________________
આડત્રીસમુ પટ્ટ
૩૯૫
અનેક શાસ્ત્રસમુદ્રનું મથન કરીને શોધી કાઢેલ આ પ્રેમઅમૃતના પ્યાલા છે અને તે મહાભાગ્યવાન હોય તેને પ્રાપ્ત થાય છે. એ પ્રેમઅમૃતનું પાન કરીને આનંદઘનરૂપ જીવાત્મા જે અત્યારે અંતરાત્મ સ્વરૂપમાં વર્તે છે તે રૂપ ચંદ્રમા બહુ આનંદમાં વર્તે છે. ચંદ્રને જેમ મથન કરીને પ્રાપ્ત કરેલ અમૃત રસના એક કટારે પીવા મળ્યા ત્યારે તેને બહુ આન ંદ થયા હતા તેવી રીતે બહુ વાસ્તવિક રીતે જીવાત્માને પ્રેમપીયૂષના પાનથી આનંદ થયા છે, આત્મચદ્ર તેથી માઢે છે, હરખે છે, મજા કરે છે, પ્રફુલ્રિત થાય છે, ખીલે છે અને વધારે તેજસ્વી બને છે અને તે હકીકત જોઇને ચતુર નિશ્ચયદૃષ્ટિ પણ ખુશી થાય છે, રાજી થાય છે, માં આવી જાય છે. ચેતનજી પેાતાના નિજ સ્વરૂપમાં આવી તેને વધારે ખીલાવે છે, એ બનાવ જોઇને નિશ્ચયદૃષ્ટિરૂપ ચારી હર્ષોંમાં આવી જાય તે બરાબર યુક્ત છે, ઉચિત છે, સ્વભાવને અનુરૂપ છે.
આ પ્રેમપીયૂષની ભાવના એટલી ઉત્તમ રીતે કરવામાં આવી છે કે—એના પર ચાગનું બંધન કરવાથી તે બહુ આશ્ચર્યકારક પરિણામ નીપજાવી શકે તેમ છે. પ્રેમ એ એવી વસ્તુ છે કે એનું વર્ણન શબ્દોમાં થઈ શકતુ નથી અને જ્યારે એ પ્રેમ માહનુ રૂપ તજી દઈ સ્વભાવરૂપ પકડે અને સર્વ મનુષ્યા પર, સર્વ પ્રાણી ઉપર, સર્વ આત્મ-દ્રવ્ય ઉપર લખાય ત્યારે તેમાંથી જે આનંદધારાઓ છૂટે છે તે અનુભવથી જ સમજાય તેવી છે. એનું વર્ણન કરવામાં કવિની કલમ નકામી થઇ પડે છે, એના વાસ્તવિક ખ્યાલ અનુભવથી જ પ્રાપ્ય છે. મૈત્રીભાવનાનું આ પ્રબળ પરિણામ છે.
તાત્પર્યા એ છે કે-અન્ય સર્વ ઉપાધિઓને ત્યાગ કરી નિજ સ્વરૂપ સમજો, ભવાંતરમાં આ ચેતનજીએ અનેક ભૂલેા કરી છે તેને લઇને તેની આધુનિક શૈકાસ્પદ સ્થિતિ જણાય છે, તે સમજી, તેનાં કારણેા વિચારી, તેને દૂર કરો અને છેવટે તેને નટનાગરમાં જોડી દો. મતલબ તે પોતે જ નટનાગર છે એટલે તેને તેના નિજ સ્વરૂપમાં મેળવી આપે. તે વખતે પછી તેને જે અખંડ પ્રેમ જાગ્રત થશે અને તેથી તેને જે મહાઆનંદ પ્રાપ્ત થશે તે એવા છે કે એક વખત તે રસના પ્યાલે પીવાથી તમને તે જણાઈ આવશે. વારંવાર તમને કહેવાથી તેનું રસત્વ તમારા ખ્યાલમાં નહિ આવે પણુ એક વાર તેનું પાન કરશેા ત્યારે તમને તેમાં એટલું માધુર્ય લાગશે કે પછી તમે ચેગી તરફથી તેના પાનની ભલામણ માટે રાહુ પણ જોશે નહિ. અત્યારે તમને ભલામણુ એક જ કરવાની છે કે–તમે જે વેશ કાઢ્યો છે તે ખરાબર ભજવા, જો તમારું મેક્ષ જવાનુ પ્રયાણુ હોય તે તેને માટે ચાગ્ય ભાતુ તૈયાર કરો અને પછી તમને લેાકલાજ, કુળમર્યાદા કે અન્યકૃત મશ્કરી માટે દરકાર પણ રહેશે નહિ; તમારું આત્મદ્રવ્ય શું છે અને તે તેના શુધ્ધ સ્વરૂપમાં કેવા પ્રકારે પ્રગટ થાય તેના વિચાર કરવા માટે પણ એક વાર તેને નટનાગર સાથે જોડી દો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org