________________
શ્રી આનંદઘનજી અને તેમનો સમય સરખાં ગણે છે. મુક્તિ અને સંસારને સરખાં ગણે છે એટલે બંને વચ્ચે ગુણસદ્દભાવ અને તપ્રાપ્તિસંભાવનામાં સ્પષ્ટ રહેતો તફાવત તેને લક્ષ્ય બહાર જાય છે અથવા રહે છે, એમ તે કદિ બનતું જ નથી, પણ એને જે ઈચ્છાધ થાય છે તે પીગલિક વસ્તુને અંગે થવા ઉપરાંત તે સર્વત્ર પ્રચાર પામી એના આત્માને અથવા વાસ્તવિક શબ્દમાં બેલીએ તે એને પિતાને અસર કરનાર થાય છે અને તેથી કઈ પણ પ્રકારની ઈચ્છા તેને રહેતી નથી. શ્રી શાંતિનાથજીના સ્તવનમાં શાંતિસ્વરૂપ બતાવતાં આ જ યોગીરાજ કહે છે કે– માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણુ રે;
હાય જાણું રે. શાંતિ. સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; સુતિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે.
શાંતિ જિન એક મુજ વિનતિ. અહીં જે ભાવ બતાવ્યું છે તે બરાબર વિચારે. અહીં પીગલિક ઈચ્છાઓને રોધ કરવા ઉપરાંત આત્મિક અથવા આત્મા સંબંધી ઈરછા ઉપર પણ અંકુશ આવી જવાની જે ભાવના બતાવી છે તે વાત રાણીના તાવીજને ઉદ્દેશીને મહારાજશ્રીએ લખી હોય એમ અર્થવિચારણા થાય છે. પ્રથમ સુમતિ વિરહાલાપ કરી, અનુભવ દ્વારા સંદેશા મોકલી, શ્રદ્ધા પાસે તીકાર્ય કરાવી, પતિને પિતાને મંદિરે લઈ આવી તેને યોગમાર્ગમાં આગળ કરે છે, પરંતુ આગળ વધતાં તેની સર્વ ઈરછા નાશ પામે છે-એ યોગકર્મ છે, તે આપણે ગદર્શનના ખાસ વિષયમાં વિચારશું. અત્ર આનંદઘનજી મહારાજ સુમતિને ઉદેશીને કહે છે કે તારી પાસે પતિ આવે અને તારે વશ થાય એમાં આનંદઘનને વિશિષ્ટ યોગમાં પ્રગતિમાં પામેલા વિશુદ્ધ આત્મરાજને શું લેવાદેવા છે ? અને કદાચ તે તારી પાસે ન આવે અને માયામમતાના પ્રસંગમાં પડ્યો રહે તો તેમાં આનંદઘનજીને શું છે? બંને દશા આનંદઘનને સમાન છે. એને એક તરફ વ્યાસેહ નથી, અન્ય તરફ આકર્ષણ નથી. આવી આત્માની વિપુલ દશા થવી, મુક્તિ અને સંસારને સરખા જેવાં, વસ્તુસ્વરૂપને યથાસ્થિત આકારમાં સમજી જવાં અને તેના પર રાગદ્વેષ ન કરવા એ બહુ વિશુદ્ધ આત્મદશાના વિચારો સૂચવે છે અને એ આધ્યાત્મિક ભાવ સદરહુ તાવીજમાં અધ્યાત્મરસિક મહાત્માએ લખ્યું હોય એમ અનુમાન થાય છે. સામાન્ય રીતે આનંદઘનજી જેવા યુગમાં આગળ વધેલા મહાસ રાજાની રાણીના પ્રસંગમાં આવે કે તેમની પાસે વશીકરણની વાત પણ ઉચ્ચારી શકાય એ જેમ બહુ સંભવિત લાગતું નથી તેમ આવા દુનિયાથી ન્યારા અને ન્યારી રીતે વર્તન કરનારા મહાસના સંબંધમાં તેઓ અમુક અવસ્થામાં કઈ લાઈન પર કામ લેશે તે ધારી લેવું એ પણ મુશ્કેલ છે. પિતાના આત્મધનને અડચણ ન આવે, તેની પ્રગતિમાં જરા પણ પ્રત્યવાય ન આવે અને તેની આગળ વધતી ગતિ સમાન ભાવે ચાલી જાય એ વાત લક્ષ્યમાં રાખી તેઓ વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org