________________
૩૯૧
આડત્રીસમું પદ તેઓના સંગને રસ જરા જરા ચાખ્યો તે તે ઉપરથી મને તેના ઉપર એટલે બધે પ્રેમ આવી ગયા છે કે હવે તે રસ છૂટી શકે તેમ નથી, તે આકર્ષણ દૂર થઈ શકે તેમ નથી, તે પ્રીતિ વિસરી શકાય તેમ નથી. યશવિલાસમાં શ્રીમાન્ યશોવિજયજી ઉપાધ્યાય સુડતાલીશમા પદમાં કહે છે કે –
લોકલાજસે જે ચિત્ત ચેરે, તો સહજ વિવેક હી: સુના પ્રભુગુન ધ્યાન વિગર ભ્રમ ભૂલા, કરે કિરિયા સે રને રૂના
ઘડિ ઘડિ સાંભરે સાંઈ સલુણા. આવી જ રીતે તે જ મહાત્મા શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કે –
જા રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન, નવિ ગમે;
ચા રે જેણે અમી લવ લેશ, આકસ ખુસ તસ ન રુચે કમેજી.
આવી રીતે જેણે ગમાર્ગન-પરમાત્મગુણપ્રકટીકરણનો રસ એક વખત ચાખ્યો હોય તે તેને કદિ વિસરી શકો નથી અને તેને પછી સાધારણ વસ્તુઓમાં-પદાર્થોમાં કે પ્રણીઓમાં પ્રેમ આવતો નથી, તેને તે સર્વ બાકસબુકસ લાગે છે, રસ વગરના છેતરાં લાગે છે, સ્નેહ વગરનાં કુશકાં લાગે છે. વળી એ સ્વજને એવાં છે કે એને જેમ જેમ વધારે અનુભવ થતો જાય, જેમ જેમ તેઓને પ્રસંગ વધારે પડતો જાય તેમ તેમ તેઓના પ્રેમની અને સજજનતાની વિશેષ વિશેષ પ્રતીતિ થતી જાય છે અને તેમ હોવાથી તેઓને વધારે પ્રસંગ પાડવાની થતી ઇચ્છામાં સગાંસંબંધીઓ જે પ્રત્યવાય નાખે છે તેમાં તેઓનું ભેળપણું અથવા સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે મૂર્ખાઈ જ જણાઈ આવે છે. (ભેળાને વાસ્તવિક અર્થ મૂર્ખ જ થાય છે.) આ પ્રમાણે હકીકત છે તે વિચારી
જ્યારે શુદ્ધ આત્મજાગૃતિ કરવા મનમાં દઢ ભાવના થાય ત્યારે પોતાના સગાંઓની વાત કેવી લાગે છે તે પર વિચાર કરી, અત્યાર સુધી અધ્યાત્મની વાતો કરતાં કેવી વૃત્તિ થાય છે અને નકામી વાતો કરવામાં કે જ્ઞાનને બે ઘસડવો પડે છે તે વિચારવું. જ્યારે અંતરંગ વૃત્તિ ઉદ્ભવે છે ત્યારે અંતઃકરણથી આ ચેતનને સંસાર પર ત્રાસ છૂટે છે, એ એના સગાંસંબંધીઓની વાતોની એગ્ય કિંમત આંકે છે અને પિતાને યોગ્ય માર્ગ ગ્રહણ કરી લે છે. યોગમાર્ગમાં એક વખત રસ જગાડ, અંતઃકરણપૂર્વક સ્વજન સાથે પ્રેમપ્રસંગ કરો, પછી આગળ માર્ગ શું લે તે જરૂરી સૂઝી જશે. દઢ ભાવના અને પ્રબળ પુરુષાર્થની આગળ અન્ય પ્રત્યવા અડચણ કરી શકતા નથી.
*ओराहनो कहा कहावत ओर, नाहि न कीनि चोरी; काछ कछयो सो नाचत निवहेई, और चाचरी चरी फोरी.x मनसा०४
* ઓરાહનને બદલે એક જગ્યાએ “ઔરહ’ શબ્દ છે. અર્થ એક જ હોય એમ જણાય છે. ઉપાલંભે એ સંસ્કૃત શબ્દનું આ પ્રાકૃત રૂપ છે.
x છેલ્લી પંક્તિમાં પાઠ “ ઔર ચાચર ચર ફેરી” એ પણ પાઠ છે. અન્યત્ર બીજી અને ચોથી પંક્તિને છેટે “ હે ” મૂકે છે તે જરૂર પ્રમાણે રામાનુસાર બલવાનો છે,
૪ એરાહનો=ઉપાલંભ, ઠપકે. કહા=શુ ? શા માટે ? કહાવત–દેવરાવે. એરપે=બીજાની પાસે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org