SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ શ્રી આનંદધનજીનાં પદો “(ચેતનજીને) બીજાની પાસે શા માટે ઠપકે દેવરાવો? તેણે ચોરી કરી નથી ( ગુન્હો કર્યો નથી) એમ કાંઈ નથી. (હવે તો) કચ્છ લગાવ્યો તે નાચ કરવાથી જ ભજે (પાઠ ભજવવાથી જ ખીલે,) બાકી બીજા તે ગાનારની ટોળી વિગેરે વ્યવહાર માત્ર છે.” ભાવ–હવે આ ચેતનજીને અન્ય પાસે ઠપકો પણ શું દેવરાવો ? હવે ઠપકે દેવરાવવાને જરા પણ અવકાશ નથી અને તેમ કરવાનું કારણ પણ રહ્યું નથી. ચેતનજીએ અત્યાર સુધીમાં અનેક વખત ચોરી કરી નથી એવું કાંઈ નથી, ત્યારે હવે તેણે બીજાની પાસેથી શું શિખામણ લેવાની છે ? પિતે અત્યાર સુધીમાં અનેક પ્રકારની ભૂલ કરતે આજે છે તે હકીકત તેને હવે સમજાણી છે. તે જાણે છે કે પિતે રાગ વિગેરે કારણોથી અનેક પ્રકારની કસુરે વારંવાર કરતું આવ્યું છે અને તે ગુન્હાઓની શિક્ષા તરીકે તેને ભવભ્રમણ થઈ છે અને થયા કરે છે. તે અત્યાર સુધીમાં ઘડીકમાં રાગ કરતે, ઘડીકમાં દેષ કરતે, ઘડીકમાં કષાય કરતે, ઘડીકમાં પ્રમાદ કરતે, ઘડીકમાં વિકથા કરતો અને એવી એવી અનેક જાતની તે ભૂલ કરતું હતું અને તેથી પિતાનું આત્મધન લુંટાવી દેતે હતો. આ સર્વ વાત તેના જાણવામાં હવે આવી છે. ગરમાવર્તામાં તેને હવે વસ્તુસ્વરૂપને ભાસ થવા લાગે છે, ત્યારે એવા વખતમાં તે બીજાની પાસેથી સંસારમાં આસક્ત થવાની શિખામણ અથવા તેને અનુરૂપ ઠપકાઓ શા માટે સાંભળે ? અને તેવી રીતે સાંભળવાનું તેની પિતાની ઉન્નતિ માટે કેવી રીતે થાય ? વળી રાગાદિક જે જે કસુરો તેણે કરી છે તેની સજા તે તેણે પિતે જ ખાવાની છે, તેમાં હવે અન્યની પાસે શું વાત કરવાની છે? અને જ્યારે તેનું મન નટનાગરમાં જોડાઈ ગયું છે તે પછી પિતાને ગુન્હો કે છે ? કેટલો છે? અને તેની યોગ્ય સજા થઈ છે કે નહિ? તે સર્વ વાતનો વિચાર ચેતનજી પોતે જ કરી લેશે. જે ચેતનજી ગુન્હો કબૂલ કરતા ન હોત તો અન્યની પાસે તેને ઠપકે દેવરાવવાની જરૂર હતી, પણ હવે તે તે પિતાની ભૂલ બરાબર સમજી શકે છે તેથી હવે તેણે પિતે જ પિતાને શિક્ષા કરવી. હવે તે પિતે જ ગુરુ અને પિતે જ ચેલા બની જવું. આવી રીતે પિતાનો ગુન્હો પિતાને બરાબર સમજાય અને તેની શિક્ષા પણ પિતે જ જાતે કરી શકે ત્યારે નિશ્ચયશુદ્ધિ થઈ છે એમ સમજવું. જ્યાં સુધી રાગાદિકના પિતાના માર્ગો સાચા છે અથવા ગ્રાહ્ય છે એવી વૃત્તિ રહે, પિતાનાં કુટિલ વિષમ કાર્યો અથવા આચરણને યેન કેન પ્રકારેણ બચાવ કરવાની ઈચ્છા રહે ત્યાં સુધી સમજવું કે હજુ આ જીવ ખરેખર શુદ્ધ થયું નથી અને તેને અન્ય પાસે ઉપાલંભ દેવરાવવાની જરૂર છે. પિતે ભૂલે છે એ સમજવું જોઈએ, ભૂલમાં પોતાની ગૃદ્ધિ કેટલી છે તેનું માપ કરવું જોઈએ અને ભવિષ્યમાં એ ગુન્હો ન થાય તેને માટે દઢ ભાવના કરવી જોઈએ. આ પ્રમાણે જ્યારે વૃત્તિ થાય નાહિ નથી. ન કાનિ નથી કરી. ચોરી ગુન્હ, કાછ–કચ્છ, કઠે ( નાચતી વખત અથવા મહાદિક કુસ્તી કરતી વખત પહેરે છે તે ). કછો પહેર્યો, ધારણ કર્યો. સેકતે. નાચતનાચવાથી. વિહેઈ=ભજે ઔર બાકીના બધા તે. ચાચરી ગયાની ટોળી. ચરી ફરી સાધારણ, વ્યવહાર માત્ર. Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy