણે સ્થાપિત કરે છે કે તેને પતિ વગરની સર્વ વસ્તુઓ અને લેકે ઉપર રાગ થતો નથી એટલું જ નહિ પણ એમાં એને એક પ્રકારની ખટાશ લાગે છે. ખટાશને લીધે તે વસ્તુ ખાવી ગમતી નથી એટલું જ નહિ પણ દૂરથી તેને જોઈને પણ હે ખાટું થઈ જાય છે. આ પતિપરાયણ સ્ત્રી કહે છે કે-પતિ વગર અન્ય સાથે સેબત કરવી કે સંબંધ કરે તે જંગલમાં પિક મૂકવા જેવું છે. જેમ કેઈ પ્રાણીને કઈ બાબતમાં ફરિયાદ કરવી હોય તે જંગલમાં જઈને રાડ પાડવાથી કઈ સાંભળતું નથી અથવા જનસુધારણુ માટે વિવેચન કરવું હોય તે જંગલમાં જઈને કરવાથી નિષ્ફળ થાય છે, તેવી રીતે પતિ વગર કેદની સાથે ગોષ્ઠી કરવી તે નિષ્ફળ છે, અર્થ વગરની છે, નકામી છે. આ પ્રમાણે વ્યવહારુ દષ્ટિથી આ ગાથાને ભાવ પ્રાપ્ત થાય છે. અન્ય સાથેની ગેઝીને રણમાં પિોક મૂકવા સાથે સંબંધ-નિષ્ફળતાને અંગે ઘટાવી છે. સામાન્ય રીતે “અરણ્યરુદન' શબ્દ જેનું પરિણામ કાંઈ ન આવે તેવા પ્રસંગ માટે વપરાય છે એમ મારું ધારવું છે. ગેઝીન અરણ્યરુદન સાથે સંબંધ એટલા પૂરતો ઘટી શકે કે અન્ય સાથે ગેઝી કરીને તેના પરિણામે અરસ્પરસ જે વચનવ્યવહાર થાય તે નિરર્થક થાય છે અને તેથી તેવી ગેછી નિષ્ફળ છે, તેથી કારણમાં કાર્યારેપ કરવાથી તે અરણ્યરુદન તુલ્ય છે; અથવા વધારે વાસ્તવિક રીતે કહીએ તે નિષ્ફળત્વનું સામ્ય હોવાથી ઉપમા બરાબર ઘટતી આવે છે અને ઉપર જણાવ્યું તે આરેપ કરવાની પણ જરૂર નથી.
આ તદ્દન સામાન્ય અર્થવાળા પદમાં બહુ ગૂઢ ભાવાર્થ હોય એમ જણાય છે. શ્રી આનંદઘનજી મહારાજનાં સર્વ પદ્યમાં ગુહ્ય અર્થ હોય છે તે ભાવ સમજો અને ઝળકાવ એ ઘણું મુશ્કેલ કાર્ય છે. એ આપણે અનેક પ્રસંગે જોયું છે. આ પદમાં તેમને વાગ્યાથે સમજવા માટે કેઈ શબ્દ પણ સૂચવન થતું નથી તેથી વધારે મુશ્કેલી પડે છે. મારા ગુરુમહારાજના કહેવા પ્રમાણે આ પદને આશય અતિ ઉદાત્ત છે અને એ પ્રત્યેક આત્મવાદને સૂચવનાર છે. તદનુસાર આત્મવાદ સંબંધી કેટલેક ઉલ્લેખ ખાસ અભ્યાસ કરી બતાવવા પ્રયાસ કર્યો છે. હવે આપણે આ પદને સૂચક ભાવ સમજવા યત્ન કરીએ.
પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપે સ્વતંત્ર સ્વાધીન છે, કઈ કઈને અંશ નથી એ પ્રત્યેક આત્મવાદ છે. આ પ્રત્યેક આત્મવાદને અત્ર પતિ તરીકે કર્યો છે. દરેક શરીરે આત્મા પૃથક પૃથક છે, ભિન્ન ભિન્ન છે, કેઈ સર્વવ્યાપી આત્માનો તે અંશ નથી પણ પ્રત્યેક વ્યક્તિ છે, સિદ્ધ દશામાં પણ પ્રત્યેક આત્માનું ભિન્નત્વ પૃથક પૃથક અવગાહનારૂપે સ્પષ્ટ વ્યક્ત અને ભિન્ન રહે છે એ પૃથક આત્મવાદ છે. એ પ્રત્યેક આત્મવાદરૂપ અથવા પૃથક આત્મવાદરૂપ પતિ મને અતિ પ્રિય લાગે છે અને બીજા દર્શનેની જૂદી જૂદી આત્મા સંબંધી જે માન્યતા છે તે મને ઈષ્ટ લાગતી નથી એમ શુદ્ધ ચેતના-આત્માની પત્ની અત્ર કહે છે. હવે આત્માના સ્વરૂપ અને ઉત્ક્રાન્તિને અંગે આ દૃષ્ટિથી જૂદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org