________________
આડત્રીસમું પદ
૩૭ ત્યારે નિશ્ચયશુદ્ધિ થાય અને તેવી સ્થિતિ જ્યારે મસા નટનગરમાં જોડાય અને ઔર સબનસે તોડાય ત્યારે જ થાય, એ વાત બરાબર વિચારીને ગ્રાહ્યમાં લેવા લાયક છે.
મલ્લ જ્યારે કુસ્તી કરવા તૈયાર થાય છે ત્યારે પોતાના સાથળ ઉપર કરછ પહેરે છે અને તેવી જ રીતે નાચ કરનાર પણ પિતાનાં કપડાં પડી ન જાય અથવા નાચવાના જેસમાં અવ્યવસ્થિત ન થઈ જાય તેટલા માટે કરછ પહેરી લે છે. આથી નાચવામાં સરળતા પ્રાપ્ત થાય છે. આવી રીતે નાચવાનો વેશ લીધે હોય તે નાચવાથી જ ભજે છે, નાચવાને વેશ લઈને પછી બેસી રહેવાય નહિ અને કેઈ તેવો વેશ લઈને પછી બેસી રહે તે તેમ કરનારને ડહાપણુવાળે પણ ગણવામાં આવે નહિ. આવી રીતે તે જે કામ હાથમાં લીધું છે અને જેને માટે વેશ કાઢ્યો છે તે વેશ ભજવવાથી જ ઠીક ગણાય, તે કામ પાર ઉતારવામાં જ તારું ડહાપણુ ગણાય. તે મોક્ષ જવા માટે ચારિત્રયાને વેશ લીધે હોય અથવા તે કુસ્તી કરતી વખતે જેમ કરછ બાંધીને મä કુસ્તી માટે તૈયારી બતાવે છે તેમ તેં કઈ પણ પ્રકારની એક્ષપ્રયાણની તૈયારી બતાવી હોય તે પછી તારે તે વેશને બરાબર ભજવે યોગ્ય છે, પછી તું બેસી રહીશ અથવા બીજે પાઠ ભજવીશ તે તે તને શોભશે નહિ. આ હકીકત કહીને સર્વવિરતિ આદરી દીક્ષાને વેશ લેનાર અથવા દેશવિરતિ આદરી શ્રાવકને વેશ કાઢનાર અને ત્યાર પછી અન્ય કાર્યમાં પડી જઈ પિતાને વેશ ન ભજવનાર–વેશને લજવનાર કેવી રીતે હાંસીપાત્ર થાય છે અને તે હકીકત તેને કેવી રીતે શોભા આપનાર થતી નથી તે બતાવ્યું. વેશ લીધો હોય તે તો બરાબર ભજવે જ જોઈએ. અષાઢાભૂતિને જ્યારે ભરત ચક્રવર્તીનું નાટક કરવા કહ્યું ત્યારે તેમણે એવી તદ્રુપ ભાવના અંતઃકરણથી કરી અને અભિનય સાથે એક સુંદર પાઠ ભજવી આપો કે સત્યરૂપે આરિસાભુવનમાં ભરતચક્રીની પેઠે તેમને કૈવલ્યજ્ઞાન પણ ઉત્પન્ન થયું. આનું નામ પાઠ ભજ કહેવાય. બાકી બીજા સર્વ છે તે તો ગવૈયાની ટોળીના સાજ માત્ર છે, વ્યવહારરૂપ છે. જેમ નાચનારની સાથે વાજા વગાડવાવાળા, તબલચી, શરણાઈવાળા વિગેરે અનેક હોય છે પણ મુખ્ય નાચનાર તે એક જ હોય છે તેવી રીતે મુખ્ય કાર્ય કરવા ધાર્યું હોય છે તે તે એક જ હોય છે અને વચ્ચે વચ્ચે જે કાર્ય થાય છે તે તે સાધ્યરૂપ નથી પણ સાધારણ છે. દાખલા તરીકે નાચનારની સાથે ઉપર ગણવેલ સાજ હોય છે તેવી રીતે મોક્ષમાર્ગ સાધતાં વચ્ચે સ્વર્ગગમનાદિ કાર્યો થઈ જાય, તે સર્વ પ્રાસંગિક છે. આ જ કાર્ય મેટું આદર્યું છે, તેનું પ્રયાણ ક્ષે જવાનું છે, તેનું સાધ્ય મક્ષસ્થાન છે અને તેટલા માટે તેને યોગ્ય તેણે જે વેશ કાઢ્યો હોય તે તેણે ભજવે રોગ્ય છે. વચ્ચે સ્વર્ગગમનાદિ કાર્યો બની આવે તે ભલે બન્યા કરે, પરંતુ આ જીવેચેતનજીએ પિતાનું સાધ્ય કદિ ચૂકવું નહિ, કાઢેલે વેશ બરાબર ભજવે અને તેમ કરી પિતાની જાતને શોભા મળે તેમ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org