________________
આડત્રીસમું પદ
૩૮૭ કેઈ ઉપર પ્રીતિ કે સંબંધ હોય તે તે પણ તેડી નાખું છું. જોકે તે સર્વ પારકા છે અને પારકાની વાતો કરનારા છે; વળી તેઓ પિતાની તો વાત કરતા પણ નથી અને વિચારતા પણ નથી. એવા નકામા પંચાત કરનારાના અભિપ્રાય ઉપર હું કાંઈ કરતી નથી અને મારી પ્રીતિ નટનાગરમાંથી ખેંચી લેતી નથી.
આ પદ્યમાં નટ શબ્દ ઉપર ભાર મૂકીને અર્થ વિચારવાનું છે. સામાન્ય વ્યવહારના નિયમ પ્રમાણે કુળવાન સ્ત્રીએ નાટક કરનાર, પછી તે ગમે તેવાં રૂપ કરનાર, અભિનય કરનાર અથવા જાદુના ખેલ કરનાર હોય તો પણ તેની સાથે પ્રીતિ કરવી એ ઉચિત નથી. એલાયચી કુમારને આથી ઊલટી રીતે જ્યારે નટી ઉપર પ્રીતિ લાગી હતી ત્યારે તેણે કુળ મર્યાદા છેડી દીધી હતી અને તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, છતાં પ્રેમનું લક્ષણ એવું છે કે લેકલાજની દરકાર કર્યા વગર અને અન્ય શું કહે છે તે સાંભળ્યા વગર પ્રીતિમાં આસક્ત નર જરૂર પિતાની પ્રિય વસ્તુ તરફ ખેંચાય છે તેવી રીતે અહીં શુદ્ધ ચેતનાને ચેતનજી ઉપર એવી પ્રીતિ લાગી છે કે તે અન્ય કઈ હકીકતની દરકાર ક્યાં વગર પતિમાં મનને જોડી દે છે. નટને વેશ ધારણ કરવાને આગ્રહ કર્યો તે એલાયચી કુમારે તે પ્રમાણે કર્યું, પણ કુળમર્યાદા કે બીજા કેઈ પણ મનસ્વી કારણથી ખરી પ્રીતિને ભાવ તળે નહિ. બીજી હકીકત ખાસ ધ્યાનમાં રાખવા લાયક એ છે કે લેકે પારકી વાત કરે છે અને પિતાને માટે કદિ વાતો કરતા નથી. આવા પરનિંદારક્ત અને આત્મવિચારણું નહિ કરનારા લોકેના અભિપ્રાય ઉપર આધાર બાંધી મહાચતુર નટવરથી પ્રીતિ બાંધી હોય તેને શુદ્ધ ચેતના કેમ તજી દે?
આવી જ રીતે ધર્મ સંન્યાસ લેવાની ચેતનજીની ઈચ્છા થાય એટલે કે શુદ્ધ ચેતના અને ચેતનજીનો સંગ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે તેને કહેવામાં આવે છે કે“ભાઈ ! આ તમારે ઘેર ઘેર ભટકવું, ભિક્ષા માગવી, તરાણ ઉપાડવી, અડધા પગ ઉઘાડા દેખાય તેવાં વસ્ત્ર પહેરવાં એ શું તમને પેગ્ય લાગે છે? તમારાં સગાંસંબંધીને મૂકીને ચાલ્યા જવું એ તમને અથવા તમારા કુળને એગ્ય છે? તમે તમારા અન્ય સગાંઓ તરફને ધર્મ કેમ ભૂલી જાઓ છે? તમને કલાજ પણ નથી આવતી કે આવી રીતે ભિખારી થઈને ભટકવાનું પસંદ કરો છો અને તમારા ઉત્તમ કુળને આવી રીતને ભિક્ષુનો વેશ કાઢો ઉચિત છે?” નિશ્ચયશુદ્ધિ કરવામાં ઉદ્યક્ત થયેલા ચેતનજી એટલે કે જે ચેતનજી પર શુદ્ધ ચેતનાએ પિતાનું મન જોડવા માંડયું છે અને તેથી નટનાગરની પેઠે નવીન સંવિજ્ઞ વેશ ધારણ કરવા જે નટનાગર તૈયાર થયા છે તેને આ સવાલ પૂછતાં તે બહુ સરળતાથી જવાબ આપે છે કે-સ્થળ કલાજનું અમારે કામ નથી, જેને આત્મજાગૃતિ કરવી હોય તેણે પોતાના આત્મદ્રવ્યને વિચાર કરવાને છે. યોગ્ય અંકુશ નીચે યોગ્ય વિચાર કરતાં તેને સ્પષ્ટ ખાત્રીપૂર્વક જણાય કે તે વિચાર યોગ્ય છે અને લેકે તે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International